નવરાત્રીમાં અહીં માં દુર્ગા કે રામ નહીં પણ રાવણની પૂજા થાય છે!

Posted By:
Subscribe to Oneindia News

નવરાત્રી એક એવો પર્વ છે જેમાં માં દુર્ગા પૂજા થાય છે. તે પછી વાત હોય બંગાળની દુર્ગા પૂજાની કે ગુજરાતની નવરાત્રીની. અને દશેરાના દિવસે ભગવાન રામની પૂજા કરવામાં આવે છે. પણ ભારતમાં એવા પણ કેટલાક વિસ્તારો જે જ્યાં નવરાત્રી અને દશેરાના દિવસે માં દુર્ગા કે ભગવાન રામની પૂજા નથી થતી પણ રાવણની થાય છે. તે જ રાવણ જેનું રામે દશેરાના દિવસે વધ કર્યો હતો.

તે વાત તો બધા જ સ્વીકારે છે કે રાવણ ખુબ જ જ્ઞાની વ્યક્તિ હતો. ભલે તે તેના અહમ પર વિજળના મેળવી શક્યો અને તેનું ધમંડ તેની મોતનું કારણ બન્યું પણ તેમ છતાં ભારતના અનેક વિસ્તારમાં રાવણની એક સારા રાજ અને એક બુદ્ધિશાળી વ્યક્તિ તરીકે પૂજા કરવામાં આવે છે.

 

વળી રાવણ એક મહાન શિવભક્ત હતો. તેના આવા જ કેટલાક સારા પાસાઓના લીધે તેને ભારતના કેટલાક લોકો ભગવાનનું સ્વરૂપ માની તેની પૂજાઅર્ચના કરે છે. ત્યારે ભારતના તે કેવા પ્રદેશો છે જ્યાં નવરાત્રી દરમિયાન માં દુર્ગા કે રાજા રામની પૂજા નહીં પણ રાક્ષણ રાજા રાવણની પૂજા થાય છે. તો વાંચો આ રસપ્રદ ફોટોસ્લાઇડર...

કર્ણાટક
  

કર્ણાટક

કર્ણાટકના માડ્યા જિલ્લાના માલવલ્લી તાલુકામાં રાક્ષસ રાજા રાવણનું ભવ્ય મંદિર છે. જ્યાં રોજ વિધિવત રાવણની પૂજા થાય છે.

ઉત્તર પ્રદેશ
  

ઉત્તર પ્રદેશ

ઉત્તર પ્રદેશના જસવંતનગરમાં પણ રાવણની પૂજા કરવામાં આવે છે અને તેને એક શિવભક્ત તરીકે જોવામાં આવે છે.

આંધ્રપ્રદેશ
  

આંધ્રપ્રદેશ

આંધ્રપ્રદેશના કાકિનાડ નામની જગ્યાએ પણ રાવણનું ખાસ મંદિર બનાવામાં આવ્યું છે.

બિસરખ
  
 

બિસરખ

ઉત્તર પ્રદેશના બિસરખ નામના ગામમાં રાવણનું મંદિર છે. માનવામાં આવે છે કે અહીં રાવણનું મૌસાય હતું.

ઉજ્જૈન
  

ઉજ્જૈન

મંદિરોની નગરી તેવા ઉજ્જૈન જિલ્લાના ચિખલી ગામમાં રાવણની મૂર્તિની પૂજા થાય છે.

મંદસૌર
  

મંદસૌર

મધ્યપ્રદેશના મંદસૌરમાં રાવણની પૂજા થાય છે. કહેવાય છે કે આ શહેર રાવણની પત્ની મંદોમરીનું વતન છે.

રાવણની પૂજા
  

રાવણની પૂજા

આ જગ્યાઓ પર રાવણને બાળવામાં નથી આવતો પણ તેની પૂજા કરવામાં આવે છે.

English summary
There are several temples in India where Ravana is worshiped and associated with Lord Shiva at some places. Here is 6 Famous Temples of Ravana.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.