વીડિયો: બિલાડી ઉંદરનો શિકાર કરવા ગઇ પરંતુ...
એક બિલાડી સામે તેનો શિકાર ઉંદર હોવા છતા એવું કંઇક બન્યું કે તેને વીલા મોઢે અને ભૂખા પેટે પાછા ફરવાનો વારો આવ્યો.
એક બિલાડી ની સામે તેનો શિકાર ઉંદર કૂદાકૂદ કરતો હતો, પરંતુ બિલાડી તેને ખાવાને બદલે જોઇ રહી. ઉંદર તેની તરફ વળે તો બિલાડી પાછળ ખસી જતી હતી. શિકારને સામે જોઇને કદાચ બિલાડીના મોઢામાં પાણી આવી રહ્યું હશે, છતાં તે શિકાર કરવા તૈયાર ન હતી. ઉંદરનું મુત્યુ સામે હતું, બિલાડીનો શિકાર તૈયાર હતો; પરંતુ તે પછી કંઈક એવું બન્યું કે બિલાડી પણ આશ્ચર્યચકિત થઇ ગઇ. બિલાડીએ વિચાર્યું પણ નહીં હોય કે તેની સાથે આવું પણ થઇ શકે છે.
ઉંદર-બિલાડીનો આ મજેદાર વીડિયો ફેસબુક પર ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો જોઇ લોકો કહી રહ્યાં છે કે, વધારે રાહ જોવી પણ ક્યારેક નુકસાનકારક સાબિત થઇ શકે છે. અહીં બિલાડી સાથે જે થયું તે કોઈની પણ સાથે થઇ શકે છે.
વીડિયોમાં બિલાડી ઉંદરને જોઇને આમ તેમ ભાગતી જોવા મળે છે. ઉંદર-બિલાડીની આ દોડાદોડીમાં ફાયદો કોઇ ત્રીજાને જ થાય છે. આ વીડિયો જોયા પછી તમે પણ કંઈ જ બોલ્યાં વગર આ વીડિયો શેર કરી નાંખશો.
{promotion-urls}