For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઘોડાની નાળથી જોડાયેલા આ અંધવિશ્વાસ માટે વિદેશીઓ છે જવાબદાર!

|
Google Oneindia Gujarati News

સામાન્ય રીતે આપણે જ્યારે પણ રસ્તા પર કોઇ લીંબુ મરચું કે માટલું મુકેલું જોઇએ છે ત્યારે ધણીવાર કહીએ છીએ કે આ ભારતમાં જ આવા ખોટા અંધવિશ્વાસની વાતો ચાલે છે. પણ જો તમે ઘરની બહાર ઘોડાની નાળ લગાવેલી જુઓ તો એમ ના માની લેતા કે આવું કરવા પાછળ કોઇ ભારતીયનો અંધવિશ્વાસ છે કારણ કે આ માન્યતા તો લંડનથી આવી છે.

ઘોડાની નાળનો ઉપયોગ લંડનના ડંસ્ટન નામના પાદરી શરૂ કર્યો હતો. કહેવાય છે કે ડંસ્ટને એક ખરાબ આત્માને દૂર કરવા માટે ઘોડાની નાળ તેના ઘર પર લગાવી હતી. જેનાથી તેને આવી પરેશાનીથી છુટકારો મળ્યો હતો.

ત્યારે ઘોડાની નાળને લઇને આવા જ કેટલાક અંધવિશ્વાસ જેને વિદેશોઓ ભારતમાં લઇને આવ્યા છે તે વિષે જાણો આ ફોટોસ્લાઇડરમાં...

મુખ્યદ્વારા પર નાળ

મુખ્યદ્વારા પર નાળ

કહેવાય છે કે ઘોડાની નાળને ઘરના પ્રવેશ દ્વાર પર લગાવવાથી દૈવીય કૃપા રહે છે.

ભૂત-પ્રેત

ભૂત-પ્રેત

વળી લંડનના લોકોની માન્યતા મુજબ ઘોડાની નાળની ઊંધી કરીને દ્વાર પર લગાવાથી ભૂત-પ્રેત અને નકારાત્મક ઊર્જા ઘરમાં નથી પ્રવેશતી.

બિમારી

બિમારી

વળી તેવું પણ માનવામાં આવે છે કે બિમાર વ્યક્તિની પથારીની ચારે બાજુ કાળા ઘોડાની નાળ લગાવાથી પણ લાભ થાય છે.

વેપારમાં વૃદ્ધિ

વેપારમાં વૃદ્ધિ

તો કેટલાક લોકોનું માનવું છે કે ઘોડાની નાળનું ઉપયોગ વ્યવસાયિક સ્થળે કરવાથી વેપારમાં પ્રગતિ થાય છે.

પ્રગતિ

પ્રગતિ

લોકોનું માનવું છે કે ઘોડાની નાળને કાળા કપડામાં બાંધીને તિજોરીમાં રાખવાથી નાણાંમાં વૃદ્ધિ થાય છે.

ખેલાડી

ખેલાડી

ખેલાડીઓએ ઘોડાની નાળ માંથી બનેલ છલ્લો ખાસ પહેરવાથી કે પર્સમાં રાખવાથી ફાયદો થાય છે તેવું પણ કેટલાક લોકોનું માનવું છે.

કમરનો દુખાવો

કમરનો દુખાવો

તો કેટલાક લોકો માને છે કે જેમને કમરના દુખાવાની તકલીફ હોય તેમણે ઘોડાની નાળને કાળા દોરામાં નાખી પહેરવી જોઇએ.

English summary
The superstitions that horseshoe kills the devils and stopped them to enter the house was not originated in India. Let's check the history.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X