• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Sale!!! મગર, કાંચડો અને ગરોળી પર 49%ની છૂટ

|

તમે આજ દિન સુધી જાત જાતની અને ભાત ભાતના સેલની જાહેરાતો વાંચી હશે. ક્યારેક પાણીના ભાવે જતી વસ્તુઓના તો ક્યારેક સેલના નામે ખરાબ માલને પણ વેચાતો જોયો હશે.

પણ જો તમને કોઇ તેમ કહે કે સેલ, સેલ, સેલ, મગર, કાંચડા ને ગરોળી પર 49 ટકાની છૂટ તો તમને કેવું લાગે. જો કે ખરેખરમાં http://www.backwaterreptiles.com નામની એક વેબસાઇટે કંઇક આ જ પ્રકારનો સેલ તેની વેબસાઇટ પર રાખ્યો છે. જેમાં તમે કીડી, મંકોડા, સાપ જેવા જીવજંતુઓ અને પ્રાણીઓ ભારે સેલ સાથે મેળવી શકો છો.

એટલું જ નહીં આ વેબસાઇટની ખાસિયત છે કે તમારા સુધી જીવતા પ્રાણીઓ બસ એક દિવસની અંદર પહોંચાડે છે. અને તે 7 દિવસની ગેરેન્ટી પણ આપે છે. તો જુઓ આ ફોટોસ્લાઇડર અને જાણો આ પ્રાણીઓના ઓનલાઇન ભાવ...

મગર

મગર

તમને અહીં જાત જાતની મગરની પ્રજાતિઓ મળશે. જેની કિંમત 149.99 ડોલરથી લઇને 300 ડોલર સુધી છે.

દેડકા

દેડકા

દેડકાની પણ તમને આ વેબસાઇટ પર તેવી તેવી પ્રજાતિઓ મળશે કે જેમાંથી અમુકના તમે ભાગ્યેજ નામ સાંભળ્યા હશે.

ગરોળી

ગરોળી

લાલ, લીલી, પીળી, કાળી રંગબેરંગી ગરોળીઓ જો તમને પાળવી ગમતી હોય તો તમે આ વેબસાઇટ પર ચેક કરી શકો છો.

તીડ, વંદા

તીડ, વંદા

એટલું જ નહીં અનેક પ્રકારના તીડ, વંદા અને અન્ય પોષક જીવો પણ તમે અહીં મેળવી શકશો.

વીંછીં

વીંછીં

તાન્ઝાનિયન વીંછીં, એમ્પરર વીંછીંની અનેક જાતિઓ તમે 100 ડોલરની આસપાસ આ વેબસાઇટ પરથી મેળવી શકો છો.

અઝગર

અઝગર

અરે અહીં તો પીળા, કાળા અઝગર પણ મળે છે. તે પણ નજીવી કિંમતે.

કરોળિયો

કરોળિયો

મેક્સિકન કરોળિયો, કોબાલ્ટ બ્લૂ કરોળિયા કે પછી ઝેરી કરોળિયાની પ્રજાતિઓ પણ તમે અહીં સરળતાથી ખરીદી શકો છો.

કાચબા

કાચબા

નાનકડા ક્યૂટ કાચબા કે પછી મસમોટા કદાવર કાચબા પણ તમે ઘરે બેઠા મંગાવી શકો છો.

કાચબા

કાચબા

જો કે આ કાચબામાં કેટલાક કાચબાની કિંમત 500 ડોલર સુધી પણ જઇ શકે છે.

English summary
Buy Crocodile lizards snakes and other insects online with guarantee of doa
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X