For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં રહેતી સિંગલ વૂમન સાથે જોડાયેલી કેટલીક ચોંકવનારી વાતો

|
Google Oneindia Gujarati News

જો તમે તેમ વિચારતા હોવ કે પુરુષોની મદદ વગર સ્ત્રીઓ કંઇ કરી નથી શકતી, તો તમારું આવું વિચારવું છે બિલકુલ અયોગ્ય. અને આ વાતનો ઠોસ આધાર છે આ આંકડા. ભારતમાં હવે સિંગલ વૂમનની સંખ્યા વધીને થઇ ગઇ છે 7.14 કરોડ. એટલું જ નહીં પાછલા 10 વર્ષોમાં આ સંખ્યામાં 35 ટકાનો વધારો થયો છે.

પુરુષોથી જોડાયેલી આ રસપ્રદ 15 વાતોથી પુરુષો છે અજાણ

ઇન્ડિયા સ્પેન્ડની રિપોર્ટમાં ભારત અને તેના કેટલાક મહત્વપૂર્ણ રાજ્યમાં સિંગલ વૂમન અંગે કેટલાક ચોંકવનારી માહિતી પ્રાપ્ત થઇ છે. જેમાં તેવી મહિલાઓ વિષે જાણકારી મેળવવામાં આવી છે જે વિધવા છે કે પછી જેમણે લગ્ન નથી કર્યા કે પછી તેમના જેમના તલાક થયા છે કે પછી પતિ દ્વારા તરછોડવામાં આવી છે.

જાણો: અંતરીક્ષ અંગે કેટલાક રોચક તથ્યો

નોંધનીય છે કે ભારતની આબાદીમાંથી 12 ટકા મહિલાઓ સિંગલ વૂમન છે. સિંગલ મહિલાઓમાંથી સૌથી વધુ મહિલાઓ 25-29 વર્ષની આયુ ધરાવે છે. તેમાંથી 23 ટકા મહિલાઓની ઉંમર 20 થી 24 વર્ષની છે. ત્યારે કંઇક આવા વધુ તથ્યો જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

1.23 મહિલાઓના લગ્ન નથી થયા

1.23 મહિલાઓના લગ્ન નથી થયા

ભારતના શહેરોમાં લગભગ 1.36 કરોડ મહિલાઓ તેવી છે જે વિધવા છે. જ્યારે 1.23 મહિલાઓ તેવી છે જેમણે લગ્ન નથી કર્યા.

ગ્રામીણ સિંગલ વૂમન

ગ્રામીણ સિંગલ વૂમન

ગામમાં 4.44 કરોડ મહિલાઓ સિંગલ વૂમન છે. વળી મહિલાઓના લગ્નની ઉંમર પણ વધી છે. હવે મહિલાઓના લગ્નની ઉંમર 19 વર્ષથી 22 વર્ષની વચ્ચે આવી છે.

ઉત્તર પ્રદેશ સૌથી વધુ

ઉત્તર પ્રદેશ સૌથી વધુ

ઉત્તર પ્રદેશમાં સૌથી મોટી સંખ્યામાં સિંગલ વૂમન રહે છે. જેમની સંખ્યા 1.2 કરોડ છે. અને તેમાથી મોટા ભાગની મહિલાઓએ લગ્ન નથી કર્યા.

મહારાષ્ટ્ર બીજા નંબરે

મહારાષ્ટ્ર બીજા નંબરે

મહારાષ્ટ્રમાં 62 લાખ અને આંધ્ર પ્રદેશમાં 47 લાખ મહિલાઓ સિંગલ વૂમન છે.

વુદ્ધ મહિલાઓ

વુદ્ધ મહિલાઓ

60 થી 64 વર્ષની સિંગલ વૂમનની સંખ્યા 70 લાખ છે. જેમાંથી મોટાભાગની મહિલાઓ વિધવા છે.

ઘર ચલાવનાર

ઘર ચલાવનાર

ઉત્તર પ્રદેશમાં 25 લાખ ઘરો તેવા છે જે સિંગલ મહિલાઓ ચલાવે છે. આ જ મહિલાઓ તેમના ઘરની તમામ જવાબદારીઓ ઉઠાવે છે.

તમિલનાડુ

તમિલનાડુ

આંધ્ર પ્રદેશમાં 25 લાખ અને તમિલ નાડુમાં 24 લાખ ઘર મહિલાઓ સંભાળે છે.

વધુ રહી છે સંખ્યા

વધુ રહી છે સંખ્યા

2001ની તુલનામાં 2011માં 25-29 વર્ષની સિંગલ મહિલાઓની સંખ્યામાં 68 ટકા વધારો થયો છે.

વિધવા

વિધવા

2.92 કરોડ મહિલાઓ વિધવા છે. જ્યારે 1.32 કરોડ તેવી મહિલાઓ છે જેમણે કદી લગ્ન નથી કર્યા અને તે સ્વઇચ્છાએ એકલી રહેવા ઇચ્છે છે.

English summary
Read facts about Single Women in India. Latest report on Single women.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X