અહીં મન્નત માંગવા માટે છોકરીઓને કાઢવા પડે છે બધા કપડા, લટકે છે હજારોની સંખ્યામાં અંડરગાર્મેન્ટ્સ
કારડોનાઃ ભારતમાં મનગમતી મન્નત પૂરી કરવા માટે લોકો પોતાના ઈષ્ટદેવની કઠોર તપસ્યા કરે છે. અમુક પોતાના માથા વાળનુ દાન કરે છે જ્યારે અમુક ઉઘાડા પગે લાંબા અંતરે જાય છે. જો કે, ઘણા દેશ એવા પણ છે જ્યાં પોતાની મન્નત પૂરી કરવવા માટે લોકો વિચિત્ર વસ્તુઓ કરે છે. આજે અમે તમને એવી જગ્યા વિશે જણાવવા જઈ રહ્યા છે જ્યાં મહિલાઓ પહોંચતા જ પોતાની બ્રા કાઢીને રસ્સી પર લટકાવી દે છે. ત્યારબાદ તે મન્નત માંગે છે અને પોતાની અંડરગાર્મેન્ટસ ત્યાં જ છોડીને આવે છે.

તાર ઉપર લટકેલી છે હજારો અંડરગાર્મેન્ટ્સ
ન્યૂઝીલેન્ડની સુંદરતા વિશે આમ તો બધાએ સાંભળ્યુ હશે, આ દેશ ઘણા કારણોથી જાણીતો છે જેમાંથી એક વિચિત્ર કારણ વિશે આજે તમે જાણવાના છો. ન્યૂઝીલેન્ડનુ કારડોના પોતાની એક અલગ ઓળખ માટે જાણીતુ છે. અહીં એક ખાસ ફેન્સ(તારની વાડ) છે જેના પર હજારોની સંખ્યામાં મહિલાઓની અંડરગાર્મેન્ટ્સ લટકેલી છે.

પ્રવાસીઓમાં પણ લોકપ્રિય છે આ જગ્યા
આ જગ્યાએ મહિલાઓની બ્રા લટકાવવા માટેનુ એક ખાસ કારણ છે જેના વિશે તમે પહેલા ક્યારેય સાંભળ્યુ નહિ હોય. વાસ્તવમાં, અહીં ઘણી મહિલાઓ પોતાના દિલની ઈચ્છા પૂરી કરવા માટે આવે છે અને મન્નત માંગ્યા બાદ કપડાની અંદરથી પોતાની બ્રા કાઢીને ફેન્સ પર લટકાવી દે છે. પોતાની અલગ ઓળખ અને માન્યતાના કારણે હવે કારડોના જાણીતુ ટુરિસ્ટ પ્લેસ બની ગયુ છે.

આ કારણે બ્રા લટકાવે છે મહિલાઓ
અહીં ઘણા ટુરિસ્ટ તાર પર લટકેલી બ્રાની કહાની સાંભળીને પહોંચે છે. વાસ્તવમાં, આ જગ્યા વિશે ઘણા પ્રકારની કહાનીઓ પ્રચલિત છે. બ્રા કાઢીને લટકાતી મહિલાઓની અલગ-અલગ માન્યતા પણ છે. ઘણા લોકોને દાવો છે કે આમ કરવાથી મનની ઈચ્છા પૂરી થઈ જાય છે જેના કારણે હવે અહીં રોજેરોજ મહિલાઓ આવવાની સંખ્યા વધી રહી છે. આ સાથે તાર પર લટકતી બ્રા પણ વધી રહી છે.

1999થી ચાલી આવે છે આ પરંપરા
કહેવાય છે કે મોટાભાગની મહિલાઓ અહીં પોતાના મનપસંદ જીવનસાથીને મળવાની આશાએ આવે છે. કહેવાય છે કે મહિલાઓ જો પોતાની બ્રા કાઢીને લટકાવી દે તો તેમને મનપસંદ જીવનસાથી મળી જાય છે. મીડિયા રિપોર્ટ મુજબ આ સ્થળે 1999માં ચાર બ્રા તાર પર લટકેલી જોવા મળી હતી. જો કે, આજ સુધી જાણવા મળ્યુ નથી કે એ બ્રા કોણે લટકાવી હતી. સમય સાથે-સાથે તાર પર બ્રાની સંખ્યા વધતી ગઈ.

ચોરી થવા લાગી હતી બ્રા
ઘણી મહિલાઓ હવે અહીં આવે છે અને પોતાની બ્રા લટકાવી જાય છે. જોત-જોતામાં હવે આ જગ્યા એટલી ફેમસ થઈ ગઈ છે કે અહીં બ્રા લટકાવવાની એક પરંપરા શરુ થઈ ગઈ છે. જણાવવામાં આવી રહ્યુ છે કે તાર પરથી બ્રાની ચોરી પણ થવા લાગી હતી. ચોર રાતના સમયે અંડરગાર્મેન્ટસ ચોરી જતા હતા. પરંતુ બ્રા ચોરી થવા સાથે-સાથે તેની સંખ્યા પણ વધતી ગઈ. હવે તો જો પણ ન્યૂઝીલેન્ડ ફરવા જાય છે તે આ જગ્યાએ એક વાર જરુર જાય છે. ઘણી ટુરિસ્ટ મહિલાઓ પણ અહીં મન્નત માંગીને પોતાની બ્રા જરુરથી લટકાવે છે.
The Cardrona Bra Fence in New Zealand. Google it. pic.twitter.com/reIvkBxVL2
— Duchess of Healing (@sindivanzyl) January 13, 2018