ડોક્ટરોએ એક વ્યક્તિના પેટમાંથી 8 ચમચી, 2 સ્ક્રુડ્રાઇવર, 2 ટૂથબ્રશ અને 1 છરી કાઢી
હિમાચલ પ્રદેશના મંડીથી એકદમ અનોખી અને ભયાનક ઘટના સામે આવી છે. અહીં એક 35 વર્ષીય માણસના પેટમાંથી ડોક્ટરોએ ઓપરેશન દ્વારા 8 ચમચી, 2 સ્ક્રુડ્રાઇવર, 2 ટૂથબ્રશ અને 1 છરી કાઢી હતી. તે માણસને હૉસ્પિટલમાં ત્યારે દાખલ કરવામાં આવ્યો હતો જ્યારે તેને ખબર પડી કે તેના શરીરમાં કંઈક વસ્તુ છે અને તે બહાર આવી રહી હતી. મંડીના શ્રી લાલ બહાદુર શાસ્ત્રી સરકારી મેડિકલ કોલેજમાં આ માણસની સારવાર કરવામાં આવી.
|
ખબર પડી કે પેટમાં કોઈ મેટલ છે, તો ઓપરેશન શરૂ કર્યું
આ માણસનું ઓપરેશન કરનાર ડૉ. નિખિલએ સમાચાર એજન્સી ANI ને કહ્યું કે જેવું જ અમને લાગ્યું કે પેટમાં કોઈ મેટલ છે, કે તરત જ અમારી ટીમએ ઓપરેશનની તૈયારી શરૂ કરી દીધી. અમે એ જોઈને આશ્ચર્ય પામ્યા કે તેના પેટમાં 8 ચમચી, 2 સ્ક્રુડ્રાઇવર, 2 ટૂથબ્રશ અને 1 છરી હતી. આ બધી વસ્તુઓને તેના પેટમાંથી બહાર કાઢી લેવામાં આવી છે અને હવે તે સારો છે.

માનસિક રીતે બીમાર છે માણસ
ડૉ. નિખિલે કહ્યું કે આ વ્યક્તિ માનસિક રીતે બીમાર લાગે છે કારણ કે કોઈ સામાન્ય માણસ ક્યારેય આવી વસ્તુઓ ખાય નહીં. આ એક અનોખો કેસ છે. માણસોના પેટમાંથી વિચિત્ર વસ્તુઓ નીકળવાનો આ કોઈ પહેલો કેસ નથી, પરંતુ પહેલા પણ આવા અનેક કેસ આવ્યા છે.

મહિલાના પેટમાંથી નીકળી એવી વસ્તુ કે લોકો આશ્ચર્યચકિત થઇ ગયા
આ મહિને મધ્યપ્રદેશના ઇન્દોરથી એક સમાચાર આવ્યા હતા. અહીં લાંબા સમયથી પીડાની ફરિયાદ લઈને પહોંચેલી મહિલાના પેટમાંથી ડોક્ટરોએ બાઈકનું હેન્ડલ કાઢ્યું હતું. જાણવા મળ્યું હતું કે પતિ અને પત્ની વચ્ચેના વિવાદમાં, તેના પતિએ તેની પત્નીના પેટમાં બાઈકનું હેન્ડલ નાખી દીધું હતું. મહિલા તેની પીડા ઘણા મહિનાથી સહન કરી રહી હતી. આ કેસમાં મહિલાના પતિની ધરપકડ કરવામાં આવી છે.