• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

થ્રીલિંગ અનુભવઃ હૃદયના ધબકારા વધારી દે તેવા બ્રીજ

|

વિશ્વના અનેક ખૂણાઓમાં માનવીએ પોતાની સવગડતા માટે કેટલીક એવી વસ્તુઓનું નિર્માણ કર્યું છેકે જે સવગડતા તો આપે છે, પરંતુ સાથોસાથ અસલામતીનો અનુભવ પણ કરાવે છે, તો કેટલીક વાર આ જ બાબતો એ લોકોમાં થ્રીલ ઉભુ કરી દે છે, જે લોકો જોખમ ખેડવાનું પસંદ કરતા હોય છે. આપણે વિશ્વના વિભિન્ન દેશોમાં બનેલા અનેક રસ્તાઓ જોયા હશે, કે જે ઘણા જ ખતરનાક હોય છે, આ રસ્તાઓ પર ડ્રાઇવિંગ કરવું એટલે જીવને જોખમમાં મુકવા જેવી વાત હોય છે, પરંતુ કેટલાક મજબૂરી વસ તો કેટલાક થ્રીલ પેદા કરવા માટે આ રસ્તાઓનું ખેડાણ કરતા હોય છે.

આજે અમે એવા જ કેટલાક ફૂટ બ્રીજ અંગે જણાવી રહ્યાં છીએ, જે સુંદર છે, થ્રીલ પેદા કરે તેવા છે, પરંતુ સાથોસાથ અત્યંત જોખમી પણ છે. જેમના પરથી પસાર થતી વખતે તમારા દિલની ધડકનો તેજ થઇ જાય છે અથવા તો જાણે કે એવી અનુભૂતિ થાય છેકે આપણું હૃદય ધબકવાનું ચૂકી ગયું હોય. તો ચાલો તસવીરો થકી આ બ્રીજની યાત્રા કરીએ.

ઘાસા, નેપાલ

ઘાસા, નેપાલ

ઘાસાએ સૌથી ખતરનાક બ્રીજ છે, જે નેપાળના ગુસ ગામે આવેલો છે. આ બ્રીજને ઘણી જ નબળાઇથી બનાવવામાં આવ્યો હોવા છતાં આ બ્રીજ પરથી મોટી માત્રામાં લોકો દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવે છે. મહત્વની વાત એ છેકે આ બ્રીજ આટલો નબળો હોવા છતાં પણ લોકોને તેનાથી કોઇ સમસ્યા થઇ નથી.

કૅરિક-એ-રેડ રોપ બ્રિજ, યુકે

કૅરિક-એ-રેડ રોપ બ્રિજ, યુકે

આ બ્રીજ યુકેના નોર્થન આયર્લેન્ડના ઍન્ટ્રિમ શહેરમાં આવેલો છે. 21 મીટર લાંબો આ બ્રીજ 30 મીટરની ઉંચાઇ પર બનાવવામાં આવ્યો છે. આ બ્રીજને પાર કરવો ઘણો જ અઘરો છે. યાત્રાળુંઓએ આ બ્રીજને પાર કરતી વખતે ઘણી સાવધાની રાખવી પડે છે.

વાઇન ફૂટફાથ એકેએ બ્રીજ, જાપાન

વાઇન ફૂટફાથ એકેએ બ્રીજ, જાપાન

આ બ્રીજ જાપાનના ઇયા વીલે ખાતે આવેલો છે. પોતાના રાજ્યને યોદ્ધા અને આશ્રિતોથી બચાવવા માટે પૌરાણીક સમયમાં આ બ્રીજની રચના કરવામાં આવી હતી. આ બ્રીજ ઇયા નદી પર છે અને તેની પહોળાઇ 13 ઇંચ જેટલી છે. આ બ્રીજને પાર કરતી વખતે સંતુલન જાળવવું ઘણું જ અઘરું થઇ પડે છે.

તમન નાગરા નેશનલ પાર્ક બ્રીજ, મલેશિયા

તમન નાગરા નેશનલ પાર્ક બ્રીજ, મલેશિયા

આ મલેશિયાનો લોંગ સસ્પેન્શન બ્રીજ છે. આ બ્રીજ પરથી દરરોજ હજારો યાત્રીઓ પસાર થાય છે. ચોમાસા દરમિયાન આ બ્રીજને પાર કરવો ઘણો જ કપરો થઇ પડે છે. આ બ્રીજની ઉંચાઇ 40 મીટર છે.

કાકુમ નેશનલ પાર્ક કૉનોપી વૉકવે-ગુહાના

કાકુમ નેશનલ પાર્ક કૉનોપી વૉકવે-ગુહાના

આ બ્રીજ ગાઢ જંગલમાં આવેલો છે. તે લગભગ 76 ફૂટનો છે. આ થીમ પાર્ક પ્રવાસીઓથી ભરેલો રહે છે અને જ્યારે આ બ્રીજ પાર કરવાનો વારો આવે છે ત્યારે તે કપરી પરિસ્થિતિ સર્જે છે.

ત્રિફ્ટ બ્રીજ, સ્વિત્ઝરલેન્ડ

ત્રિફ્ટ બ્રીજ, સ્વિત્ઝરલેન્ડ

આ બ્રીજ આલ્પ્સ ઓફ ગડમેનમાં આવેલો છે. તે 180 મીટર લાંબો અને 110 મીટર પહોળો છે. આ બ્રીજને 2004માં બનાવવામાં આવ્યો હતો અને 2009માં તેનું સમારકામ કરવામાં આવ્યું હતું. આ બ્રીજની સુરક્ષા વ્યવસ્થા ઘણી નબળી છે.

મુસોઉ સુરિબાશી બ્રીજ, જાપાન

મુસોઉ સુરિબાશી બ્રીજ, જાપાન

આ બ્રીજ મોસ્ટ ટેરિબલ બ્રીજ કહેવાય છે. તેનું નિર્માણ 1950માં કરવામાં આવ્યું હતું. આ બ્રીજની બોર્ડ અને રોપ્સ ઘણી જ નબળી છે. આ બ્રીજને દરરોજ હજારોની સંખ્યામાં લોકો દ્વારા પાર કરવામાં આવે છે. જો આ બ્રીજ પાર કરવા માગો તો સો વખત વિચારીને પાર કરવો પડે છે.

એગુઇલ્લે દુ મિડી, ફ્રાન્સ

એગુઇલ્લે દુ મિડી, ફ્રાન્સ

આ બ્રીજ ફ્રાન્સમાં આવેલો છે. જો તમે કોઇ હૃદય સંબંધિત બીમારીની પીડાઇ રહ્યા છો તો તમારે આ બ્રીજ પરથી યાત્રા કરવાની ટાળવી જોઇએ. આ બ્રીજ સુમદ્ર લેવલથી 12600 ફૂટની ઉંચાઇ પર બનાવવામાં આવ્યો છે. આ બ્રીજની બન્ને બાજું સપોર્ટ આપવામાં આવ્યા છે, પરંતુ તેની ઉંચાઇ તમારા ધબકારા વધારી શકે છે.

ફૂટ બ્રીજ, પાકિસ્તાન

ફૂટ બ્રીજ, પાકિસ્તાન

પાકિસ્તાનમાં આવેલો આ બ્રીજ જાણેકે બાળકોના રમવાના મેદાન જેવો છે. નબળા મટીરિયલથી બનાવવામાં આવેલો આ બ્રીજ ઘણો જ નબળો છે, જો એ બ્રીજ પરથી જવું જરૂરી ના હોય તો તેના પરથી યાત્રા કરવાનું ટાળવું એ જ આપણા માટે હિતાવહ છે.

મરિંબ્રુએક, જર્મની

મરિંબ્રુએક, જર્મની

આ બ્રીજ જર્મનીમાં છે, સુંદર છે પરંતુ એટલો જ ખતરનાક પણ. જો તમે આ બ્રીજ પર જવાનું વિચારતા હોવ તો પહેલા તમારા દિલની ધડકનોને તેજ કરી લેવી જોઇએ.

English summary
Highly Dangerous Bridges in The World
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X