
હાથી બન્યો ફાયર બ્રિગેડિયર : નદીમાં ડુબતા યુવકને બચાવ્યો, જુઓ વીડિયો
આ એક સપના સમાન છે કે, જ્યારે તમે નદીમાં તણાઇ રહ્યા હોય અને તમને બચાવવા માટે હાથીનું બચ્ચુ એટલે કે મદનીયું તમારી વહારે આવે. આવો જ એક કિસ્સો થઇલેન્ડમાં બન્યો છે.
થાઇલેન્ડમાં સેવ એલિફન્ટ ફાઉન્ડેશને ફાઉન્ડેશનના સહ-સ્થાપક થોમસન નદીમાં તણાઇ રહ્યો હતો, આ દરમિયાન તેના પ્રિય હાથીઓમાંથી એક ખામ લા નામના મદનીયાએ તેને નદીમાં તળાઇ જતા બચાવ્યો અને આ સાથે સાથે તેને નદીમાં તણાઇ જવાથી બચવામાં મદદ મળે તે માટે પોતાની સુંઢ પણ પકડવા માટે આપી હતી.

થોમસને 2015માં ખામ લાને બચાવ્યો
ઉલ્લેખનીય છે કે, ચિયાંગ માઇ સેવ એલિફન્ટ ફાઉન્ડેશન એલિફન્ટ નેચર પાર્કનું સંચાલન કરે છે. સ્ટાફે આ ઘટના અંગે જણાવ્યું હતું કે,થોમસને 2015માં ખામ લા અને તેની માતા બાઈ તેયોને બચાવવામાં મદદ કરી હતી.

થોમસને માનસિક પિડા માંથી સાજા કરવા માટે તેની સાથે સમય પસાર કર્યો
અંગે વધુમાં વાત કરતા સ્ટાફે જણાવ્યું હતું કે, તેણે ખામ લાને બચાવ્યો ત્યારથી, તેણે તેને માનસિક પિડા માંથી સાજા કરવા માટે સમયપસાર કર્યો અને તેના પ્રત્યે પ્રેમ દર્શાવ્યો હતો. આ તેના લાંબા સમય પછી તેમના વચ્ચે એક મજબૂત લાગણીનું બંધન બની ગયું છે, અનેતેને ખામ લાને ટોળાનો ભાગ બનવા માટે સ્વીકાર્યું હતું.

અત્યાર સુધીમાં ફાઉન્ડેશને 70 થી વધુ હાથીઓને બચાવ્યા
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં ફાઉન્ડેશને 70 થી વધુ હાથીઓને બચાવ્યા છે, જેમાંથી મોટા ભાગના વૃદ્ધ અથવા શારીરિક રીતે ઇજાગ્રસ્તકરાયેલી હાલતમાં મળી આવ્યા છે. તેઓ હાથીઓને મુક્તપણે ફરવા દે છે અને એકબીજાની વચ્ચે બોન્ડ બનાવે છે.
|
પ્રેમ આપશો તો પ્રેમ મળશે
સ્ટાફે જણાવ્યું હતું કે, અમારુ મિશન એકદમ સરળ છે. અમે માનીએ છીએ કે, જો આપણે પ્રાણીઓ સાથે પ્રેમથી વર્તીએ, તો પ્રાણી પણઆપણને પ્રેમથી વળતર આપશે.