For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડોક્ટરોએ મહિલાના પેટમાંથી 33.5 કિલોનું ટ્યુમર કાઢ્યું

કોયમ્બતૂરમાં ડોક્ટરોએ એક અસંભવ લાગતું ઓપરેશન કર્યું છે. અહીંના ડોક્ટરોએ એક મહિલાના અંડાશયમાંથી 33.5 કિલોનું ટ્યુમર ઓપરેશન કરીને બહાર કાઢ્યું છે.

|
Google Oneindia Gujarati News

કોયમ્બતૂરમાં ડોક્ટરોએ એક અસંભવ લાગતું ઓપરેશન કર્યું છે. અહીંના ડોક્ટરોએ એક મહિલાના અંડાશયમાંથી 33.5 કિલોનું ટ્યુમર ઓપરેશન કરીને બહાર કાઢ્યું છે. આ મહિલાનું નામ વસંતા છે, જે કોયમ્બતૂરના ઉટીની રહેવાસી છે. વસંતા મૂળ રૂપે ખેતમજૂરીનું કામ કરે છે. થોડા દિવસ પહેલા જ તેના પેટમાં દર્દ ઊપડ્યું હતું, ત્યારપછી તેને દવા લીધી. સ્થાનીય ડોક્ટરો ઘ્વારા વસંતાને જણાવવામાં આવ્યું કે તેના પેટમાં ટ્યુમર છે.

tumor

ડોક્ટરો ઘ્વારા જણાવ્યા પછી પણ વસંતાએ ઓપરેશન કરાવવાની ના પાડી દીધી. પરંતુ થોડા દિવસ પછી તેનું દર્દ વધી ગયું અને પીડા અસહનીય બની ગઈ. એટલું જ નહીં પરંતુ વસંતા ખાવાનું પણ ખાઈ શકતી ના હતી. તેને કોયમ્બતુરના હોસ્પિટલ વિશે જાણકારી મળી. ત્યારપછી તે હોસ્પિટલ પહોંચી ગઈ અને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. ડોક્ટર સેથિલ કુમાર, ડોક્ટર પિયુષ, ડોક્ટર અનિતા અને ડોક્ટર સતીશ કુમારની ટીમે ત્રણ કલાક સુધી ચાલેલા ઓપરેશન પછી અંડાશયમાંથી ટ્યુમર બહાર કાઢ્યું. વજન કરવા પર ખબર પડી કે ટ્યુમરનું વજન એક બે કિલો નહીં પરંતુ 33.6 કિલો હતું. જાંચમાં ખબર પડી કે તે ખરેખર અંડાશયમાં કેન્સર હતું.

આ પણ વાંચો: પેટમાં ઉગી ગયું અંજીરનું ઝાડ, હત્યાના 40 વર્ષે ખુલ્યું રહસ્ય

અત્યારસુધીના સૌથી મોટા ઓપરેશનનો દાવો

મહિલાનું ઓપરેશન કરનાર ડોક્ટરોની ટીમ ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ દુનિયાનું અત્યારસુધીનું સૌથી મોટું ઓવેરિયન કેન્સર હતું, જેનું ઓપરેશન કરવામાં આવ્યું છે. જે પોતે એક રેકોર્ડ છે. ડોક્ટરો ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે વર્લ્ડ બુક ઓપર રેકોર્ડ્સ અને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડને આ બાબતે સૂચના આપવામાં આવી છે. તેમની અરજી પ્રોસેસમાં છે.

English summary
Coimbatore: Doctors remove 33.5 kg ovarian tumor, eye on world record
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X