
Earth Largest Rats: ખચ્ચર જેવડા અને 453 કિલોના હતા ઉંદરો, જાણો આ પ્રજાતિની ખાસ વાતો
Earth Largest Rats: અત્યારે પૃથ્વી પર 28 ગ્રામથી લઈને 80 કિલોગ્રામ સુધીના ઉંદરો જોવા મળે છે. જેમને અગલ અગલ પ્રજાતિઓના છે, પરંતુ એક સમય હતો, જ્યારે ઉંદરોનું કદ ખચ્ચર જેટલું હતું. તેમનું વજન 453 કિલો હતું. આ વાત એક નવા અભ્યાસમાં સામે આવી છે. ભૂતકાળના સમયમાં, જ્યારે ઉંદરોનું વજન 907 કિલો જેટલું હતું. એટલે કે મોટા બળદના વજન જેટલું હતું.
એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, આવા માત્ર એક જ અવશેષ મળી આવ્યા છે, પરંતુ પ્રાચીન સમયમાં, ઉંદરોનું કદ સામાન્ય રીતે ખચ્ચર જેટલું હતું. જેનું વજન લગભગ 453 કિલો હતું. આજે સૌથી મોટો ઉંદર કેપીબારા છે. તેનું વજન 80 કિલો સુધી પહોંચી શકે છે. તે ઉંદરો અને હિપ્પોપોટેમસનું મિશ્રણ હોવાનું જણાય છે.

453 કિલો ફોબેમીસ પેટરસોની તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે
પુરાતત્વવિદોએ અગાઉ બાઇસનના વજન અને કદના સમાન ઉંદરના અવશેષો શોધી કાઢ્યા હતા. તેનું વજન લગભગ 907 કિલો હતું. તેનુંનામ જોસેફોઆર્ટિગેસિયા મોનેસી રાખવામાં આવ્યું હતું, પરંતુ તાજેતરના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, આટલા મોટા ઉંદરો ન હતા.
આએક દુર્લભ કિસ્સો હતો. પ્રાચીન સમયમાં ઉંદરો સામાન્ય રીતે ખચ્ચર સમાન હતા. 453 કિલો ફોબેમીસ પેટરસોની તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

આ બાબતે સતત તપાસ ચાલી રહી છે
કેસ વેસ્ટર્ન રિઝર્વ યુનિવર્સિટીના પેલિયોન્ટોલોજિસ્ટ રસેલ એન્જેલમેન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, લોકો અગાઉ કહેતા હતા કે, ઉંદરનુંકદ બાઇસન જેટલું છે, પરંતુ તેને માપવાની કોઈ રીત નથી.જોકે આ બાબતે સતત તપાસ ચાલી રહી છે, પરંતુ તેમનું ચોક્કસ કદ અનેવજન શોધવું મુશ્કેલ છે.
તેથી રસેલ એક નવી પદ્ધતિ લઈને આવ્યા છે.રોયલ સોસાયટી ઓપન સાયન્સ જર્નલમાં પ્રકાશિત અહેવાલનાઆધારે ન્યૂયોર્ક ટાઈમ્સે આ સમાચાર પ્રકાશિત કર્યા છે.

ભેજવાળી જમીનમાં ફરતા જોવા મળતા હતા આ ઉંદરો
રસેલની નવી પદ્ધતિથી માપન કર્યા પછી, રસેલ એન્જેલમેને ફોબ્રોમીસ, જોસેફોઆર્ટિગેસિયા અને અન્ય પ્રાચીન ઉંદરોના કદની ગણતરી કરીહતી.
જે બાદ ખબર પડી કે તેમની સાઈઝ ખરેખર ઓછી હતી. વજન પણ ઓછું હતું, પરંતુ આ ઉંદરોની વર્તમાન પ્રજાતિઓ કરતાં ઘણીમોટી હતી. આ ઉંદરો હાલના સસ્તન પ્રાણીઓ કરતા મોટા હતા.
બે થી આઠ મિલિયન વર્ષો પહેલા, આ ઉંદરો દક્ષિણ અમેરિકાના ભેજવાળીજમીનમાં ફરતા જોવા મળતા હતા.

શિકારી પક્ષીઓ અને તીક્ષ્ણ દાંતવાળા મર્સુપિયલ્સથી બચી શક્યા
જોસેફોઆર્ટિગેસિયાની ખોપરી 2008 માં રિપબ્લિક યુનિવર્સિટી ઓફ ઉરુગ્વેના પેલિયોન્ટોલોજિસ્ટ અર્નેસ્ટો બ્લેન્કોએ શોધી કાઢી હતી.
આઉંદરોના જડબા હાલના વાઘ કરતા ત્રણ ગણા વધુ શક્તિશાળી હતા. એટલે કે દાંત નીચે પથરીને તોડીને પાવડર બનાવી શકવાનીતેમનામાં ક્ષમતા હતી.
તે કદાચ તેમના જડબાની તાકાતને આભારી હતું કે, તેઓ શિકારી પક્ષીઓ અને તીક્ષ્ણ દાંતવાળા મર્સુપિયલ્સથી બચીશક્યા હતા.

ફોબ્રોમીસના જાડા હાડકાં સાથે કોઈ સામ્યતા નથી
પ્રાચીન સમયમાં મોટા ઉંદરોના આંકડાઓનો અંદાજ કાઢવો ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે તેમના અવશેષો જલ્દી મળતા નથી.
જોસેફોઆર્ટિગેસિયાની માત્ર એક જ ખોપરી અત્યાર સુધી મળી આવી છે. આવા સમયે, ફોબ્રોમિસના પગના હાડકાં મળી આવ્યા છે.
જોઅવશેષો સાચા ન મળે, તો પુરાતત્વવિદો આધુનિક સમાન જીવોની આંતરિક રચનાના આધારે આ જીવોનો અભ્યાસ કરે છે, પરંતુ હાલનાઉંદરોમાં જોસ્ફોઆર્ટિગેસિયાની ખોપરી અથવા ફોબ્રોમીસના જાડા હાડકાં સાથે કોઈ સામ્યતા નથી.
કેપીબારાનું શરીર અને આંતરિક અવયવોજ્યારે પ્રાચીન ઉંદરોના આકારમાં ઘડવામાં આવ્યા હતા, ત્યારે પણ તેઓ મળતા આવતા ન હતા.

તેમનું મગજ ખૂબ મોટું માનવામાં આવશે
રસેલ એન્જેલમેનના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, આ અગાઉ જે અભ્યાસ કરવામાં આવ્યો હતો, તેના કરતા અડધા કદના ઉંદર મળીઆવ્યા હતા.
આજના ઉંદરોનું મગજ નાનું છે, તે સમયના મોટા ઉંદરોનું મગજ નાનું ન હોય શકે. જો ઉંદરનું વજન ખરેખર 453 કિલો હતું,તો તેમનું મગજ ખૂબ મોટું માનવામાં આવશે.