For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વાયરલ થઈ રહી છે વેલ્થ ચેલેન્જ, લોકો રસ્તા પર ફેંકી રહ્યા છે મોંઘો સામાન

ચીનમાં સોશિયલ મીડિયા પર અનોખો અને વિચિત્ર ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. યુઝર્સ પોતાના એવા ફોટા શેર કરી રહ્યા છે જેમાં તે ઉંધા મોઢે પડેલા છે અને તેમની આસપાસ મોંઘો સામાન વેરવિખેર છે.

|
Google Oneindia Gujarati News

ચીનમાં સોશિયલ મીડિયા પર અનોખો અને વિચિત્ર ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. યુઝર્સ પોતાના એવા ફોટા સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે જેમાં તે ઉંધા મોઢે પડેલા દેખાઈ રહ્યા છે અને તેમની આસપાસ મોંઘો સામાન વેરવિખેર પડ્યો છે. તેમાં મોબાઈલ ફોન, કેમેરા, કપડા, બાઈકથી લઈને કરન્સી પણ છે. તેને ચીનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વાઈબો પર 'ફ્લોન્ટ યોર વેલ્થ ચેલેન્જ' નામ આપવામાં આવ્યુ છે.

આ પણ વાંચોઃ 10 વર્ષથી ખાતો હતો લોખંડ, પેટમાંથી નીકળી 122 ખીલી, પિન, ટૂથપિક, ગ્લાસના ટુકડાઆ પણ વાંચોઃ 10 વર્ષથી ખાતો હતો લોખંડ, પેટમાંથી નીકળી 122 ખીલી, પિન, ટૂથપિક, ગ્લાસના ટુકડા

બે સપ્તાહથી વાયરલ થઈ રહ્યા છે ફોટા

બે સપ્તાહથી વાયરલ થઈ રહ્યા છે ફોટા

ચીનમાં સોશિયલ મીડિયા પર બે સપ્તાહ પહેલા આ ચલણ શરૂ થયુ તો ખૂબ ટ્રેન્ડ થવા લાગ્યુ. છેલ્લા બે સપ્તાહમાં ચીની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વાઈબો પર લાખો પોસ્ટ આના માટે થઈ ચૂકી છે. લોકો એવા ફોટા આપી રહ્યા છે કે તે પોતાની કારમાંથી પડી ગયા છે અને તેમનો બધો સામાન રસ્તા પર વિખેરાઈ ગયો છે.

ચેન નામની મહિલા છે ફોટામાં

ચેન નામની મહિલા છે ફોટામાં

ચીનના ઝિંગઝિયાંગ પ્રાંતના તાઈઝિઓમાં ગયા સપ્તાહે કારમાંથી પડવા અને સામાન વિખેરાઈ જવા અંગે બનેલો વીડિયો ટિક-ટોક પર શેર કરવામાં આવ્યો. આને 50 હજારથી વધુ વ્યુઝ મળી ચૂક્યા છે. આ ફોટામાં જેમાં મહિલા, લક્ઝરી સામાન અને વિખેરાયેલા ડૉલર્સ સાથે રસ્તા પર પૉઝ આપી રહી છે. તેને સરનેમ ચેનથી ઓળખવામાં આવી રહી છે. વળી, આ પ્રકારના ફોટાને વાહન વ્યવહાર નિયમોનું ઉલ્લંઘન માનીને ચીન પોલિસે ચેન અને તેના બોયફ્રેન્ડને દંડ પણ કર્યો છે.

કયાંથી આવ્યો આ ટ્રેન્ડ

કયાંથી આવ્યો આ ટ્રેન્ડ

ચીનમાં બે સપ્તાહથી આ પ્રકારની પોસ્ટ આવી રહી છે પરંતુ જણાવવામાં આવી રહ્યુ છે કે આ ટ્રેન્ડની શરૂઆત જુલાઈમાં રશિયાના એક ડીજેની પોસ્ટથી શરૂ થઈ હતી. ફોટોમાં ડી જે પોતાના પ્રાઈવેટ જેટમાંથી પડવાનું નાટક કરતો જોવા મળી રહ્યો હતો. ત્યારે પણ આ પ્રકારનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો.

આ પણ વાંચોઃ ખુબ જ મોંઘુ છે આ શહેર કે રહેવા માટે બની રહ્યા છે પાઈપમાં ઘરઆ પણ વાંચોઃ ખુબ જ મોંઘુ છે આ શહેર કે રહેવા માટે બની રહ્યા છે પાઈપમાં ઘર

English summary
flaunt your wealth challenge goes viral in china people falling out of cars with luxury goods
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X