For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અહીં પત્ની ગર્ભવતી થવા પર પતિ બીજા લગ્ન કરે છે, જાણો કારણ

પતિ અને પત્નીના સંબંધનું એક અજબ રૂપ રાજસ્થાનના બાડમેર વિસ્તારમાં જોવા મળે છે. જ્યાં પત્નીના ગર્ભવતી થવા પર પતિ બીજા લગ્ન કરી લે છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

પતિ અને પત્નીના સંબંધનું એક અજબ રૂપ રાજસ્થાનના બાડમેર વિસ્તારમાં જોવા મળે છે. જ્યાં પત્નીના ગર્ભવતી થવા પર પતિ બીજા લગ્ન કરી લે છે. અહીં વર્ષોથી આ પરંપરા ચાલતી આવે છે અને બારમેર વિસ્તારના દેરાસર ગામના લોકો આ રિવાજ માનતા આવે છે. આ પરંપરા પાછળ એક મોટું કારણ પણ છે, જેને જાણીને તમે હેરાન થઇ જશો કે આખરે પત્ની હોવા છતાં પણ પતિ બીજા લગ્ન કેમ કરે છે અને પત્ની તેના માટે મંજૂરી પણ કેમ આપે છે.

બીજા લગ્ન

બીજા લગ્ન

રાજસ્થાનના બાડમેર વિસ્તારના દેરાસર ગામમાં આ રિવાજ વર્ષોથી ચાલતો આવે છે. જ્યાં લગ્ન કરીને આવનારી પત્નીને પણ ખબર હોય છે કે એક દિવસ તેનો પતિ બીજા લગ્ન ચોક્કસ કરશે. પત્ની જેવી ગર્ભવતી થાય છે તેની સાથે જ પતિ બીજી દુલ્હન લઈને આવે છે. આ વિસ્તારમાં એક કરતા વધારે લગ્ન કરવાનું પ્રચલન છે અને આ રિવાજ પાછળ મોટું કારણ પણ છે.

પાણીની તકલીફ વધારે લગ્નનું કારણ

પાણીની તકલીફ વધારે લગ્નનું કારણ

ખરેખર રાજસ્થાનના આ વિસ્તામાં પાણીની ખુબ જ તકલીફ થઇ રહી છે. પાણીની સમસ્યા ને કારણે અહીંના પુરુષોએ બે - ત્રણ લગ્ન કરવા પડી રહ્યા છે. એવું એટલા માટે કારણકે પાણીની શોધમાં તેમને ઘરથી ઘણે દૂર જવું પડે છે. ઘણા કિલોમીટર સુધી ચાલતા જવું પડે છે અને માથામાં ઘડો મૂકીને લાવવું પડે છે. તેવી હાલતમાં ગર્ભવતી મહિલા આટલો ભાર સહન નથી કરી શકતી. પરંતુ પાણી વિના કામ ચાલી શકતું નથી. એટલા માટે પત્ની ગર્ભવતી થાય ત્યારે બીજી મહિલાની જરૂરત અનુભવાય છે. આ જરૂરત પુરી કરવા માટે પુરુષ બીજા લગ્ન કરે છે.

રાજસ્થાન અને મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં આ પરંપરા ચાલી રહી છે

રાજસ્થાન અને મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં આ પરંપરા ચાલી રહી છે

રાજસ્થાનના બાડમેર સાથે સાથે મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં પાણીની સમસ્યાને વધારે લગ્ન કરવાની પ્રથા છે. મહારાષ્ટ્રના ઘણા ગામો એવા છે જ્યાં પાણીની સમસ્યાને કારણે પુરુષ એક કરતા વધારે લગ્ન કરે છે. મહારાષ્ટ્રમાં આવી પત્નીઓને વોટર બાઈસ (પાણી ની બાઈ) કહેવામાં આવે છે.

પાણી માટે એક કરતા વધારે લગ્ન

પાણી માટે એક કરતા વધારે લગ્ન

મહારાષ્ટ્રના દેગણમલ વિસ્તારમાં પુરુષ ત્રણ થી ચાર લગ્ન પણ કરે છે. એવું એટલા માટે કારણે એક પત્ની ઘરે છોકરાઓની સંભાળ રાખી શકે. જયારે બીજી બે ત્રણ પત્નીઓ ઘર માટે જરૂરી પાણી લાવી શકે. હંમેશા એવું જોવા મળ્યું છે કે બીજી પત્ની ક્યાંતો વિધવા હોય છે અથવા તેને ઘર ઘ્વારા છોડી દેવામાં આવી હોય છે. કેટલાક વખત તો ઘરડા પુરુષો જુવાન છોકરીઓ સાથે લગ્ન કરે છે જેથી તે વધારે પાણી ભરીને લાવી શકે.

English summary
In some part of India, men are marrying multiple wives to help beat drought
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X