For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાગપતમાં મળ્યા મહાભારત યુગના 'શાહી' અવશેષો, તપાસમાં લાગી એક્સપર્ટની ટીમ

દિલ્હીના લાલ કિલ્લોમાં સ્થિત આર્કિયોલોજી સંસ્થામાં ફરીથી ઇતિહાસ લખવા માટેની તૈયારી થઇ રહી છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

દિલ્હીના લાલ કિલ્લોમાં સ્થિત આર્કિયોલોજી સંસ્થામાં ફરીથી ઇતિહાસ લખવા માટેની તૈયારી થઇ રહી છે. તેનું કારણ છે ભારતીય પુરાતત્ત્વ વિભાગની યુપીના બાગપતમાં ખોદકામ દરમિયાન મળ્યા કેટલાક 'શાહી' અવશેષ, કે જેને મહાભારત કાળના કહેવામાં આવી રહ્યા છે. બાગપતમાં ખોદકામ દરમિયાન હાડપિંજરના અવશેષો, રથ, તલવારો, ત્રણ શબપેટી તથા અન્ય વસ્તુઓ મળી હતી, જેને લાલ કિલ્લાની આર્કિયોલોજી ઇન્સ્ટિટ્યૂમાં લાવવામાં આવી. અહીં એક્સપર્ટ આ અવશેષોની ગંભીરતાથી તપાસ કરવામાં લાગેલા છે.

બાગપતમાં ખોદકામ દરમિયાન મળ્યા ખાસ અવશેષો

બાગપતમાં ખોદકામ દરમિયાન મળ્યા ખાસ અવશેષો

ઇન્સ્ટિટ્યુટ ઓફ આર્કિયોલોજી સાથે સંકળાયેલા નિષ્ણાતોના જણાવ્યા મુજબ બાગપતથી મળેલા આ અવશેષો શાહી યોદ્ધા પરિવારના દેખાય રહ્યા છે. તેઓ 2000-1800 ઈ.સ. પૂર્વ વચ્ચેના કાંસ્ય યુગના માનવામાં આવી રહ્યા છે. લગભગ આ સમય મહાભારત કાળ તરીકે પણ ગણવામાં આવે છે. જો કે, હમણાં પુરાતત્ત્વશાસ્ત્રીઓ આ કોઈ ચોક્કસ સંસ્કૃતિ સાથે જોડી જોવું જરૂરી સમજતા નથી. બાગપતના સોનૌલી, જ્યાંથી આ અવશેષો મળી આવ્યા છે તે અંદાજ અનુસાર કૌરવોની રાજધાની હસ્તીનાપુર નજીક હાજર છે. મહાભારત સમયગાળો 2000 ઈ.સ. પૂર્વ ગણવામાં આવે છે.

લાલ કિલ્લાના આર્કિયોલોજી ઇન્સ્ટિટ્યુટમાં ચાલી રહી છે રિસર્ચ

લાલ કિલ્લાના આર્કિયોલોજી ઇન્સ્ટિટ્યુટમાં ચાલી રહી છે રિસર્ચ

સમગ્ર બાબતમાં મેઇલ ટુડેની ટીમએ અરવિન અને સંજય મંજુલ સાથે વાત કરી હતી જે એએસઆઇ સાથે સંકળાયેલા છે. તેમના નેતૃત્વ હેઠળ લાલ કિલ્લાની આર્કિયોલોજી સંસ્થામાં અવશેષોનું સંશોધન કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે મળેલા અવશેષો માટે ઘણા પ્રકારના પરીક્ષણો અને અભ્યાસ કરવામાં આવી રહ્યા છે. તે સમયના લોકોના અસ્તિત્વ વિશેની માહિતી મેળવવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. તેમની મૃત્યુ કેવી રીતે થઇ. આર્કીઓલોજી ઈન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર સંજય મંજુલએ જણાવ્યું હતું કે સંશોધનમાં કોઈ ખુલાસો થાય તો એ આપણો પ્રાચીન ઇતિહાસ જાણવા ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. તેમણે જણાવ્યું હતું કે ભારતીય ઉપખંડમાં પહેલી વાર કોઈ સ્થળેથી ખોદકામમાં રથના અવશેષ મળ્યા છે. અગાઉ આ પ્રકારનું રથ ગ્રીસ અને મેસોપોટેમીયાના ખોદકામમાં મળી આવ્યું હતું.

ખોદકામમાં નીકળેલી વસ્તુઓ પુરાતત્વના સંદર્ભમાં મહત્વપૂર્ણ બનશે

ખોદકામમાં નીકળેલી વસ્તુઓ પુરાતત્વના સંદર્ભમાં મહત્વપૂર્ણ બનશે

બાગપતમાં સોનૌલીમાં ખોદકામ દરમિયાન ખાસ તલવારો પ્રથમ વખત મળી છે. શબપેટી મળી છે જેના પર તાંબા-પર્ણની ડિઝાઇન ઉપલબ્ધ છે. આઠ કબરો પણ ખોદકામ સ્થળે જોવા મળી છે, જેમાં એક કૂતરાની પણ હતી. હમણાં તો આ કબરોના વિશિષ્ટ અભ્યાસ માટે પહેલી વાર સીટી-સ્કેન, એક્સ-રે જેવી આધુનિક તકનીકોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિયોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર સંજય મંજુલે જણાવ્યું હતું કે પુરાતત્ત્વવિદ્યાના સંદર્ભમાં સોનૌલીમાં ખોદકામથી મેળવવામાં આવેલી વસ્તુઓ નવી સીમાચિહ્ન સાબિત થશે.

English summary
In Baghpat ASI finds 'royal' remains are linked to Mahabharata, relics could belong 2000 1800 BC
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X