For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તસવીરોમાં જુઓ કેટલી ખતરનાક હોય છે સજા-એ-મોત

|
Google Oneindia Gujarati News

કહેવાય છે ને કે ક્યારેક ને ક્યારેક દરેકના પાપીનો ધડો ભરાય છે અને ક્યારેકને ક્યારેક તમામ પાપીઓને તેના પાપની સજા પણ મળી રહે છે. આપણી કાનૂન વ્યવસ્થામાં ગંભીર અપરાધ કરનાર વ્યક્તિઓને મોતની સજા સંભળાવામાં આવે છે. જે અંતર્ગત વ્યક્તિને ત્યાં સુધી ફાંસીના ફંદા પર લટકાવી રાખવામાં આવે છે. જ્યાં સુધી તેનો દમ ધૂંટી નથી જતો અને તેની મોત નથી થઇ જતી.

જો કે દોષી વ્યક્તિઓ વિરુદ્ધ સંભળાવવામાં આવતી સજાના નિયમ-કાનૂન અને પદ્ધતિ દરેક દેશમાં અલગ અલગ હોય છે. જેની વિરુદ્ધ દુનિયાભરના માનવધિકાર સંગઠન લડી પણ રહ્યા છે. કારણ કે અમુક દેશોમાં મોતની સજાનો અંજામ ખૂબ જ ક્રૂર રીતે આપવામાં આવે છે.

ત્યારે દુનિયા ભરના દેશોમાં મોતની સજાની માટે કેવી કેવી પદ્ધતિઓ અપનાવવામાં આવે છે અને કેવી ક્રૂરતા વર્તવામાં આવે છે તે વિષે જાણો નીચેના ફોટોસ્લાઇડરમાં...

મોતનું ઇંજેક્શન

મોતનું ઇંજેક્શન

અમેરિકા, ચીન, વિયતનામમાં મોતની સજા માટે દોષીને ઝેરનું ઇજેક્શન લગાવવામાં આવે છે. આ ઇજેક્શનમાં સામાન્ય રીતે સોડિયમ પેન્ટોનાલ, પૈનકુરોનિયમ બ્રોમાઇડ અને પોટેશ્યમ ક્લોરાઇડ જેવા મુખ્ય ત્રણ રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે એક વારમાં આ રસાયણો અસર ના કરે તો મરતી વખતે વ્યક્તિને ખૂબ જ દર્દનાક પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે.

અંધાધૂન ગોળીઓ

અંધાધૂન ગોળીઓ

ઇન્ડોનેશિયા, ચીન, સાઉદી અરબ, તાઇવાન અને વિયટનામમાં મોતની સજા ખૂબજ ખતરનાક હોય છે. અહીં દોષીઓની આંખ પર કાળી પટ્ટી બાંધી તેને ફાયરિંગ સ્કોર્ડમાં ઊભો રાખવામાં આવે છે. અને તેની પર અંધાધૂધ ગોળીઓનો વરસાદ કરવામાં આવે છે.

ખુરશીમાં કરંટ

ખુરશીમાં કરંટ

અમેરિકામાં આજે પણ ખુરશી પર કરંટ આપીને મોતની સજા આપવામાં આવે છે. સજા પ્રાપ્ત કરનાર વ્યક્તિના માથાના વાળ નીકાળવામાં આવે છે. તેની ખુરશી પર બેસાડવામાં આવે છે. તે બાદ તેને એક કેપ પહેરાવામાં આવે છે. આ કેપની અંદર મીઠું અને પાણીવાળું સ્પંજ હોય છે. જેની બાદ તેમાં 500 થી 2000 વોલ્ટનો વીજ પ્રવાહ પસાર કરવામાં આવે છે. આ પ્રક્રિયા ત્યાં સુધી ચાલે છે જ્યાં સુધી વ્યક્તિ તડપી તડપીને મરી નથી જતો.

ફાંસી

ફાંસી

અફધાનિસ્તાન, બાંગ્લાદેશ, ભારત, પાકિસ્તાન, ઇરાન, ઇરાક, જાપાન, મલેશિયામાં આ રીતે મોતની સજા આપવામાં આવે છે. વળી અમુક દેશોમાં મોતની સજા આપતા પહેલા સજા આપનાર વ્યક્તિનું વજન પણ કરવામાં આવે છે. જેથી દોરયું કેવી અને કેટલું લાંબુ લેવું તે જાણી શકાય.

માથું કાપવું

માથું કાપવું

મોતનું સજા આપવાનો આ જૂનો અને જાણીતો તરીકો છે. એક માત્ર સાઉદી અરબમાં આજે પણ આ રીતે જ મોતની સજા સંભળાવવામાં આવે છે.

ખતરનાક મોત

ખતરનાક મોત

આ ઉપરાંત પથ્થર મારીને, ગેસ ચેમ્બરમાં બંધ કરીને કે ઊંચાઇથી ફેંકીને પણ મોતની સજા આપવામાં આવે છે.

English summary
Different ways to handle death sentence across the world.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X