તમે પણ જોઇને કહી ઉઠશો, આ તે કંઇ ઉડે ખરા!
માનવી હંમેશા કંઇક અનોખુ અને અલાયદુ બનાવતો રહે છે. વિશ્વમાં એવી ઘણી સુંદર અને વિશાળ વસ્તુઓનું સર્જન માનવી દ્વારા કરવામાં આવ્યું છે, કેટલીક એવી વસ્તુઓનું સર્જન પણ માનવીએ કર્યું છેકે જેનો વિચાર માત્ર પણ કોઇને આવી ના શકે, પરંતુ આ કાળા માથાના માનવીએ એવી અનેક અશક્ય બાબતોનું નિર્માણ અથાગ મહેનત અને ગહન વિચારો કરીને કર્યું છે.
આજે આપણે અનેક પ્રકારના એરક્રાફ્ટ જોઇએ છીએ, ક્યાંક સમાચારપત્રોમાં નવિન પ્રકારના એરક્રાફ્ટ અંગે માહિતી આપવામાં આવે છે તો ક્યારેક આકાશમાં વિચરતા આ એરક્રાફ્ટ આપણા નેત્રપટલમાં સમાઇ જતા હોય છે. પરંતુ એવા ઘણા બધા એરક્રાફ્ટ છેકે જેની બાંધણી અને રચના એ પ્રકારની છેકે જેને પહેલી દ્રષ્ટિએ નિહાળતા આપણે સૌ એમ જ કહી ઉઠશું કે આ વળી કેવા એરક્રાફ્ટ? આ તે કંઇ ઉડી શકે ખરા! પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે આ અજબ ગજબ પ્રકારના એરક્રાફ્ટે પોતાની કયારેકને ક્યારેક તો પહેલી ઉડાન ભરી જ હતી. તો ચાલો તસવીરો થકી આવા અનોખા એરક્રાફ્ટ પર નજર ફેરવીએ.

Bartini Beriev VVA-14
આ એરક્રાફ્ટને 1970માં સોવિયેટ દ્વારા ડેવલોપ કરવામાં આવ્યું હતું. તેમણે પોલરાઇઝ મિસાઇલ સબમરિનને ટેકલ કરવામાં માટે આ એરક્રાફ્ટ બનાવ્યું હતું. જ્યારે તેને બનાવવામાં આવ્યું ત્યારે ટેસ્ટિંગ દરમિયાન તે 100 કલાક ઉડ્યું હતું.

Northrop Tacit Blue
આ એરક્રાફ્ટને 70ના દશકના અંત ભાગમાં અને 80ના દશકની શરૂઆતમાં બનાવવામાં આવ્યું હતું. 11 વર્ષ ખાનગી બંકરમાં રહ્યાં બાદ 1996માં તેને જાહેર જનતા માટે રજૂ કરવામાં આવ્યું હતું.

Avro VZ9 Avrocar
આ એરક્રાફ્ટને વિશ્વનું પહેલું હોવેરક્રાફ્ટ કહેવામાં આવે છે. આ એરક્રાફ્ટ ઘણી ગરમી જનરેટ કરતું હતું 1961માં આ પ્રોગ્રામને બંધ કરી દેવામાં આવ્યો હતો.

Goodyear Inflatoplane
આ એરક્રાફ્ટને 1956માં માત્ર 12 અઠવાડિયામાં જ તૈયાર કરી દેવામાં આવ્યું હતું. આ એરક્રાફ્ટને માત્ર બોક્સમાં ત્રણ ફૂટની અંદર ફિટ કરી દેવાયું હતું. જે 500 માઇલ્સ સુધી ઉડી શકતું હતું.

Sikorsky X-Wing
નાસાએ આ એરક્રાફ્ટને એક્સ વિંગ તરીકે ડેવલોપ કર્યું હતું. આ કોઇ હેલિકોપ્ટર કે એરોપ્લેન નથી. તેનો એક્સ શેપ રોટરનો ઉપયોગ વર્ટીકલી ટેક ઓફ કરવા માટે હતુ. આ પ્રોગ્રામને 1988માં બંધ કરી દેવામાં આવ્યો હતો.

Mil V-12
રશિયન હેલિકોપ્ટર જાયન્ટ દ્વારા માત્ર બે પ્રોટોટાઇપ્સમાંથી તેને બનાવવામાં આવ્યું હતું. જે 90 હજાર પાઉન્ડનો વજન 7 હજાર ફૂટ ઉપર ઉડી શકતું હતું અને તે આજે પણ એક રેકોર્ડ છે. 1974 બાદ આ પ્રોજેક્ટને કેન્સલ કરી દેવામાં આવ્યો હતો.

NASA AD-1
આ એરક્રાફ્ટ લો અને હાઇ સ્પીડ મેન્ટેઇન કરી શકે તેવું હતું. જોકે તેમાં વધારે કામ હાથ ધરવામાં આવ્યું નહીં. તે બાદમાં યુએવીમાં પરત ફર્યું હતું.

Antonov A-40
સોવિયેટ દ્વારા એક અનોખું એરક્રાફ્ટ બનાવવામાં આવ્યું હતું. આ ટેંક પ્લેન પોતાની પ્રથમ ટેસ્ટ ફ્લાઇટમાં સારી રીતે ઉડ્યું હતું.

FanWing
આ એક સ્મોલ ટૂ સીટર ક્રાફ્ટ હતું અને કંપનીએ લોકોને આ વિચાર સાથે જોડી પણ લીધા હતા. આ એર ક્રાફ્ટમાં એન્જીન ઓટો-રોટેટ હતું જે સેફ લેન્ડિંગ માટે હેલિકોપ્ટરની જેમ રોટેટ થતું હતું.

SNECMA C450 Coléoptère
આ એરક્રાફ્ટમાં જીગ્નેટિક ટર્બોજેટ એન્જીન હતું જે ફ્રન્ટમાં કોકપિટમાં હતુ. 1959માં સફળ રહ્યું હતું, પરંતુ બાદમાં તે વર્ટિકલ હોરિઝોન્ટલ ટ્રાન્સમિશનના પ્રયાસ દરમિયાન ક્રેશ થઇ ગયું હતું.

Aero Spacelines Pregnant Guppy
આ એવરસાઇઝ્ડ એરક્રાફ્ટની પહેલી સીરીઝ હતું. તેને બોઇંગ ડ્રીમલિફ્ટર પણ કહેવામાં આવતું હતું. તે સારી રીતે ઉડી શકતું હતું. જે રોકેટ જેવી સામગ્રીને લઇ જવા માટે હતું, બાદમાં તેની ઝંબો સાઇઝ બનાવવાનું વિચારાયું જે સ્પેશ સ્ટેશન માટે ફેરી મારી શકે.

NASA LLRV
આ લુનર લેન્ડિંગ રીસર્ચ વ્હીકલ હતું. જેમં હાઇડ્રોજન પેરોક્સાઇડ રોકેટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

921-V Flettner Plane
આ એરક્રાફ્ટમાં પાંખોના બદલે સિલિન્ડર્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જોકે 1926માં તે ક્રેશ થઇ ગયું હતું.

Caproni Ca.60
આ એરક્રાફ્ટને બનાવવા માટે એવી ફિલોશોફી વાપરવામાં આવી હતી કે વધારે પાંખ અને એન્જીન લગાવવાથી વધુ સારી રીતે ઉડી શકાશે. 1921માં ટેસ્ટિંગ દરમિયાન તે 60 ફીટ સુધી ઉડ્યું હતું જે ઇમ્પ્રેસિવ હતું, પરંતુ તે આ ઉંચાઇ સુધી પહોંચ્યા બાદ ક્રેશ થઇ ગયું હતું.