પ્રેમની તલાશમાં 2000 કિમી પગપાળા ચાલી મહારાષ્ટ્ર પહોંચ્યો વાઘ, શું આખરે મળી વાઘણ?
નવી દિલ્હીઃ તમે કેટલીયવાર સાંભળ્યું હશે કે પોતાના પ્રેમની તલાશમાં કોઈ શખ્સ હજારો કિમી દૂર ચાલ્યો ગયો. બૉલીવુડમાં પણ આવી કેટલીય ફિલ્મોબની છે, જ્યાં પોતાની મોહબ્બતને મેળવવા માટે ફિલ્મનો હીરો સમૂદ્ર પાર બીજા દેશ ચાલ્યો જાય છે. પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું કે કોઈ જાનવર પણ પોતાના પ્રેમ માટે હજારો કિમી લાંબો સફર ખેડે છે? સાંભળવામાં તમને આ થોડું અજીબ લાગતું હશે, પરંતુ આ કહાની સાચી છે. એક વાઘ પોતાના પ્રેમને મેળવવા માટે 2000 કિમી લાંબો સફર ખેડી તેલંગાણાથી મહારાષ્ટ્ર પહોંચે છે.

IFS ઑફિસરે શેર કરી તસવીર
જણાવી દઈએ કે ભારતીય વન સેવાના અધિકારી પ્રવીણ કાસવાને દિલને અડી જાય તેવી તસવીર પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કરી છે. પ્રવીણ કાસવાને વાઘની કહાની વિશે જણાવતા લખ્યું છે, ભારતનો આ વાઘ પગપાળા ચાલી જ્ઞાનગંગા જંગલમાં પહોંચી ગયો છે. તે નહેરો, ખેતરો, જંગલો, રસ્તાઓને કોઈપણ અવરોધ વિના કે કોઈને પણ નુકસાન પહોંચાડ્યા વિના 2000 કિમી સુધી ચાલ્યો. તેણે દિવસમાં આરામ કર્યો અને રાત્રે સફર, અને આ બધું તેણે પોતાના સારા પાર્ટનરને પામવા માટે કર્યું. આ વાઘ પર સતત નજર રાખવામાં આવી રહી હતી.

સોશિયલ મીડિયા પર તસવીર વાયરલ થઈ
જણાવી દઈએ કે જ્ઞાનગંગા જંગલ મેલઘા ટાઈગર રિઝર્વનો ભાગ છે અને મહારાષ્ટ્રના બુલઢાના જિલ્લામાં આવેલ છે. આઈએફએસ ઑફિસર પ્રવીણ કાસવાન તરફથી આ સ્ટોરી શેર કરાયા બાદ સોશિયલ મીડિયા પર મેપ ટ્રેકિંગની સાથે વાઘની આ તસવીર ખુબ વાયરલ થઈ રહી છે. લોકો સોશિયલ મીડિયા પર આ વાઘની સ્ટોરીને શેર કરતાં રિએક્શન પણ આપી રહ્યા છે.

આ વાઘ અસલી હીરો છે
પોસ્ટ પર રિએક્શન આપતા એક યૂઝરે લખ્યું કે, 'એ વાઘણ કેટલી લકી હશે, જેને આ વાઘ મળશે. આ વાઘ માત્ર તેને પામવા માટે 2000 કિમી ચાલ્યો.' જ્યારે અન્ય એક યૂઝરે લખ્યું, 'વાહ, 2000 કિમીની સફર અને એ પણ કોઈને નુકસાન પહોંચાડ્યા વિના, આ વાઘ અસલી હીરો છે. આ વાઘે ખુદ માટે રસ્તામાં જ ખોરાક શોધ્યો, શિકારીઓથી ખુદને બચાવ્યો, આ બધો સંઘર્ષ પોતાના પાર્ટનરને પામવા માટે.'

યૂઝરે પૂછ્યું- શું વાઘણ મળી?
એક યૂઝરે પોસ્ટ પર કોમેન્ટ કરતા પૂછ્યું, 'બીચારો વાઘ, શું આખરે તેના માટે એક સારો પાર્ટનર મળ્યો.' એક યૂઝરે લખ્યું, 'આ તો કોઈની લાઈફમાં ડોક્યાં કરવા જેવું થયું. આપણે તેનો પીછો કરી રહ્યા છીએ. જાનવરોને પણ પ્રાઈવસીનો અધિકાર છે. હું એક વાત વિચારીને દંગ રહી ગયો કે કદાચ આ વાઘને રસ્તામાં કોઈ વાઘણ મળી ગઈ હોત તો કોઈ જોઈ જશે એવા ડરથી તે વાઘ સાથે સંબંધ બાંધવાની ના પાડી દેત. હા.. હા..'
Yes Bank: RBIના પ્રતિબંધ પહેલા ખાતાધારકોએ 6 મહિનામાં 18000 કરોડ ઉપાડ્યા