સુંદર અને હોટ લાગતી સુંદરીઓનો જન્મ સમયે એક પુરુષ હતી!

Posted By:
Subscribe to Oneindia News

કહેવાય છે કે ભગવાને સુંદરતા દરેકને આપી છે કોઇનો સ્વાભાવ સુંદર હોય છે તો કોઇનો અવાજ તો કોઇનો ચહેરો. વળી સુંદરતા માટેની આપણી વ્યખ્યા અને ધારણા પણ વ્યક્તિદીઠ બદલાય છે. ધણાને ગૌરા વાનમાં સુંદરતા દેખાય છે તો ધણાને કામણગારી આંખોમાં સુંદરતા દેખાય છે. જેમ સુંદરતાને લઇને આપણે ભિન્ન ભિન્ન વિચારો ધરાવીએ છીએ તેવી જ રીતે આપણે તમામ ભિન્ન વ્યક્તિઓ છીએ.

જન્મ સમયે કંઇક અને મોટા થઇને આપણે કંઇક બનીએ છીએ. મોટા ભાગના લોકો માટે આ ચેન્જ સામાન્ય જ હોય છે પણ અમુક લોકો તેવા હોય છે જે જન્મ સમયે જેવા હોય છે તેના કરતા મોટા થઇને જડ મૂડ બદલાઇ જાય છે. ત્યારે આજે અમે કેટલાક તેવા ટ્રાન્સજેન્ડર સુંદરીઓના ફોટો બતાવવાના છીએ જેને જોઇને તમે પણ એક વાર માટે વિચારમાં પડી જશો કે શું ખરેખરમાં આ છોકરીઓ જન્મ એક પુરુષ તરીકે થયો હતો?

સીનાટા સંઘા
  

સીનાટા સંઘા

આ છે સાઉથ એશિયાની સૌથી સફળ ટ્રાન્સજેન્ડર મોડેલ. જે બ્રિટનમાં હાલ પોતાની આ ફેમને એન્જોય કરે છે. તે મૂળ ભારતીય છે અને હાલ પંજાબી કુડ્ડી છે.

મલ્લિકા
  

મલ્લિકા

મલ્લિકા ભારતની પહેલી તેવી ટ્રાન્સજેન્ડર મોડેલ છે જેણે થાઇલેન્ડમાં યોજવામાં આવતી આંતરાષ્ટ્રિય ક્વીન હરિફાઇમાં ભાગ લીધો હતો.

કૈરોલીન
  

કૈરોલીન "તુલા"

આ બ્રિટિશ મોડેલ દુનિયાની ટોપની ટ્રાન્સ સેક્સ્યુઅલ મોડેલ છે. અને ચોક્કસ તેની આ તસવીર જોઇને તમે માની જ નહીં શકો કે તે પહેલા છોકરો હતી?

ચમીલા અક્ષાંકા
  

ચમીલા અક્ષાંકા

આ શ્રીલંકાની ટોપ મોડેલ છે. ફેશન ઇન્ડસ્ટ્રીમાં તેની બોલબાલા છે. વળી તેણે 2011માં આંતરાષ્ટ્રીય ક્વીન પેજન્ટમાં ભાગ પણ લીધો હતો. આ હરિફાઇ દ્વારા દર વર્ષે દુનિયાના સૌથી સુંદર ટ્રાન્સજેન્ડરને ખિતાબ પણ આપવામાં આવે છે.

Sirapassorn Atthayakorn
  

Sirapassorn Atthayakorn

થાઇલેન્ડની આ મોડેલનું નિકનેમ સીમ્મી છે. તેણે 2011માં મિસ ઇન્ટરનેશનલ ક્વીન પેજેન્ટનો ખિતાબ જીત્યો છે. અને તે ખરેખરમાં એટલી સુંદર છે કે કોઇ પણ તેમ ના કહી શકે કે તે એક સમય પુરુષ હતી!

ફ્લોરેનિકા ડીલાવી
  

ફ્લોરેનિકા ડીલાવી

તે પહેલા રોબર્ટ કાર્લોસ ત્રિનિદાદ તરીકે ઓળખાતી હતી. તે દુનિયાની સૌથી જાણીતી ટ્રાન્સજેન્ડર એક્ટ્રેસ છે. હાલમાં જ તેણે સેરોગસી દ્વારા બે જોડિયા બાળકોની માતા બની છે.

આઇસિસ કિંગ
  

આઇસિસ કિંગ

ડેરેલ વોલ્સ નામે જન્મેલી આ ટોપ મેડેલને પ્રસિદ્ધિ ત્યારે મળી જ્યારે તે અમેરિકાના પ્રખ્યાત કાર્યક્રમ અમેરિકા નેક્સ ટોપ મોડેલમાં ભાગ લીધો. આવું કરનાર તે પહેલી ટ્રાન્સજેન્ડર મોડેલ હતી.

ક્લાઉડિયા
  

ક્લાઉડિયા

આ સેક્સી અને આકર્ષક ફોટો જોઇને કોઇ પણ સ્વીકારશે કે ક્યારેક છોકરો પણ હતી? આ બ્યુટિફૂલ મોડેલે 2008માં અમેરિકન નેક્સ ટોપ ટ્રાન્સસેક્યુઅલ મોડેલની વિનર છે.

લિયા ટી
  

લિયા ટી

લિયોનાર્ડો સેરેઝો નામને જન્મેલ આ મોડેલ હાલ ટોપના ફેશન હાઉસની ટોપ મેડેલ છે. અને તેની સુંદરતાથી બધા જ તેના પર થઇ જાય છે આફરીન.

એન્ડરેજ પેજીંક
  

એન્ડરેજ પેજીંક

આ સરેબિયન ઓસ્ટ્રેલિયન મોડેલ આકર્ષક ગુડ લૂક ધરાવે છે. અને તેણીએ 2011માં પુરુષ અને સ્ત્રી બન્નેના કલેક્શન પહેરીને રેમ્પવોક કર્યું હતું અને વાહવાઇ લૂટી હતી.

English summary
The most interesting part about these women is that they were all born males! Yes, of late you tend to see more trans-sexual people being bold and more comfortable with their body than before.
Please Wait while comments are loading...