આશ્ચર્ય: સમોસા અને કેચઅપ પર પ્રતિબંધ?

Posted By:
Subscribe to Oneindia News

પાછલા લાંબા સમયથી તમે ભારતમાં કઇ કઇ વસ્તુઓ પર પ્રતિબંધ છે, તે સાંભળ્યુ જ હશે. પરંતુ તમને કદાચ અંદાજ પણ નહીં હોય કે વિશ્વના અનેક દેશોમાં સમોસા અને કેચઅપ જેવી વસ્તુઓ પર પણ પ્રતિબંધ છે. જી હા, સાંભળવામાં થોડું વિચિત્ર છે, પણ આ સત્ય છે.

કેટલાક સ્થળો પર તો માતાપિતા પર પોતાના બાળકોના નામ સીલેક્ટેડ નામોની યાદીમાંથી જ રાખવા તેવા મર્યાદીત કરી દેવામાં આવ્યા છે. જો અન્ય કોઇ નામની પસંદગી કરવી હોય તો તેના માટે પરવાનગી લેવાની જરૂરિયાત પડે છે. ત્યારે આજે વનઇન્ડિયા કેટલાક દેશોમાં કઇ વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, તે અંગે વાત કરી રહ્યું છે. આ વસ્તુઓ પર પ્રતિબંધ શા માટે મૂકવામાં આવ્યો છે, તેની પણ રસપ્રદ વાત અહીં કરવામાં આવી છે.

 

નીચેની સ્લાઇડસમાં જાણો એવા જ કેટલાક અજબ ગજબ પ્રતિબંધ અને તેના કારણો અંગે.

ચ્યુઇંગમ, સિંગાપોર
  

ચ્યુઇંગમ, સિંગાપોર

સિંગોપોરમાં લગભગ 20 વર્ષ પહેલા ચ્યુઇંગમ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. કારણ કે લોકો ચ્યુઇંગમ ખાઇને જ્યાં ત્યાં થૂંકી દેતા હતા જેના કારણે સફાઇ કામમાં સમસ્યાઓ ઉભી થતી હતી.

વિડીયો ગેમ્સ, ગ્રીસ
  

વિડીયો ગેમ્સ, ગ્રીસ

ગ્રીસમાં દરેક પ્રકારની વિડીયો ગેમ્સને ગેરકાયદે માનવામાં આવે છે. ગ્રીસમાં વર્ષ 2002માં વિડીયો ગેમ્સ સહિત દરેક પ્રકારની ઇલેક્ટ્રોનીક ગેમ્સને પ્રતિબંધીત કરી દેવામાં આવી હતી.

લીપ સીંક, તુર્કેમિનીસ્તાન
  
 

લીપ સીંક, તુર્કેમિનીસ્તાન

તુર્કેમિનીસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સપારામુરાત નિયાજોવે દેશની સંસ્કૃતિને બચાવવાના નામ પર લીપ સીંક પર પ્રતિબંધ મૂકી દીધો હતો. આ સાથે જ ઓપેરા અને બેલે ડાન્સને પણ જરૂરિયાત વગરનો સમજીને પ્રતિબંધ લગાવી દીધો હતો.

બૌદ્ધગુરૂના પુર્નજન્મ પર પ્રતિબંધ
  

બૌદ્ધગુરૂના પુર્નજન્મ પર પ્રતિબંધ

સાંભળીને હેરાન થઇ જશો પણ સત્ય છેકે ચીને વર્ષ 2004માં બૌદ્ધ ભિક્ષુઓના પુર્નજન્મની વાતને સરકારી મંજૂરી વગર ગેરકાયદે ગણાવીને તેના પર પ્રતિબંધ લગાવી દીધો છે.

પુરૂષો માટે નો પોની ટેલ, ઈરાન
  

પુરૂષો માટે નો પોની ટેલ, ઈરાન

વર્ષ 2010માં ઇરાનની સરકાર તરફથી વધુ એક લીસ્ટ જાહેર કરવામાં આવ્યું. આ લીસ્ટમાં પુરૂષોએ કેવા પ્રકારની હેરસ્ટાઇલ રાખવી તે અંગે જણાવવામાં આવ્યું છે. આ લીસ્ટમાં પુરૂષો માટે પોની ટેલને પ્રતિબંધીત કરી દેવામાં આવી છે.

બ્લુ જીન્સ, નોર્થ કોરિયા
  

બ્લુ જીન્સ, નોર્થ કોરિયા

નોર્થ કોરિયાના નેતાઓનું માનવુ છેકે બ્લુ જીન્સ તેમને અમેરિકાની યાદ અપાવે છે. તે કારણથી દેશમાં બ્લુ જીન્સ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

એક ગ્લાસથી વધુ વાઇન પર પ્રતિબંધ
  

એક ગ્લાસથી વધુ વાઇન પર પ્રતિબંધ

બોલિવિયામાં પરણેલી મહિલાઓ એક ગ્લાસથી વધુ વાઇન નથી પી શક્તી. ત્યાં એવી માન્યતા છેકે જો પરણેલી મહિલાઓ એક ગ્લાસથી વધુ વાઇન લેશે તો તેમના પતિ સાથે તેમના છુટાછેડા થઇ જશે.

નો કેચ અપ, ફ્રાંસ
  

નો કેચ અપ, ફ્રાંસ

ફ્રાંસમાં માનવામાં આવે છેકે કેચઅપ કોઇ પણ ડીશની ફ્લેવર નષ્ટ કરી દે છે. ફ્રાંસમાં કેચઅપને દેશની સંસ્કૃતિ માટે ખતરા સમાન માનવામાં આવે છે જેથી કેચઅપ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

નો સમોસા, સોમાલિયા
  

નો સમોસા, સોમાલિયા

સોમાલિયામાં સમોસાને ક્રિશ્ચિયન ધર્મનું પ્રતિક માનવામાં આવે છે. સોમાલિયામાં સમોસાને આક્રમક્તાનું પ્રતિક માનવામાં આવે છે, તેથી તેને પ્રતિબંધિત કરવામાં આવ્યા છે.

ડેનમાર્કમાં બાળકોના નામ
  

ડેનમાર્કમાં બાળકોના નામ

જો તમારૂં બાળક ડેનમાર્કમાં જન્મ લેશે તો તેનું નામ તમારે માત્ર 24000 નામોની યાદીમાંથી જ રાખવુ પડશે. જો તે સિવાય અન્ય કોઇ નામ તમારે તમારા બાળક માટે રાખવુ હશે તો તમારે સરકારની મંજૂરી લેવી પડશે.

English summary
Do you know about these 10 strange bans. You might be surprised but Samosa has been banned in Somalia.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.