લો બોલો, પાકિસ્તાનમાં સ્ટાઈલિશ દાઢી બનાવવા પર તગડો દંડ
ઈસ્લામાબાદઃ આજકાલ સૌકોઈ સ્ટાઈલિશ દેખાવા માંગતું હોય છે. ખાસ કરીને પુરુષોમાં સ્ટાઈલિશ દેખાવવાની ખાસ ચાહત હોય છે અને હંમેશા પોતાના લુકે લઈ પ્રયોગો કરતા રહે છે. કેટલાક સ્ટાઈલિશ વાળ તો કેટલાક સ્ટાઈલિશ દાઢી રાખતા હોય છે. પરંતુ પાકિસ્તાનમાં સ્ટાઈલિશ દાઢી રાખવી અપરાધ બની ગયો છે. ત્યાંના યુવાનોને સ્ટાઈલિશ દાઢી બનાવવી ભારે પડી રહ્યું છે. જણાવી દઈએ કે પાકિસ્તાનના કેટલાક વિસ્તારોમાં સ્ટાઈલિશ દાઢી રાખવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે અને જે કોઈપણ આ પ્રતિબંધનો ઉલ્લંઘન કરશે તેને સજા આપવામાં આવી રહી છે.

ચાર વાળંદની અટકાયત
પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં આ પ્રતિબંધ અંતર્ગત પોલીસે ચાર વાળંદની ધરપકડ કરી છે. તેમની ભૂલ એ હતી કે પ્રતિબંધ હોવા છતાં તેમણે લોકોની સ્ટાઈલિશ દાઢી બનાવી હતી. મીડિયા રિપોર્ટ્સ મુજબ ઈસ્લામ ધર્મનો હવાલો આપી સ્ટાઈલિશ દાઢી રાખવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ખૈબર પખ્તૂનવા પ્રાંતમાં પોલીસે ચાર વાળંદની અટકાયત કરી છે.

પાંચ હજાર રૂપિયાનો દંડ
જાણકારી મુજબ પાંચ હજાર રૂપિયાનો દંડ પણ ફટકારાયો છે. જણાવી દઈએ કે પાકિસ્તાનમાં સ્ટાઈલિશ દાઢી રાખવી ગેરકાયદેસર માનવામાં આવે છે. આ સમગ્ર ઘટનાક્રમ ત્રણ સપ્ટેમ્બરનો જણાવવામાં આવી રહ્યો છે. પરંતુ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ લોકો વચ્ચે ભારે ચર્ચા જાગી છે. પાકિસ્તાની મીડિયા મુજબ વીડિયોમાં સ્થાનિક ટ્રેડ યૂનિયન નેતા સમીને કહ્યું કે અમારા ફેસલા છતાં કેટલાક દુકાન માલિકો સ્ટાઈલિશ ડિઝાઈનમાં દાઢી ટ્રિમ કરી રહ્યા હતા.

છોડી મૂક્યા
એક અધિકારીએ કહ્યું કે વેપારી સંઘે ફરિયાદ કરી હતી કે દાઢીને સ્ટાઈલિશ આકાર આપવા પર પ્રતિબંધ હોવા છતાં કેટલાક વાળંદ હજુ પણ આવું કરી રહ્યા હતા. સાથે જ તેમણે કહ્યું કે વાળંદોની અટકાયતના કેટલાક કલાકો બાદ તેમને છોડી મૂકવામાં આવ્યા હતા. જો કે પોલીસે દંડ લગાવવાની વાત નકારી કાઢી છે.
લગ્ન બાદ પણ પ્રેમિકાને ન ભૂલ્યો પ્રેમી, બંનેએ ઝેર ગટગટાવ્યું