
લો આમાં હસવું કે રડવું! અહીં પુરૂષોને કરવા પડે છે બે લગ્ન, ના પાડે તો જવું પડે છે જેલ
ભારતમાં પહેલી પત્નીને છૂટાછેડા આપ્યા વિના કોઈ બીજા લગ્ન કરી શકતું નથી. દુનિયાના દરેક દેશમાં લગ્ન માટે અલગ અલગ કાયદા છે, પરંતુ દુનિયામાં એક એવો દેશ છે જ્યાં દરેક પુરુષ માટે બે લગ્ન કરવા ફરજીયાત છે. જો કોઈ પુરુષ બે વાર લગ્ન કરવાનો ઇન્કાર કરે તો તેણે પોતાનું જીવન જેલના સળિયા પાછળ વિતાવવું પડશે.

શું આવો કાયદો હોઈ શકે?
આફ્રિકા ખંડના દેશોમાં લગ્નને લગતા જુદા જુદા કાયદા છે, પરંતુ આવા કાયદા વિશ્વના અન્ય કોઈ દેશમાં નથી. આફ્રિકા ખંડના એક દેશમાંએક વિચિત્ર કાયદો છે. અહીં પુરૂષો માટે બે વાર લગ્ન કરવા ફરજીયાત છે. જો કોઈ વ્યક્તિ લગ્ન કરવાનો ઇન્કાર કરે છે, તો તેને સખતસજા આપવામાં આવે છે. આ અનોખા દેશના કાયદા વિશે જાણીને તમને આશ્ચર્ય થશે જ. તમે વિચારતા જ હશો કે શું કોઈ દેશમાં આવોકાયદો હોય શકે? આવો જાણીએ આફ્રિકા ખંડના આ દેશ વિશે...

પુરુષોને કરવા પડે છે બે લગ્ન
આફ્રિકા ખંડના આ દેશમાં બે લગ્ન માટે અનોખો કાયદો બનાવવામાં આવ્યો છે. આ આફ્રિકન દેશનું નામ એરિટ્રિયા છે. અહીં પુરૂષો માટે બેવાર લગ્ન કરવા ફરજીયાત છે. હવે માણસે પ્રસન્ન ચિત્તે લગ્ન કરવા જોઈએ કે દુઃખી થવું જોઇએ.

જાણો શું છે કાયદો
એરિટ્રિયામાં, બે લગ્ન ફરજીયાત છે. જો કોઈ પુરુષ લગ્ન કરવાનો કે બે પત્નીઓ રાખવાની ના પાડે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાંઆવે છે. જો કોઈ બે લગ્ન કરવાનો ઇન્કાર કરે તો તેને આજીવન કેદની સજા થાય છે. આ દેશમાં મહિલાઓના કારણે આ અનોખો કાયદોબનાવવામાં આવ્યો છે. એરિટ્રિયામાં પુરુષો કરતાં મહિલાઓની સંખ્યા ઘણી વધુ છે. ઇરિટ્રિયામાં ઇથોપિયા સાથે ગૃહ યુદ્ધ ચાલી રહ્યું છે, જેનાકારણે અહીં મહિલાઓની સંખ્યા વધુ છે.

સ્ત્રીઓ પુરુષોને બે વાર લગ્ન કરતા રોકી શકતી નથી
સૌથી આશ્ચર્યની વાત એ છે કે, આ દેશમાં મહિલાઓ માટે પણ કડક કાયદા છે. અહીંની મહિલાઓ પુરુષોને બે વાર લગ્ન કરતા રોકી શકતીનથી. જો તેઓ લગ્નમાં કોઈ અવરોધ ઉભો કરે છે, તો તેમને જેલમાં પણ ધકેલી દેવામાં આવે છે.