For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો કેમ રાતના અંધકારમાં આપવામાં આવે છે ફાંસી?

|
Google Oneindia Gujarati News

શું તમને ખબર છે કેમ આજ દિવસ સુધી જેટલા પણ લોકોને ભારતમાં ફાંસીની સજા સંભળાવવામાં આવી છે તેમને મળસ્કે એટલે કે સવાર પહેલા જ મોતની નીંદરમાં સૂવડાવી દેવામાં આવ્યા છે. ત્યારે શું તમે કદી વિચાર્યું છે કે આવું કેમ? કેમ ફાંસી રાતના અંધકારમાં જ આપવામાં આવે છે.

કુંવારિકાઓના લોહીમાં નહાતી હતી, દુનિયાની આ સિરીયલ કિલર મહિલા

ત્યારે આજે અમે તમને ફાંસીની સજા વિષે કેટલીક રોચક માહિતી આપવાના છીએ. જેમ કે કેવી રીતે કેદીને ફાંસીની સજા અપાય છે. તે પહેલા જલ્લાદ કેદીના કાનમાં શું કહે છે. અને કેવા કેવા કારણો સર ફાંસીની સજાને રાતના અંધકારમાં જ અંજામ આપવામાં આવે છે તો વાંચો આ રસપ્રદ જાણકારી ફાંસી વિષે...

આતંકનો અંત અંધકારમાં

આતંકનો અંત અંધકારમાં

કહેવાય છે કે રાતના અંધકારમાં ફાંસી એટલા માટે આપવામાં આવે છે કે આતંકના અંત રાતના અંધારામાં જ આવી જાય જેથી કરીને નવી સવાર એક નવી રોશનીને લઇને આવી શકે.

રાતનો સમય શ્રેષ્ઠ

રાતનો સમય શ્રેષ્ઠ

જેલનું તમામ કામકાજ એક સંપૂર્ણ અનુશાસન સાથે ચાલે છે. ફાંસી એક મહત્વનું કામ છે તેને રાતના કરવામાં આવે છે જેથી કરીને સવારે જેલના અન્ય કામ નિયમબદ્ઘ રીતે કરી શકાય.

ડોક્ટરની ભૂમિકા મહત્વની

ડોક્ટરની ભૂમિકા મહત્વની

ફાંસીની સજામાં ડોક્ટરની ભૂમિકા ખૂબ જ મહત્વની હોય છે. તે ફાંસી પહેલા અને બાદ કેદીની તપાસ કરે છે. અને જો તે કહે કે કેદીની મોત નથી થઇ તો ફરી ફાંસીએ લટકાવવામાં આવે છે. નોંધનીય છે કે કસાબ પણ પોતાની ફાંસીની સજા માટે લાંબા સમય સુધી શ્વાસ રોકી રાખ્યો હતો જેના કારણે તેનો ડોક્ટર તેને લાંબા સમય સુધી ફાંસીના માચડે લટકાવ્યો હતો.

જેલ પ્રશાસન

જેલ પ્રશાસન

જેલ પ્રશાસન દ્વારા ફાંસી પહેલા કેદીની અંતિમ ઇચ્છા પુછવામાં આવે છે અને તેની ઇચ્છા મુજબ તે વસ્તુની પૂર્તિ પણ કરવામાં આવે છે.

શું કહે છે જલ્લાદ

શું કહે છે જલ્લાદ

ફાંસી વખતે જલ્લાદની ભૂમિકા પણ મહત્વની હોય છે. કારણ કે તે ફાંસીનો ફંદો નાખીને દોરીને ખેંચી છે. જો કેદી હિંદુ હોય તો રામ રામ અને મુસ્લિમ હોય તો સલામ કહીને તે ફાંસીનો આ ગાળિયો ખેંચે છે. સાથે જ કેદીને જલ્લાદ કહે છે કે "મને માફ કરી દેજે કારણ કે હું હુકમનો ગુલામ છું."

કોણ કોણ રહે છે હાજર

કોણ કોણ રહે છે હાજર

ફાંસીની સજા વખતે એક્ઝિક્યૂટીવ મેજીસ્ટ્રેટ, જેલ અધિક્ષક અને પ્રશાસનના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહે છે. અને ફાંસીનો સમય પણ પહેલેથી જ નક્કી કરવામાં આવે છે.

English summary
The Supreme Court of India has allowed the death penalty to be carried out in 5 instances since 1995,while a total of 26 executions have taken place in India since 1991.here is Important Facts about death sentence.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X