For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

24 ના બદલે થશે 25 કલાકનો દિવસ, જાણો કેમ?

ઘણીવાર કામ માટે આખો દિવસ ઓછો પડે છે. આપણે પોતાનું કામ બીજા દિવસ માટે છોડી દેવું પડે છે. તે સમયે મનમાં માત્ર એક જ વિચાર આવે છે કે દિવસ થોડો લાંબો હોત.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

ઘણીવાર કામ માટે આખો દિવસ ઓછો પડે છે. આપણે પોતાનું કામ બીજા દિવસ માટે છોડી દેવું પડે છે. તે સમયે મનમાં માત્ર એક જ વિચાર આવે છે કે દિવસ થોડો લાંબો હોત. દિવસમાં 24 ની જગ્યાએ 25 કલાક હોત. જો તમે એવું વિચારતા હોવ તો, તમને કહી દઈએ કે તમારી આ ઇચ્છા પણ પૂર્ણ થવાની છે. દિવસ લાંબો થઇ રહ્યો છે. કેટલાક વર્ષો પછી 24 ની જગ્યાએ 25 કલાક થવાના છે. આશ્ચર્ય કરશો નહીં આ મજાક નથી પરંતુ સંશોધકોએ અભ્યાસ કર્યા પછી કહ્યું છે. આની પાછળ ખગોળીય ઘટનાઓનો સમાવેશ છે ,જેના કારણે આગામી વર્ષોમાં દિવસના 24 કલાકને બદલે 25 કલાક હશે.

વધી રહ્યું છે ચંદ્રનું અંતર

વધી રહ્યું છે ચંદ્રનું અંતર

વાસ્તવમાં ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર વધી રહ્યું છે. ચંદ્રથી વધતા અંતરને લીધે પૃથ્વી પર દિવસ લાંબો થતો જાય છે. એક અભ્યાસ મુજબ 1.4 અબજ વર્ષ પહેલાં પૃથ્વી પર દિવસ માત્ર 18 કલાક થતો હતો, પરંતુ ધીરે ધીરે દિવસમાં કલાકો વધતા ગયા. પ્રોસિડિંગ્સ ઓફ ધ નેશનલ એકેડમી ઓફ સાયન્સમાં પ્રકાશિત રિપોર્ટ અનુસાર 1.4 અબજ વર્ષ પહેલા ચંદ્ર પૃથ્વીની નજીક હતો, પરંતુ ધીરે ધીરે ચંદ્ર પૃથ્વીની આસપાસ પોતાની ધરી પર ફરવાનો માર્ગને બદલ્યો, જેના કારણે તે ધીરે ધીરે પૃથ્વીથી દૂર થઇ રહ્યો છે.

પૃથ્વીની ગતિ પર અસર

પૃથ્વીની ગતિ પર અસર

અમેરિકામાં વિસ્કોન્સિન મેડિસન યુનિવર્સિટીના પ્રોફેસર સ્ટીફન મેયર્સ મુજબ તેની ગતિના કારણે જે રીતે ચંદ્ર પૃથ્વી થી દૂર જઈ રહ્યો છે, તેમ પૃથ્વીની ગતિમાં પણ ઘટાડો થઇ રહ્યો છે, કારણ કે બ્રહ્માંડમાં પૃથ્વીની ગતિ અન્ય ગ્રહોના પ્રભાવના કારણે થાય છે, જે તેના પર બળ લગાડે છે. વૈજ્ઞાનિકો અનુસાર લાખો વર્ષોના પૃથ્વીની અને ચંદ્રની ગતિના અભ્યાસ પરથી ખબર પડી છે કે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર વધી રહ્યું છે તે જેની અસર દિવસના કલાક પર પડે છે.

ચંદ્રના ગુપ્ત રહસ્યો

ચંદ્રના ગુપ્ત રહસ્યો

અભ્યાસકર્તાઓ અનુસાર ચંદ્રના મળેલા આંકડાના વિશ્લેષણ દ્વારા જાણવાની કોશિશ કરવામાં આવી રહી છે કે જ્વાળામુખીના સંગ્રહને લીધે ચંદ્રની સપાટી પર ફેલાયેલા ખડકો હેઠળ કુદરતી પાણી હોઈ શકે છે. જીઓસાયન્સમાં પ્રકાશિત થયેલા એક રિપોર્ટ મુજબ ચંદ્રની ઉપરની સપાટી અને આંતરિક ભાગની વચ્ચે પૂરતું પાણી છે, જો કે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આંતરિક સ્રોતોથી ચંદ્ર પર પાણી હોવાનું જાણી શકાતું નથી.

English summary
Falling short on time earth might have 25 hours in a day in the future
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X