For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Bizzare: એવો શિયાળો કે શિયાળ પણ થીજી ગયું

શું તમે કદી એવું સાંભળ્યું છે કે ઠંડીમાં પ્રાણી પણ બરફ થઇ જાય. આવું જ કંઇક સોશ્યલ મીડિયામાં હાલ વાયરલ થઇ રહ્યું છે, જુઓ તસવીર....

|
Google Oneindia Gujarati News

આ વર્ષે ભયંકર ઠંડીએ સમગ્ર ઉત્તર ભારતને ઠંડુગાર કરી દીધું છે. ત્યારે ઉત્તર પ્રદેશ અને અનેક પહાડી વિસ્તારમાં ઠંડીની લહેર ફરી વળી છે. વળી યુરોપીય દેશામાં પણ હાડકાં થીજાવી દે એવી ઠંડી પડી રહી છે. ત્યારે આવામાં જ સોશ્યલ મીડિયામાં એક છબી વાયરલ થઇ રહી છે જે જોઇને તમે પણ આશ્ચર્યચક્તિ થઇ જશો.

fox

એક શિયાળ નદીમાં પડ્યા પછી એકદમ બરફની જેમ થજી ગયું છે. જે બતાવે છે કે અહીં કેટલી ઠંડી પડી રહી છે. રિપોર્ટ મુજબ આ શિયાળ દક્ષિણ પશ્ચિમ જર્મનીના ડેન્યૂબ નદીને પાર કરી રહ્યું હતું કે અચાનક જ તે પાણીમાં પડી ગયું. જે પછી થોડીક જ ક્ષણોમાં તે આ રીતે બરફમાં થીજી ગયું અને તેનું મૃત્યુ થઇ ગયું. જે બાદ 4 દિવસ પછી તેના શબને કાપીને બહાર કાઢવામાં આવ્યું.

એક્સ્ટ્રા પૈસા માટે વિકી ડોનર બની રહ્યા છે સ્ટુડન્ટ..એક્સ્ટ્રા પૈસા માટે વિકી ડોનર બની રહ્યા છે સ્ટુડન્ટ..

શિયાળની આ તસવીર ફોટોગ્રાફર જોહાનેસ સ્થેલે લીધી હતી અને સોશ્યલ મીડિયા પર મૂકી હતી. જે બાદ આ તસવીર ખૂબ જ વાયરલ થઇ હતી. નોંધનીય છે કે યુરોપમાં અત્યાર સુધી ઠંડીના કારણે અનેક લોકોની મોત થઇ છે. વધુમાં રોમાનિયાની ડેન્યૂબ નદી જામી જવાના કારણે શિપિંગના કામ પણ બંધ થઇ ગયા છે.

English summary
A hunter in Germany has put on show a block of ice containing a fox that he says fell into the chilly Danube and drowned, in what he calls a warning of the dangers of the icy river.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X