For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અહીં લોકો આવ્યા તો હતો ખુશીઓ શોધવા પણ તેમને મળી મોત

|
Google Oneindia Gujarati News

ઉનાળાની રજાઓ હોય કે પછી રવિવારની રજા આપણને મોકો મળે ત્યારે પરિવાર સાથે આપણે અનેક જાણીતા અમ્યુઝમેન્ટ પાર્ક કે ફન પાર્કમાં જતા હોઇએ છીએ. ક્યારેક વોટરપાર્ક તો ક્યારે મેળામાં વિવિધ રાઇડ્સની બેસીને આપણે પરિવાર સાથે માણીએ છીએ મસ્તી અને રોમાંચની ખાસ પળો. પણ ક્યારેક આ ખુશીઓની પળ જ તમારા જીવનની છેલ્લી પળો બની જાય તો!

આવું જ કંઇક બન્યું આ લોકો જોડે જે માણવા તો ગયા હતા ખુશી પણ પરત આવ્યા સફેદ ચાદર ઓઢીને. દુનિયાભરના જાણીતા અમ્યુઝમેન્ટ પાર્કની તે ખતરનાક કહાની વિષે જાણો જેમાં જોય રાઇડ આ લોકોના જીવનની આખરી રાઇડ બની જાય છે. આવા જ કેટલીક સત્ય ધટનાઓ વિષે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં. જ્યાં કોઇ ગુમાવી જાન તો કોઇએ ગુમાવ્યા હાથપગ...

ચાઇના ટાઉન ઇસ્ટ થીમ પાર્ક

ચાઇના ટાઉન ઇસ્ટ થીમ પાર્ક

અંતરીક્ષ યાત્રા નામની આ રાઇડ તમને રોકેટ લોન્ચર જેવી અનુભૂતિ કરાવતી રાઇડ હતી. પણ એક દિવસે કંઇક ટેકનિક્લ ખામીના કારણે તેમાં બેઠેલા તમામ 40 દર્શકો રોકેટના લોન્ચ થવાની સાથે જ ખતરનાક અકસ્માતનો ભોગ બન્યા. આ દુર્ધટનામાં 6 લોકોની મોત થઇ અને મોટી સંખ્યામાં લોકો ધાયલ થયા.

ફોટો સૌજન્ય

Darien Lake અમ્યુઝમેન્ટ પાર્ક

Darien Lake અમ્યુઝમેન્ટ પાર્ક

ન્યૂયોર્કના બફેલો વિસ્તારમાં આવેલા આ પાર્કમાં એક ઇરાકી વ્યક્તિ જોડે તેવી દુર્ધટના ધટી કે જેમાં તેણે પોતાના બન્ને પગ ગુમાવવા પડ્યા. રાઇડ ઓફ સ્ટીલ નામની રાઇડમાંથી ઉપરથી નીચે પડવાના કારણે તેણે પગ ગુમાવ્યા.

ફોટો સૌજન્ય

સીક્સ ફ્લેગ ઓવર, જોર્જિયા

સીક્સ ફ્લેગ ઓવર, જોર્જિયા

બેટમેન નામની એક રાઇડમાં જ્યારે એક છોકરો તેની નીચે પડેલી ટોપી લેવા ગયો ત્યારે જ તેનું માથું ત્યાં ફૂલ સ્પીડે આવતી રાઇડ સાથે અથડાયું એટલું જ નહીં તેની માથુ આ અકસ્માતના ધર્ષણના કારણે હવામાં જોરથી ઉછળીને નીચે પડ્યું.

ફોટો સૌજન્ય

ઓકવૂડ થીમ પાર્ક

ઓકવૂડ થીમ પાર્ક

હાઇડ્રો ડ્રેનેચ નામની આ રાઇડ આ 16 વર્ષીય યુવતીની છેલ્લી રાઇડ બની ગઇ. ટેકનીકલ ખામીના કારણે તેની કાર જમીનથી 30 મીટર ઊંચાઇ સુધી ઉછળી જમીન પર પડી. જેના કારણે તેનું મોત થઇ ગયું. જે બાદ આ પાર્ક એક વર્ષ સુધી બંધ રહ્યો.

ફોટો સૌજન્ય

એક્સપોલેન્ડ

એક્સપોલેન્ડ

ફ્યૂઝિન રાઇજીન 2 નામની આ ડેડલી રાઇડે એક કોલેજની વિદ્યાર્થીને મોતને ધાટ ઉતારી હતી. અને અન્ય અનેકને ઇજાગ્રસ્ત કર્યા હતા. આ રાઇડ સુપર સ્પીડે તેની ગ્રાર્ડડ્રીલ સાથે અથડાઇ હતી. જેના કારણે આ બનાવ બન્યો હતો.

ફોટો સૌજન્ય

મોતનો પાર્ક

મોતનો પાર્ક

રેટ નામની રાઇડે તેના જ નવા નિયુક્ત કરેલા કર્મચારીના પ્રાણ લઇ લીધા. જ્યારે આ કર્મચારી ટેસ્ટ રાઇડ કરી રહ્યો હતો ત્યારે તેના હાથ આ રાઇડમાં ફસાઇ ગયા અને તે ધસડાઇને મૃત્યુ પામ્યો.

ફોટો સૌજન્ય

સીક્સ ફ્લેગ કેન્ટકી

સીક્સ ફ્લેગ કેન્ટકી

સુપરમેન ટાવર ઓફ પાવર નામની રાઇડ એક છોકરીને અધમરી સ્થિતિમાં ત્યારે મૂકી દીધી જ્યારે એક કેબલ વાયર રાઇડ વખતે તેના પગ અને ગળા પર લપેટાઇ ગયો. જો કે સદનસીબે તે છોકરી તે વાયરને ગળામાંથી તો છુડાવામાં સફળ રહી. પણ પગમાં વાયર ફસાયેલો જ રહ્યો જેના કારણે તે ખૂબ ઊંચાઇ પર લટકાઇ ગઇ.

ફોટો સૌજન્ય

English summary
When we think of amusement parks, we all are generally excited about the crazy rides and the blood rush we feel when we play around. There is nothing that can make us more happy than being to an amusement park.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X