• search

Shhhhh....કલકત્તાની આ 5 જગ્યા પર એકલા ન જવું

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  જો તમે રવિન્દ્રનાથ ટાગોરની જન્મભૂમિના દર્શન કરવાની ઈચ્છા ધરાવો છો, તો ચોક્કસ હોવી જોઈએ. પરંતુ કલકત્તા જતા પહેલા ત્યાંના કેટલાક પ્રવાસન સ્થળોનો અભ્યાસ ચોક્કસ કરી લો.

  અહીં દરેક પ્રવાસન સ્થળ અદભૂત છે. કલકત્તામાં ભારતના ઈતિહાસની ધરોહર પણ છે. પરંતુ અહીં કેટલાક એવા સ્થળ પણ છે કે જ્યાં ભૂત રહે છે. જી હા, આ વાત મજાકમાં નથી કહેવામાં આવી રહી.

  કલકત્તાના વરિષ્ઠ નાગરિકોના મુખે તમે આ તમામ સ્થળ અંગે સાંભળી શકો છો. આવો આજે અમે તમને કલકત્તાના એવા જ કેટલાક ભૂતિયા સ્થળો અંગે વાત કરીએ......

  હાવડા બ્રિજની નીચે ગંગામાં
    

  હાવડા બ્રિજની નીચે ગંગામાં

  હાવડા બ્રિજની નીચે મુલ્લિક ઘાટ અને જનાના ઘાટ છે. જ્યાં રોજ સવારે કુશ્તીના ઘણાં પહેલવાન અભ્યાસ માટે આવે છે. આ પહેલવાનોના જણાવ્યા અનુસાર રોજ સવારે ગંગામાં એક ડુબતું શરીર નજરે પડે છે. જેમાં ડુબતા શરીરનો ભાગ મદદ માંગે છે. એવામાં ગભરાઈ જવાય છે. સમજ નથી પડતી કે કોઈ આત્મા છે કે પછી સાચે જ કોઈ ડુબી રહ્યું છે. આવામાં જો તમે એકલા હોવ તો પસીનો છુટી જશે.

  નીમતાલા બર્નીગ ઘાટ
    

  નીમતાલા બર્નીગ ઘાટ

  મધ્ય કલકત્તામાં આવેલો નીમતાલા બર્નીગ ઘાટ કલકત્તાના સૌથી પ્રાચીન ઘાટમાંથી એક છે. અહીં રાત્રે કાલી માતાની પૂજા કરવામાં આવે છે. આ પૂજા જોઈને તમને કોઈ આધ્યાત્મિક અહેસાસ નહીં થાય પરંતુ આપ ડરી જશો. સ્થાનિકોનું માનીએ તો અહીં રોજ રાત્રે અઘોરીઓ આવીને હાડકા વડે તાંત્રિક પૂજા વિધી કરે છે. ભૂતિયા શક્તિઓને અહીં રાતના સમયે જાગૃત કરવામાં આવે છે.

  પુતુલવાડી અથવા ઢીંગલીઓનું ઘર
    

  પુતુલવાડી અથવા ઢીંગલીઓનું ઘર

  આ સ્થળનું નામ જ અજીબ છે. આ એક ઈમારત છે જે ગંગાની પેલે પાર અહિરીટોલામાં છે. આ ઈમારતમાં ઘણી ઢીંગલીઓની છબી છત પર બનેલી છે. આ ઈમારતમાં ઉપરના માળે હજી પણ કેટલાક લોકો રહે છે. નીચેના માળને જ ભૂતિયા માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે આ ઈમારતમાં જમીનદારો આવતા હતા, અને મહિલાઓ તેમજ છોકરીઓનું યૌન શોષણ કરતા હતા. જેથી આ ઈમારતમાં તે મહિલાઓ અને છોકરીઓની આત્મા ભટકે છે.

  લોઅર સર્કિલુર રોડ કબ્રસ્તાન
    
   

  લોઅર સર્કિલુર રોડ કબ્રસ્તાન

  સાઉથ પાર્ક સ્ટ્રીટ કબ્રસ્તાનને કલકત્તાના સૌથી ભયાનક સ્થળોમાંથી એક માનવામાં આવે છે. આ સ્થળ પર ઘણી ગ્રીનરી છે. આ સ્થળ પર બ્રિટીશ સૈનિકોની કબર છે. અહીં સર W.H.મેકની કબર છે જેમના શવને અફઘાનિસ્તાનથી લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમની પત્નીને પણ અહીં જ દફન કરવામાં આવી હતી. કહેવામાં આવે છે રાતના સમયે આ કબર પરના વૃક્ષો થથરતા જોવા મળે છે. જો કે અહીં કોઈ ભૂતિયા ઘટના નથી જોવા મળી, પરંતુ રાતના સમયે અહીંથી નીકળતી વખતે ડરી જવાય છે.

  રવિન્દ્ર સરોવર રેલ્વે સ્ટેશન
    

  રવિન્દ્ર સરોવર રેલ્વે સ્ટેશન

  રાતના સમયે છેલ્લી ટ્રેન નીકળી રહી છે, કે ઉપરથી કોઈએ છલાંગ લગાવી અને વીજળીના તાર સાથે ટકરાઈને મોત થયું. આવા દ્રશ્યો અહીં ખુબ જ સામાન્ય છે. કલકત્તામાં 70 ટકા લોકો અહીં જ આત્મહત્યા કરે છે. રાત્રે લગભલ 10.30ની આસપાસ અહીંથી છેલ્લી ટ્રેન નીકળે છે, અને તેને ચલાવનાર ડ્રાઈવર માને છે કે અહીં કેટલાક આછા પડછાયા આત્મહત્યા કરતા જોવા મળે છે.

  રોયલ કલકત્તા ટર્ફ ક્લબ
    

  રોયલ કલકત્તા ટર્ફ ક્લબ

  રેસ કોર્સ: વર્ષ 1930માં જ્યોર્જ વિલિયમ્સ ઘોડા દોડની રેસના ઘણાં શોખીન હતા. તેમની સફેદ ઘોડી તેમની શાન અને ગર્વ હતી. તેઓ આ ઘોડીના કારણે હંમેશા જીતતા હતા. પરંતુ એક દિવસ આ ઘોડી કલકત્તાની વાર્ષિક દોડમાં હારી ગઈ અને પછીના દિવસે તે ટ્રેક પર મરી ગઈ. ત્યારથી અત્યારસુધી તે ઘોડી ટ્રેક પર દોડતી ઘણી વખત જોવા મળી છે.

  નેશનલ લાઈબ્રેરી
    

  નેશનલ લાઈબ્રેરી

  નેશનલ લાઈબ્રેરી કલકત્તાના અલીપુર જન્તુઆલય અને અલીપુર જેલની વચ્ચે આવેલી છે. આ પુસ્તકાલય દુર્લભ પુસ્તકોના સંગ્રહને લઈને જાણીતું છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર અહીં ભૂતોનો વાસ છે. પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ ગર્વનરની પત્ની લેડી મેક્કોફને લાઈબ્રેરીની દેખભાળ કરવી ખુબ ગમતી હતી. તેમને બિલકુલ નહોતું ગમતુ કે વ્યવસ્થાનો કોઈ ભંગ કરે. એવું માનવામાં આવે છે કે આજે પણ તેઓ આ લાઈબ્રેરીની દેખભાળ કરે છે.

  English summary
  Spooky stories about well known public places in kolkata sell like hot cakes! If you don’t believe us, then read on the list about some haunted places in Kolkata.
  Please Wait while comments are loading...

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more