2 ફૂટનાં આ અભિનેતા પાછળ પાગલ છે છોકરીઓ, કારણ ગિનીસ બુક ઓફ રેકોર્ડ!

Subscribe to Oneindia News

આપણે સૌ એવું જ માનીએ છીએ કે, ફિલ્મોમાં હીરો બનવા માટે સ્માર્ટ દેખાવ, સારી ઊંચાઈ અને સપ્રમાણ શરીર હોવું અનિવાર્ય છે. જો તમે દેખાવામાં સુંદર અને સ્માર્ટ ન હોવ તો હીરો ન બની શકો. પરંતુ આજે આપણે જે હીરો વિશે વાત કરવાના છીએ તેના સામે આ બધી લાયકાતોની સૂચિ ખોટી ઠરે છે. આ માણસ ફક્ત 2 ફૂટ 6 ઇંચનો છે, પણ 13 વર્ષોમાં તેમણે 50 થી વધુ ફિલ્મોમાં કામ કરી એક રેકોર્ડ બનાવ્યો છે.

દુનિયામાં સૌથી નાનો અભિનેતા

દુનિયામાં સૌથી નાનો અભિનેતા

માત્ર 2 ફૂટ 6 ઇંચ ઊંચાઇ હોવા છતાં, અજય કુમાર ફિલ્મોમાં અભિનેતા તરીકે કામ કરે છે . પોતાની એક્ટિંગ સ્કિલ સાબિત કરી ચૂકેલા અજય કુમાર વિશ્વના સૌથી ઠીંગણા અભિનેતા છે. લોકો તેમને પ્રેમથી અજય પકરૂ અને ઊંડા પકરૂના નામે પણ બોલાવે છે.

ગિનીસ બુક ઑફ રેકોર્ડ નામ

ગિનીસ બુક ઑફ રેકોર્ડ નામ

અત્યંત ઓછી ઊંચાઇ હોવા છતાં તેમણે ફિલ્મોમાં અભિનેતા તરીકે કામ કર્યું છે. આ જ કારણે ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં પણ તેમનું નામ નોધવામાં આવ્યું છે. તેમણે લોકોની એ વિચારધારાને ખોટી સાબિત કરી છે કે, હીરો બનવા માટે સારો દેખાવ અને ઊંચાઇ હોવી અનિવાર્ય છે. સાવ ઓછી હાઇટ હોવા છતાં એક અભિનેતા બનીને તેમણે લોકોને આશ્ચર્યચકિત કરી દીધા છે.

છોકરીઓ પણ છે ફેન

છોકરીઓ પણ છે ફેન

અજય કુમારની લંબાઈ ફક્ત 2 ફૂટ 6 ઇંચ છે, છતાં પણ લોકો તેમના ફેન છે. ખાસ કરીને યુવતીઓ તેમની એક ઝલક જોવા માટે આતુર હોય છે. તેમની ફેન ફોલોઇંગમાં છોકરીઓની સંખ્યા વધારે છે. પોતાના કામ માટે તેમને અનેક પુરસ્કારો પણ મળ્યાં છે.

મલયાલમ ફિલ્મથી કરી શરૂઆત

મલયાલમ ફિલ્મથી કરી શરૂઆત

અજય કુમારે મલયાલમ ફિલ્મથી તેની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. અલ્ભુતા દ્વીપ નામક ફિલ્મમાં તેમણે કામ કર્યું હતું. આ ફિલ્મમાં તેમના દમદાર રોલ બદલ તેમને કેન્દ્ર સરકાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સિવાય પણ તેમને ઘણા સન્માનો પ્રાપ્ત થયા છે.

પોતાનાથી બમણી હાઇટવાળી છોકરી સાથે લગ્ન

પોતાનાથી બમણી હાઇટવાળી છોકરી સાથે લગ્ન

વર્ષ 2005માં તેમણે પોતાનાથી બમણી ઊંચાઇ ધરાવતી યુવતી સાથે લગ્ન કર્યાં હતા, જેનું નામ છે ગાયત્રી મોહન. ગાયત્રીની ઊંચાઈ 5 ફૂટ 1 ઇંચ છે. પોતાની ઓછી હાઇટને કારણે જે તકલીફો તેમણે ભોગવવી પડી છે, તે તેમના બાળકોને ન ભોગવવી પડે એ માટે તેમણે પોતાનાથી ઊંચી યુવતી સાથે લગ્ન કર્યા છે. તેઓ નથી ઇચ્છતા કે તેમના બાળકોની ઊંચાઇ ઓછી રહી જાય. આ માટે જ તેમણે ઊંચી યુવતી સાથે લગ્ન કર્યા છે.

વર્ષ 2008માં નોંધાયો રેકોર્ડ

વર્ષ 2008માં નોંધાયો રેકોર્ડ

વર્ષ 2008માં તેમણે મલયાલમ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. જે પછી તેમને વિશ્વનાં સૌથી ઓછી ઊંચાઇનાં અભિનેતાનો ખિતાબ મળ્યો અને તેમનું નામ ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં નોધાવામાં આવ્યું. સૌથી ઓછી ઊંચાઇવાળા નિર્દેશક તરીકે પણ તેમનું નામ નોંધાયું છે. તેમણે કુટ્ટીમ કોલમ નામની ફિલ્મનું નિર્દેશન કર્યું હતું, જે પછી આ રેકોર્ડ નોંધાયો હતો.

Read also : જુઓ વીડિયો કેવી રીતે કરી હાથણીએ પોતાના બચ્ચાની મદદ!

English summary
Ajay Kumar, who is just 2 feet 6 inches tall has made it into the Guinness Book of World Records after starring in 50 films over 13 years.
Please Wait while comments are loading...