India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

VIDEO: આ છે ભારતનો સૌથી વિચિત્ર બાળક, વાળથી ઢંકાયેલો છે આખો ચહેરો

|
Google Oneindia Gujarati News

આમ તો વિચિત્ર બાળકો વિશે ઘણુ સાંભળ્યુ છે પરંતુ શું એવો કોઈ બાળક તમે જોયો છે જેનુ આખુ શરીર મોટા મોટા વાળથી ઢંકાયેલુ હોય. અમે તમને આજે આવા જ એક વિચિત્ર બાળકને મળાવીશુ અને જણાવીશુ કે કઈ રીતે પરિવારે આ બાળકને આજ સુધી લોકોની નજરથી બચાવીને રાખ્યુ છે. વાસ્તવમાં મધ્યપ્રદેશના રતલામ જિલ્લાનું ગામ નાંદલેટા બીજા ગામ જેવુ જ છે પરંતુ આ ગામમાં 13 વર્ષનો એક બાળક છે જે માત્ર દેખાવમાં વિચિત્ર નથી પરંતુ અનોખો પણ છે. આ 13 વર્ષના બાળકનું નામ છે લલિત પાટીદાર.

લલિત પાટીદાર

લલિત પાટીદાર

આમ તો અન્ય સામાન્ય બાળકોની જેમ રમે છે, ખાય છે અને દિનચર્યાના બાકીના કામ પણ કરે છે પરંતુ દેખાય છે ખૂબ અલગ જ. લલિતના આખા શરીર પર મોટા મોટા વાળ છે. આખો ચહેરો ઘાટા વાળથી ઢંકાયેલો છે. આ કોઈ રિએક્શન કે અન્ય કોઈ કારણથી નહિ પરંતુ જન્મથી જ આવુ છે. લલિત જન્મ સમયે તો સામાન્ય હતો પરંતુ થોડા દિવસ બાદ જ તેના ચહેરા પર વાળ ઉગવા શરૂ થઈ ગયા હતા જેને જોઈને પરિવાર પર ચિંતાના વાદળો છવાઈ ગયા હતા કે તે લલિતને કેવી રીતે આ વાળમાંથી મુક્તિ અપાવે.

ઈલાજ પણ કરાવ્યો પરંતુ છૂટકારો મળ્યો નહિ

ઈલાજ પણ કરાવ્યો પરંતુ છૂટકારો મળ્યો નહિ

ઘણા વર્ષો સુધી લલિતના પરિવારે ઈલાજ પણ કરાવ્યો પરંતુ તેના શરીરના વાળની સમસ્યા દૂર થઈ નહિ. લલિત મોટો થવા લાગ્યો હતો. હવે બીજા બાળકો સામે જવામાં મુશ્કેલી થવા લાગી. બીજા બાળકો ડરવા લાગ્યા. એવામાં પરિવારની ચિંતા વધવા લાગી. પરિવારના લોકો શરૂઆતમાં લલિતને બહાર ભાગ્યે જ કાઢતા. લોકોની સામે લાવતા પણ ખચકાયા. ડર પણ હતો કે બાળક સાથે કંઈ ખોટુ ન થઈ જાય પરંત જ્યારે લલિતના અભ્યાસની ઉંમર નજીક આવી તો પરિવારે પણ હિંમતથી કામ લીધુ. બાળકને ભણવા માટે સ્કૂલે મોકલ્યો. તેનુ શિક્ષણ શરૂ કર્યુ અને તેના જીવનને આગળ વધવાનો ધ્યેય આપ્યો.

પુત્રની શારીરિક નબળાઈને પરિવારે ન બનવા દીધી મજાક

પુત્રની શારીરિક નબળાઈને પરિવારે ન બનવા દીધી મજાક

લલિતના પિતા બંકટલાલ પાટીદાર એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી છે. ખેતીમાંથી પોતાના પરિવારનું પાલનપોષણ કરે છે અને પોતાના પુત્ર લલિતને સમાજમાં મજબૂત વ્યક્તિ બનાવવાની કવાયતમાં લાગેલા છે. લલિતે પણ ઘણી હિંમતથી કામ લીધુ. પોતાના વિચિત્ર સ્વરૂપને દુનિયાના મ્હેણાટોણાથી ડર્યા વિના સમાજમાં નિર્ભયતાથી ઉભો રહ્યો. લલિત જણાવે છે કે મોટા વાળના કારણે તેને જમવા, શ્વાસ લેવા અને કાનમાં દવા નાખવામાં તકલીફ પડે છે. લલિત અભ્યાસ જ નહિ પરંતુ ખેલકૂદ તેમજ અન્ય ગતિવિધિઓમાં અવ્વલ છે અને પોતાના દોસ્તો સાથે તે સામાન્ય બાળકની જેમ કહે છે. અન્ય બાળકો પણ લલિતને હતોત્સાહ નથી કરતા અને તેને પોતાના દરેક ખેલકૂદ અને અન્ય ગતિવિધિઓમાં સાથે રાખે છે.

વિદેશી ડૉક્ટરોની મદદથી કરાવશે ઈલાજ

વિદેશી ડૉક્ટરોની મદદથી કરાવશે ઈલાજ

લલિતના વિચિત્ર સ્વરૂપ અંગે ડૉક્ટર્સના પણ પોતાના મંતવ્યો છે. ડૉ. રાજેશ શર્માનું માનવુ છે કે આ હાઈપર ટ્રાઈકોસિસ કંડીશન હોય છે જેમાં બહુ વધુ વાળ શરીર પર થઈ જાય છે. ક્યારેક ક્યારેક તે એટલી વધુ થઈ જાય છે કે ઘાટા વાળ શરીર પર આવી જાય છે. આનો ઈલાજ થઈ શકે છે. આના માટે સતત ડૉક્ટર્સના સંપર્કમાં રહેવુ પડશે. બાળકની જાણકારી સામે આવ્યા બાદ હવે ડૉક્ટર રાજેશ શર્મા પણ આ બાળકના ઈલાજ માટે પહેલની વાત કહી રહ્યા છે. તેમનુ કહેવુ છે કે આ સમસ્યા માટે તે પોતાના પરિચિત ડૉક્ટર્સ જે યુએસ તેમજ યુએસએમાં છે તેમનો સંપર્ક કરીને આ બાળકના ઈલાજની દિશામાં આગળ વધશે.

આ પણ વાંચોઃ કેવી રીતે દિલ્લીની હોટલ અર્પિત પેલેસમાં લાગેલી આગે લઈ લીધા 17ના જીવઆ પણ વાંચોઃ કેવી રીતે દિલ્લીની હોટલ અર્પિત પેલેસમાં લાગેલી આગે લઈ લીધા 17ના જીવ

English summary
hairs on entire face of 13 year old School boy lalit patidar in Ratlam Madhya pradesh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X