• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

10 વર્ષથી ખાતો હતો લોખંડ, પેટમાંથી નીકળી 122 ખીલી, પિન, ટૂથપિક, ગ્લાસના ટુકડા

|
Google Oneindia Gujarati News

ઈથોપિયામાં ડૉક્ટરોએ એક દર્દીનું ઓપરેશન કરીને તેના પેટમાંથી સો થી વધુ લોખંડની ખીલીઓ કાઢી છે. રાજધાની એડિસ અબાબાની એક હોસ્પિટલમાં આ ઓપરેશન બાદ ડૉક્ટર પણ ચોંકી ગયા છે. સેન્ટ પીટર હોસ્પિટલના સર્જન ડેવિડ ટાયરે આ ઓપરેશન કર્યુ છે. ડૉક્ટરનું કહેવુ છે કે તેમણે પોતાના જીવનામાં પહેલી વાર આવો કેસ જોયો છે.

આ પણ વાંચોઃ ગુરુગ્રામઃ જજના પુત્રનું ઈલાજ દરમિયાન મોત, દાન કર્યા પુત્રના અંગ, ગનરે મારી હતી ગોળીઆ પણ વાંચોઃ ગુરુગ્રામઃ જજના પુત્રનું ઈલાજ દરમિયાન મોત, દાન કર્યા પુત્રના અંગ, ગનરે મારી હતી ગોળી

પેટમાં જમા હતુ આટલુ લોખંડ

પેટમાં જમા હતુ આટલુ લોખંડ

ડેવિટનું કહેવુ છે કે 33 વર્ષના આ દર્દીના પેટમાંથી 10 સેમીની 122 ખીલી, ચાર પિન, એક ટૂથપિક અને ગ્લાસના કેટલાક ટુકડા મળ્યા છે. ડૉક્ટરનું કહેવુ છે કે આ વ્યક્તિ માનસિક રીતે ફિટ નથી. તેને એક વિચિત્ર બિમારી છે કે તો લોખંડની વસ્તુઓ ખાય છે.

10 વર્ષથી ખાઈ રહ્યો છે ખીલીઓ

10 વર્ષથી ખાઈ રહ્યો છે ખીલીઓ

ડૉક્ટરનું કહેવુ છે કે છેલ્લા 10 વર્ષોથી આ વ્યક્તિ આ બિમારીથી ઝઝૂમી રહ્યો છે અને લોખંડની વસ્તુઓ ખાઈ રહ્યો છે કે જે તેના પેટમાં જમા થતી ગઈ. તેમણે જણાવ્યુ કે બે વર્ષ પહેલા દર્દીએ દવા લેવાનું બંધ કરી દીધુ જેના કારણે તે લોખંડની વધુ વસ્તુઓ ખાવા લાગ્યો.

અઢી કલાક સુધી ચાલ્યુ ઓપરેશન

અઢી કલાક સુધી ચાલ્યુ ઓપરેશન

ડૉક્ટરે જણાવ્યુ કે ઓપરેશન અઢી કલાક સુધી ચાલ્યુ ત્યારબાદ સફળતાપૂર્વક તેના પેટમાંથી આ બધી વસ્તુઓ કાઢી નાખવામાં આવી. તેમણે જણાવ્યુ કે આના કારણે તેને ઘણી ગંભીર બિમારીઓ ઘેરી શકે છે. દર્દીના નજીકના લોકોના જણાવ્યા મુજબ તે પાણી સાથે લોખંડની વસ્તુઓ ગળી જતો હતો.

આ પણ વાંચોઃ ત્રિપુરામાં મોટો રોડ અકસ્માત, 29 જવાન ઘાયલ, બે ની હાલત ગંભીરઆ પણ વાંચોઃ ત્રિપુરામાં મોટો રોડ અકસ્માત, 29 જવાન ઘાયલ, બે ની હાલત ગંભીર

English summary
Ethiopia Doctors remove 122 nails from man stomach
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X