તમારા ઘરે આવતુ દૂધ કેટલુ જુુનુ હોય છે? જાણો કેવી રીતે પહોંચે છે તમારા ઘર સુધી?
ભારત સહિતના મોટાભાગના દેશોમાં મોટી વસ્તી ડેરીના દૂધ પર આધાર રાખે છે. અમૂલ જેવી બ્રાન્ડ અને નાની ડેરીઓ લોકો સુધી દૂધ પહોંચાડવાનું કામ કરે છે. મોટાભાગના લોકોને લાગે છે કે તેમના સુધી તાજુ દૂધ પહોંચી રહ્યું છે. પરંતુ આ દૂધને તમારા સુધી પહોચવામાં ઘણો સમય લાગે છે.
ડેરીના દૂધને લઈને તમને સવાલ થાય કે તે કેટલું શુદ્ધ છે અને કેટલું તાજું છે. એક પ્રશ્ન છે કે તમારા ઘરે જે દૂધ આવે છે તે કેટલું જૂનું છે, એટલે કે પશુપાલક પાસેથી દૂધ તમારા ઘરે પહોંચતા કેટલો સમય લાગે છે?

જો તમે વિચારી રહ્યા છો કે ડેરી પશુપાલકો પાસેથી દૂધ લઈને તેને બેગમાં ભરીને સીધુ તમારા ઘરે પહોંચાડી રહી છે તો એવુ બિલકુલ નથી. આના માટે આખી ચેઈન છે. દૂધને તમારા ઘર સુધી પહોંચડાવા માટે ઘણા સ્ટેજ પરથી પસાર થાય છે.
સૌ પ્રથમ પશુપાલકો દૂધ કાઢીને તેને દરેક ગામ અથવા બ્લોકમાં બનાવવામાં આવેલા ડેરી કેન્દ્રમાં જમા કરાવે છે. અહીં દૂધના ફેટની ચકાસણી કરવામાં આવે છે અને પછી એકત્ર કરવામાં આવે છે.
આ પછી, બ્લોક સ્તરે એક કેન્દ્ર હોય છે જ્યાં દૂધ ઠંડુ કરવામાં આવે છે. આ મશીનો પહેલા દૂધને એટલું ઠંડુ કરે છે કે દૂધ બગડે નહીં. આ પછી તે કેન્દ્રોમાંથી ટેન્કર દ્વારા દૂધ પ્લાન્ટમાં લાવવામાં આવે છે. આ પ્લાન્ટ મોટા શહેરોમાં હોય છે.
અહીં દૂધને ફરીથી પ્રોસેસ કરીને પાશ્ચરાઇઝેશનની પ્રક્રિયામાંથી પસાર કરાય છે. ત્યારબાદ આ દૂધને પેક કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં દૂધને ગરમ અને ઠંડુ બંને કરવામાં આવે છે. પછી તેમાંથી ક્રીમ વગેરે કાઢીને તેને ગ્રેડ અનુસાર પેક કરવામાં આવે છે.
પેક થઈ ગયા પછી દૂધને વિતરણ માટે દુકાનોમાં પહોંચાડવામાં આવે છે. તે પછી તમે તે દૂધ ખરીદો અને પછી તેનો ઉપયોગ કરો છો. આવી સ્થિતિમાં તમે અનુમાન કરી શકો છો કે તમારી પાસે કેટલું જૂનું દૂધ આવે છે. એવું માનવામાં આવે છે કે તે ઓછામાં ઓછો એક દિવસનો સમય લે છે, જેના પછી દૂધ તમારા સુધી પહોંચે છે.












Click it and Unblock the Notifications
