For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: માલિકનું મૃત્યુ થયું ત્યાં 80 દિવસ સુધી બેસી રહ્યો કુતરો

Video: માલિકનું મૃત્યુ થયું ત્યાં 80 દિવસથી બેસી રહ્યો કુતરો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પ્રાણીઓની પોતાના માલિક માટે વફાદારીના કેટલાય કિસ્સા સાંભળ્યા પણ હશે અને જોયા પણ હશે. એમાં પણ કુતરાને લઈને એવા કેટલાય કિસ્સા છે, જ્યારે જાનવરે પોતાના માલિક માટે ખુદનો જીવ જોખમમાં નાખી દીધો હોય. પરંતુ ચીનના આ કુતરાની કહાણી માત્ર ચીનમાં જ નહિ બલકે દુનિયાભરમાં હજારો લોકોને ભાવુક કરી રહી છે. આ કુતરો છેલ્લા 3 મહિનાથી રસ્તા પર એ જગ્યાએ બેસીને પોતાના માલિકની રાહ જોઈ રહ્યો છે, જ્યાં એક દુર્ઘટનામાં તેના માલિક મૃત્યુ પામ્યા હતા.

21 ઓગસ્ટે મૃત્યુ થયું હતું

21 ઓગસ્ટે મૃત્યુ થયું હતું

ચાઈના પિયર વીડિયો વેબસાઈટે આ વીડિયો શેર કર્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે 21 ઓગસ્ટે એક કાર દુર્ઘટનામાં તેના માલિકનું મૃત્યુ થયું હતું. ત્યારથી લઈને આ કુતરો અકસ્માત સ્થળે પોતાના માલિકના ઈંતેજારમાં બેઠો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે અને તેને જોઈ લોકો પણ ભાવુક થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને લાખો લોકો જોઈ ચૂક્યા છે.

કોઈના આપવા પર કંઈ નથી ખાતો આ ડોગી

કેટલાય લોકો રસ્તા પર ઉભા રહીને આ કુતરાને કંઈકને કંઈક ખવડાવવાની કોશિશ કરે છે અને પાસે બોલાવે છે તો પહેલા તો તે નજીક આવે છે પણ પછી ફરી દૂર જતો રહે છે. 10 નવેમ્બરે કોઈએ તેનો વીડિયો બનાવ્યો હતો.જે બાદ તે વાયરલ થઈ ગયો. વીડિયો સામે આવ્યા બાદ લોકોએ પ્રાણીઓ માટે કામ કરતી સંસ્થાઓને આ કુતરાને સંરક્ષણ આપવાની વાત કહી છે, લોકોએ ડર વ્યક્ત કર્યો છે કે રસ્તા પર ફરતી વખતે દુર્ઘટનામાં ક્યાંક તેનો અકસ્માત ન થઈ જાય.

હોસ્પિટલની સામે બેસીને માલિકનો ઈંતેજાર કર્યો

હોસ્પિટલની સામે બેસીને માલિકનો ઈંતેજાર કર્યો

કુતરાની પોતાના માલિક માટે આવી જ વફાદારીનો એક કિસ્સો કેટલાક મહિના પહેલા બ્રાઝિલના આઓલોમાં પણ સામે આવ્યો હતો. એક ઘટનામાં ઘાયલ થયા બાદ જ્યારે ડોગીના માલિકને હોસ્પિટલે ખસેડવામાં આવ્યો તો કુતરો તેની પાછળ પાછળ હોસ્પિટલના દરવાજા પર આવીને બેસી ગયો. અહીં તેના માલિકનું મૃત્યુ થઈ ગયું પરંતુ કુતરો મહિનાઓ સુધી હોસ્પિટલે બેઠો રહ્યો હતો.

આ બે આંગળીઓની લંબાઈ પરથી જાણો તમારી સેક્સ્યુઅલ લાઈફ

English summary
Dog Waiting On The Road for 80 days Where Owner Died
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X