• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સોનાથી પણ મોંઘી મળે છે આ ચા, 10 ગ્રામ માટે ચૂકવવા પડે છે લાખો રૂપિયા

|
Google Oneindia Gujarati News

જો તમે ચા પીવાના બંધાણી હોવ તો તમારા માટે આ લેખ બહુ મહત્વનો છે કેમ કે આ લેખમાં એવી ચા વિશે વાત કરશું જે દુનિયાની સૌથી મોંઘી ચા છે. નોંધનીય છે કે 21 મેના રોજ આંતરરાષ્ટ્રીય ચા દિવસ મનાવવામાં આવ્યો હતો. એશિયાઈ દેશોમાં ચાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે 2019માં સંયુક્ત રાષ્ટ્રએ આ દિવસ મનાવવાનો નિર્ણય લીધો હતો. આમ તો આ દિવસે ચાના વેપાર સાથે જોડાયેલા વેપારીઓ અને મજૂરો માટે વિશેષ કાર્યક્રમ થાય છે, પરંતુ ચા પીવાના શોખીન લોકો પણ આ દિવસને સોશિયલ મીડિયા પર બમ્પર રીતે સેલિબ્રેટ કરવા લાગ્યા છે, તો આવો જાણીએ દુનિયાની સૌથી મોંઘી ચા વિશે.

ચીનમાં છે સૌથી મોંઘી ચા

ચીનમાં છે સૌથી મોંઘી ચા

સામાન્ય રીતે ભારતમાં કીટલીએ ચા 10થી 20 રૂપિયા પ્રતિ કપ મળે છે, જો કોઈ ફેમસ હોટલ કે રેસ્ટોરાંમાં જાઓ તો ત્યાં 100થી 1000 રૂપિયા સુધી ચા મળશે, પરંતુ બહુ ઓછા લોકો હશે જે જાણતા હશે કે દુનિયામાં કંઈક એવી ખાસ ચા પણ છે, જેના ભાવ સોનાની કિંમતથી પણ વધુ છે. જેમાથી એક નામ છે ‘દા હૉન્ગ પાઓ ટી'. આ ખાસ ચા માત્ર ચીનમાં જ મળે છે, જે ખરીદીને પીવી બધાની ત્રેવડ નથી.

20 ગ્રામની કિંમત 20 લાખ

20 ગ્રામની કિંમત 20 લાખ

બીસીસીના એક રિપોર્ટ મુજબ ચીનમાં 2002માં એક ધની શખ્સે 20 ગ્રામ ધી હૉન્ગ પાઓ ટી ખીરીદ, જેના માટે તેણે 1.80 લાખ યુઆન ચુકવ્યા. ભારતીય ચલણ પ્રમાણે તેની કિંમત 20.43 લાખ રૂપિયા થાય. એવામાં આ ચા સોનાથી ક્યાંય મોંઘી છે.

મહારાની સાજા થઈ ગયાં હતાં

મહારાની સાજા થઈ ગયાં હતાં

રિપોર્ટમાં આગળ જણાવવામાં આવ્યું કે ઓરિજનલ દા હૉન્ગ ટી સોનાથી 20 ગણી સુધી મોંઘી હોય છે. જો તમે એક ગ્રામ પણ લેશો તો તમારે 1400 ડોલર ચૂકવવા પડશે, જ્યારે કિલોના હિસાબે લેવા પર 9 કરોડથી વધુ કિંમત ચૂકવવી પડશે. એવામાં આ દુનિયાની સૌથી કિંમતી ચા થઈ. ચીની લોકો મુજબ આ ચાનો ઇતિહાસ બહુ જૂનો છે. મીંગ શાસન દરમિયાન એકવાર અચાનક જ મહારાનીની તબિયત લથડી પડી હતી. જે બાદ ચિકિત્સકોએ તેમને દા હૉન્ગ પાઓ ટી પીવડાવી. આ ચા પીતાં જ મહારાની સાજા થઈ ગયાં હતાં.

અમારા ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવવા માટે અહીં ક્લિક કરો

આવી રીતે પડ્યું ચાનું નામ

આવી રીતે પડ્યું ચાનું નામ

પોતાની રાણીની ફિટ થતી જોઈ રાજા પણ ખુશ થયા અને તેમણે દા હૉન્ગ પાઓની ખેતી કરવાનો આદેશ આપી દીધો. તે પહેલાં આ ચાનું નામ બીજું કંઈક હતું, પરંતુ ચીનુના રાજા અંમેશા લાંબો ચોગો પહેરતા હતા, એવામાં જ્યારે તેમણે ખેતીનો આદેશ આપ્યો તો તેના આધારે જ ચાની પત્તીનું નામ દા હૉન્ગ પાઓ રાખી દીધું.

શું છે ખાસ વાત?

શું છે ખાસ વાત?

જણાવી દઈએ કે હૉન્ગ પાઓનો છોડવો બહુ જ દુર્લભ હોય છે. તે ગમે ત્યાં ના ઉગાડી શકાય, કેમ કે તેની દેખભાળમાં બહુ મહેનત લાગે છે. દાવો તો ત્યાં સુધી કરાય છે કે આ ચા પીવાથી શરીર કેટલીય ગંભીર બીમારીઓથી લડી શકે છે. જે કારણે તેની હિંમત હંમેશાથી વધુ જ રહી છે.

English summary
da hong pao tea is expensive than gold, china grows it
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X