• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શું પુરુષોને પણ "માસિક" એટલે કે પિરીયર્ડ્સ આવે છે? વધુ જાણો અહીં

By desk
|

આ ટાઇટલ વાંચીને તમે જરૂરથી ચોંકી ગયા હશો. પણ વાત સાચી છે કે પુરુષોનો પણ માસિક કાળ હોય છે. જેને અંગ્રેજીમાં "મેન પિરીયર્ડ્સ" કહેવાય છે. જો કે તેમનો આ માસિક કાળ સ્ત્રીઓથી માસિકથી બિલકુલ અલગ હોય છે. સ્ત્રીઓની જેમ તેમને રક્તસ્ત્રાવ નથી થતો પણ હા મહિલાઓની જેમ જ તેમને મહિનાના કેટલાક ખાસ દિવસ દરમિયાન "મૂડ સ્વીંગ્સ" રહે છે.

Read: આ સંકેતો કહી દેશે કે તે ખાલી તમારો ઉપયોગ કરે છે

જેની પાછળ જવાબદાર કારણ પુરુષોમાં રહેલ ટેસ્ટોસ્ટેરોન. અને તેને વિજ્ઞાનની ભાષામાં ઇરીટેબલ મેલ સિન્ડ્રોમ કહેવાય છે. ત્યારે શું છે આ પુરુષોનો માસિક અને પુરુષો આ દિવસો દરમિયાન કેવી રીતનું વર્તન કરે છે. તે વિષે વધુ જાણો અહીં. કદાચ આ વાંચીને તમે તમારી પોતાની જાતને થોડું વધુ સારી રીતે સમજી શકશો....

શું થાય છે પુરુષોને પુરુષોના માસિક વખતે?

શું થાય છે પુરુષોને પુરુષોના માસિક વખતે?

શું તમે કદી અનુભવ્યું છે કે મહિનાના કેટલાક દિવસો દરમિયાન તમે વધુ પડતો તનાવ, ડિપ્રેશન કે પછી વધુ પડતા ખુશ હોવ છો. એટલે કે કોઇ એક એક્સટ્રીમ પર હોવ છો તે પણ કોઇ કારણ વગર. તમારી જોડે ગુસ્સો કરવાનો કે મૂડમાં હોવાનું કોઇ ખાસ કારણ નથી હોતું. આ છે તમારો માસિક પિરીયર્ડ

સર્વે શું કહે છે.

સર્વે શું કહે છે.

એક સર્વે મુજબ મહિલાઓએ પણ આ વાત સ્વીકારી કે તેમના પાર્ટનર પુરુષો મહિનાના કેટલાક ખાસ દિવસો ભાવનાત્મક રીતે અજીબ રીતે વર્તન કરી રહ્યા હતા. અને તેમના માસિક કાળ જેવા જ મૂડ સ્વીંગ્સ તેમના પુરુષ પાર્ટનરમાં તેમણે જોયા હતા.

ઉંમર મુજબ

ઉંમર મુજબ

જાણકારોના જણાવ્યા મુજબ ખાસ કરીને પુરુષો તેમના ટીનએજ અને મધ્ય ઉંમર દરમિયાન મહિનાના કેટલાક દિવસોમાં આવો સમય વધારે અનુભવતા હતા.

વિજ્ઞાન શું કહે છે?

વિજ્ઞાન શું કહે છે?

જાણકારો આ માટે પુરુષોમાં રહેલ હોર્મોન્સ ટેસ્ટોસ્ટેરોન જવાબદાર ગણે છે. પુરુષોના માસિક પાછળ ટેસ્ટોસ્ટેરોન મહત્વનો ભાગ ભજવે છે. તેની વુદ્ધિ કે પછી અછત પુરુષોને આવી રીતના મૂડ સ્વીંગ્સ આપે છે. જેમની પર તેમનો પોતાનો કંટ્રોલ નથી હોતો.

ત્યારે તમારે શું કરવું?

ત્યારે તમારે શું કરવું?

ત્યારે આવા સમયે એક મહિલા તરીકે તમારે તમારા પુરુષોની ભાવનાને સમજીને તેને ભાવનાત્મક સપોર્ટ અને તમારા તરફ શાંતિ જાળવવી જરૂરી બની જાય છે. અને હા થોડો પ્રેમ અને હૂંફ તેને આ બદલાવમાં મદદરૂપ થઇ શકે છે.

પુરુષ માસિક

પુરુષ માસિક

તો હવે પુરુષ તરીકે તમને લાગે કે તમે કારણ વગરનો ગુસ્સો કરી રહ્યા છો તો બની શકે કે તમે તમારા પુરુષ માસિક કાળમાં છો! તો જસ્ટ ચીલ કારણ કે આ ટેસ્ટોસ્ટેરોનની "માયા" છે. અને થોડા સમયમાં તે પણ જતી રહેશે.

English summary
Is your man a peaceful and a stable guy on almost all days except a few days of the month? Does he suddenly get upset for even small things during those days? Does he feel tired and lazy? Does he feel sensitive during those days?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X