For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અહીં પોલીસનો યુનિફોર્મ પહેરતા પહેલા થાય છે મહિલાઓનો વર્જિનિટી ટેસ્ટ

પોલીસ ફોર્સમાં ભરતી થવા માટે અરજદારોએ પરીક્ષા પાસ કરવી પડે છે, ફિઝિકલ અને મેડિકલ ટેસ્ટ ક્લિયર કરવો પડે છે.

|
Google Oneindia Gujarati News

પોલીસ ફોર્સમાં ભરતી થવા માટે અરજદારોએ પરીક્ષા પાસ કરવી પડે છે, ફિઝિકલ અને મેડિકલ ટેસ્ટ ક્લિયર કરવો પડે છે. પણ એક દેશ એવો છે, જ્યાં પોલીસની નોકરી મેળવવા માટે મહિલાઓએ વર્જિનીટી ટેસ્ટ પાસ કરવો પડે છે. ચોંકી ગયા ને. વાત છે ઈન્ડોનેશિયાની, જ્યાં મહિલાઓને પોલીસમાં ભરતી થવા માટે વર્જિનિટી ટેસ્ટ પાસ કરવો ફરજિયાત છે. એટલું જ નહીં મહિલાઓ સુંદર હોવાની સાથે સાથે ફિઝિક પણ સારું હોવું જરૂરી છે.

આ પણ વાંચો: શરાબી વાંદરાનો આતંક, નશામાં મહિલાઓ પર કરે છે હુમલો

યુનિફોર્મ પહેરતા પહેલા થાય છે વર્જિનિટી ટેસ્ટ

યુનિફોર્મ પહેરતા પહેલા થાય છે વર્જિનિટી ટેસ્ટ

ઈન્ડોનેશિયામાં પોલીસ ઓફિસર બનતા પહેલા વિચિત્ર ટેસ્ટ આપવી પડે છે. આ ટેસ્ટ ભરતી પ્રક્રિયાનો જ એક હિસ્સો હોય છે, જેને પાસ કર્યા વિના કોઈ પણ મહિલા પોલીસની નોકરી નથી મેળવી શક્તી. આ ટેસ્ટ માટે મહિલાઓએ ફક્ત સુંદર હોવું જરૂરી નથી, વર્જિન હોવું પણ ફરજિયાત છે.

ટેસ્ટ પાસ કર્યા વગર નથી મળતી નોકરી

ટેસ્ટ પાસ કર્યા વગર નથી મળતી નોકરી

ઈન્ડોનેશિયામાં મહિલા પોલીસકર્મીઓ માટે શારીરીખ માપદંડમાં પાસ થવું જરૂરી છે. આમ તો રિક્રૂટમેન્ટ પ્રોસેસમાં ક્યાંય સત્તાવાર રીતે વર્જિનિટી ટેસ્ટનો ઉલ્લેખ નથી, પરંતુ દેશભરમાં નૈતિક્તા અને ફિઝિકલ એક્ઝામિનેશનના નામે આ ટેસ્ટ લેવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય દબાણ થવા છતાં આ ટેસ્ટ બંધ નથી કરાઈ. આ વર્જિનીટી ટેસ્ટ પાછળ અધિકારીઓનો તર્ક છે કે તેઓ ફક્ત સારી અને સુંદર છોકરીઓને જ ભરતી કરવા ઈચ્છે છે.

ન મળી નોકરી

ન મળી નોકરી

ઈન્ડોનેશિયાની જાકિયાએ હ્યુમન રાઈટ્સ વૉચને આ ટેસ્ટ અંગે પોતાની ખૌફનાક વાત કહી છે. જાકિયના કહેવા મુજબ તેણે પોલીસ ઓફિસરની પોસ્ટ માટે અરજી કરી હતી, પરંતુ તે વર્જિનિટી ટેસ્ટમાં નિષ્ફળ ગઈ. જાકિયા એક માર્શલ આર્ટ એથ્લીટ છે અને એક્સરસાઈઝના કારણે તેમનું હાઈમન તૂટી ગયું હશે. જ્યારે પોલીસ ભરતી દરમિયાન તેમને પૂછવામાં આવ્યું તો જાકિયાએ તમામ માહિતી આપી. જાકિયાની ટેસ્ટ ત્યાં જ એન્ડ કરી દેવાઈ.

હ્યુમન રાઈટ્સ વૉચનો તર્ક

હ્યુમન રાઈટ્સ વૉચનો તર્ક

હ્યુમન રાઈટ્સ વૉચના એન્ડ્રિયાઝ હાર્સોનોના કહેવા મુજબ ઈન્ડોનેશિયા પોલીસ એવી મહિલા ઓફિસર્સને નહીં સ્વીકારે જે સેક્સ્યુઅલી એક્ટિવ છે કે પછી સેક્સ વર્કર છે, એટલે વર્જિનિટી ટેસ્ટ જરૂરી છે.

વર્જિનિટી ટેસ્ટની નથી પરવાનગી

વર્જિનિટી ટેસ્ટની નથી પરવાનગી

ઉલ્લેખનીય છે કે ઈન્ડોનેશિયામાં સત્તાવાર રીતે વર્જિનિટી ટેસ્ટ પ્રતિબંધિત છે. પરંતુ ઑકલેન્ડ યુનિવર્સિટીના રિસર્ચમાં ખુલાસો થયો છે કે પોલીસ ભરતીમાં હજીય વર્જિનિટી ટેસ્ટ લેવાય છે.

English summary
Indonesian policewomen forced undergo invasive virginity test report
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X