For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જો તમે આ રમત રમો છો, તો તમે મરી પણ શકો છો!

|
Google Oneindia Gujarati News

કહેવાય છે ને જીવન એક રમત છે જો કોઇ પાસો ખોટા પડી જાય તો ઊલમાંથી ચૂલમાં પડી શકાય છે. હાલમાં એક ક્રિકેટરની રમતના મેદાનમાં બોલ વાગવાથી મોત થઇ ગઇ. ક્રિકેટ જેવી સેફ રમત કોઇના પ્રાણ પણ લઇ શકે તે સમાચાર માત્ર થી જ ભારે હોહાપો થયો હતો.

પણ દુનિયામાં કેટલીક રમતો એવી પણ છે જ્યાં લોકોને ખબર છે પળે પળે તેમને મોત સાથે લડવું પડશે તેમ છતાં તે આવી રમતોમાં ભાગ લે છે અને પોતાના નસીબને અજમાવતા રહે છે.

આ લોકો માટે આવી રમતો એક રિસ્ક અને જનૂન જેવી હોય છે. ત્યારે આજે અમે તમને દુનિયાની કેટલીક આવી જ રમતો વિષે જણાવીશું જેમાં રિસ્ક ભરપૂર છે. અને બધુ જાણવા છતાં લોકો દરવખતે મોત પર જીત મેળવવાનો પ્રયાસ કરતા રહે છે. ત્યારે જાણો આ રમતો વિષે આ ફોટોસ્લાઇડરમાં...

સાંઢ સાથે દોડ

સાંઢ સાથે દોડ

આ મેક્સિકન રમતમાં એક બંધ વાડામાં એક ખૂંખાર સાંઢને છૂટો મૂકવામાં આવે છે. અને અનેક લોકો તેની આજબાજુ ફરતા હોય છે જે તેને ઉશ્કેરે છે. આ રમતમાં અનેક વાર ખેલાડીઓ સાથે દર્શકો પણ પોતાના પ્રાણ ગુમાવી ચૂક્યા છે.

સ્કાઇ ડાઇવિંગ

સ્કાઇ ડાઇવિંગ

અનેક લોકોને સ્કાઇ ડાઇવિંગ પસંદ હોય છે. તે તેમને હવામાં ઉડતા કોઇ પક્ષી જેવો આભાસ કરાવે છે. પણ આટલી ઊંચાઇથી જમીન પર આવવું અનેક વાર ખતરનાક હોય છે. અને તેનું બની પણ શકે કે તે તમારા જીવનનો છેલ્લો કૂદકો હોય.

સર્ફિંગ

સર્ફિંગ

સમુદ્ર પર સર્ફિંગ કરવું કોને ના ગમે. સમુદ્રની લહેરો પર સવાર થવું કોને ના ગમે પણ ધણીવાર શાર્કની ઝપેટમાં કે પછી કાતિલ લહેરોની ઝપેટમાં પણ તમે આ જ સર્ફિંગ દ્વારા આવી શકો છો.

મોતનો ખેલ

મોતનો ખેલ

બે પહાડો કે બે ઊંચી ઇમારતો પર પાતળી દોરી અને એક પાતળી લાકડી સાથે ચાલવાનું જેમાં એક ભૂલ તમને હજારો ફીટની ઊંચાઇથી નીચે પાડી શકે છે.

ક્રીઇંગ

ક્રીઇંગ

એક નાનકડી નાવમાં પાણીના તેજ પ્રવાહની વિરુદ્ધ ઊંચા પહાડામાં આવેલી નદીઓ પર તમારે આમાં સવારી કરવાની હોય છે. જે ખૂબ જ ખતરનાક છે.

ડાયવિંગ

ડાયવિંગ

સમુદ્રના તળ સુધી જવું. આ રમત પણ ખૂબ જ ખતરનાક છે કારણ કે જો કંઇ પણ અયોગ્ય થયું અને તમે યોગ્ય સમય સુધીમાં પાણીની સપાટી પર પરત ના ફર્યા તો આ જ પાણી તમારા પ્રાણ લઇ લેશે.

બરફ પર સ્કિંઇંગ

બરફ પર સ્કિંઇંગ

સફેદ હિમાચ્છિદ પર્વતો પર ફૂલ સ્પીડે સ્કિંઇંગ કરવું કોને ના ગમે પણ ધણીવાર આ સુંદર લાગતા બરફના પહાડો તમારા માટે મોતનો સામાન બની શકે છે.

બોક્સિંગ

બોક્સિંગ

દેખાવમાં આ રમત એટલી ખતરનાક નથી લાગતી પણ એક ગલત નિશાન તમને મોતના દરવાજો પહોંચાડી શકે છે.

ફૂટબોલ

ફૂટબોલ

ફૂટબોલમાં કોઇ પણ ખેલાડી અન્ય ખેલાડીને લાત મારી બોલને ગોલ સુધી પહોંચાડવા સક્ષણ છે. ત્યારે તમારી પર કોઇ પણ ક્ષણે તેવો ખતરનાક હુમલો થઇ શકે છે જેનાથી તમે ફરી કદી ઊભા નહીં થાવ.

English summary
Here we are presenting the list of extreme sports around the globe. This extreme sports list includes some of the rare and most deadly sports found to be played in specific places in the world.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X