For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ દેશમાં પ્રેગ્નેન્ટ થવા પહેલાં બોસ પાસેથી પરવાનગી લેવી પડે છે

તાજેતરના સમયમાં જાપાનની વસ્તી સતત ઘટતી રહી છે. જેની સીધી અસર અહીંની કંપનીઓના કામ પર પડી રહી છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

તાજેતરના સમયમાં જાપાનની વસ્તી સતત ઘટતી રહી છે. જેની સીધી અસર અહીંની કંપનીઓના કામ પર પડી રહી છે. વર્કલોડમાં વધારો થવાને કારણે માતા બન્યા પછી મહિલાઓ ઘણીવાર પોતાનું કેરિયર છોડી દે છે. આને ધ્યાનમાં રાખીને, ઘણી જાપાની કંપનીઓ તેમની મહિલા કર્મચારીઓને નિર્દેશ આપી રહી છે કે તેઓ માતા બનતા પહેલા તેમના બોસ પાસેથી પરવાનગી લેશે.

આ પણ વાંચો: અહીં પત્ની ગર્ભવતી થવા પર પતિ બીજા લગ્ન કરે છે, જાણો કારણ

જાપાનના કર્મચારીઓને તેમની કંપનીની તરફથી તેમના લગ્ન અને માતા બનવા માટેની સૂચનાઓ આપવામાં આવી રહી છે. જે મુજબ કર્મચારીઓને લગ્ન પહેલાં અને ગર્ભવતી થવા માટે પહેલા કંપની પાસેથી પરવાનગી લેવી પડશે. આ માટે, કંપનીઓ તેમની મહિલા કર્મચારીઓને લગ્નથી લઈને સગર્ભાવસ્થા સુધીનું મૅપ કરી રહી છે.

આ પણ વાંચો: અહીં છોકરીઓને અંડરગાર્મેન્ટ્સમાં ચમચી છૂપાવી રાખવાની સલાહ, કારણ

અહીં 'આઉટ ઓફ ટર્ન'નો અર્થ એ છે કે પોતાનો વારો આવતા પહેલાં ગર્ભવતી હોવું એ નિયમ તોડવા બરાબર છે.

આ રીતે બાબત આવી સામે

આ રીતે બાબત આવી સામે

આવો જ કિસ્સો સાંભળવા મળ્યો એક કપલ પાસેથી જેને પરવાનગી વગર ગર્ભવતી થવાના કારણે મહિલાનો બોસ ગુસ્સે થઇ ગયો. આ કંપનીના નિયમો અનુસાર કોઈ પણ મહિલા કર્મચારીએ લગ્ન કરવા કે ગર્ભવતી થવા માટે બોસની પરવાનગી લેવી પડશે. આમ પણ એક બિનસત્તાવાર નિયમ એ છે કે જુનિયર સદસ્ય સ્ટાફના સિનિયર સદસ્યથી પહેલાં લગ્ન કરશે નહીં અને ગર્ભવતી થશે નહીં. જયારે એક મહિલા કર્મચારી તેમનો વારો આવતા પહેલા એટલે કે 'આઉટ ઓફ ટર્ન' ગર્ભવતી થઇ ગઈ છે. આ કારણોસર હવે મહિલાને દરરોજ મહેણાં સાંભળવા પડી રહ્યા છે. તેને કહેવામાં આવી રહ્યું છે કે તેને કંપનીના નિયમો તોડ્યા છે. ગર્ભવતી થવા પર બોસ દરરોજ મહિલાને હેરાન કરતો હતો.

લગ્ન અને બાળકોને લઈને મેપિંગ

લગ્ન અને બાળકોને લઈને મેપિંગ

ટોક્યોના મિકાતામાં એક કોસ્મેટિક કંપનીમાં કામ કરતી 26 વર્ષીય મહિલાએ જણાવ્યું હતું કે 'આ કંપનીએ અહીં કામ કરી રહેલી અવિવાહિત અને વિવાહિત મહિલા કર્મચારીઓને કંપનીએ એક ઈ-મેલ મોકલ્યો. તેમાં લગ્ન અને બાળક માટે મેપીંગ કરેલી હતી. આમાં બધાને ઉંમર મુજબ ક્યારે કોને લગ્ન કરવા અને ક્યારે ગર્ભવતી થવું તે જણાવવામાં આવ્યું હતું.' એટલું જ નહિ, એક કેસમાં તો સ્ત્રી કર્મચારીને તેના બોસએ કહી દીધું હતું કે તેને 35 વર્ષની ઉંમર પહેલા ગર્ભવતી થવાનું નથી.

વર્કલોડથી 'કરોશી'

વર્કલોડથી 'કરોશી'

જાપાનમાં કર્મચારીઓ પર કામનું દબાણ ખૂબ જ વધુ હોય છે. એક મહિનામાં ઓવરટાઇમ 150 કલાક સુધી અહીં સામાન્ય છે. આ કારણે અહીં એક શબ્દ ખુબ ચર્ચામાં આવ્યો છે. એ શબ્દ છે 'કરોશી 'જેનો અર્થ થાય છે વર્કલોડના કારણે મૃત્યુ.

લૈંગિક સમાનતામાં જાપાન પાછળ

લૈંગિક સમાનતામાં જાપાન પાછળ

ખરેખર જાપાનમાં ઘટતી જનસંખ્યા અને વધતો વર્કલોડ એક સમસ્યા છે. આ સિવાય જાપાન અન્ય દેશોની તુલનામાં લૈંગિક સમાનતામાં પાછળ રહ્યો છે. 2017 માં, વર્લ્ડ ઇકોનોમિક ફોરમની લૈંગિક સમાનતાના આધારે 144 દેશોની યાદીમાં જાપાન 114 મું સ્થાન હતું. જણાવીએ કે વિશ્વનું આર્થિક મંચ દુનિયાભરમાં રાજકારણ, શિક્ષણ, અર્થતંત્ર અને સ્વાસ્થ્યમાં મહિલાઓની ભાગીદારીનું વિશ્લેષણ કરી સમાનતાને માપે છે. એવું પણ હોઈ શકે છે કે, મહિલા સશક્તિકરણના જમાનામાં દેશની મહિલાઓની ભૂમિકામાં વધારો કરવા માટે પણ જાપાની કંપનીઓ આ પ્રકારના ઉપાયો અજમાવી રહી હોય.

English summary
Female employees In Japan Are Now Being Emailed Schedules For When They Can Get Pregnant.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X