For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પતંગ વિષે કેટલીક અજીબો ગરીબ વાતો જે તમને ચોંકાવી દેશે!

|
Google Oneindia Gujarati News

શું ધાબા પર બધા ચઢી ગયા? હવે જો તમે ધાબે ચઢી જ ગયા છો તો ધાબે બેઠા બેઠા આ રસપ્રદ આર્ટીકલ વાંચી શકો છો જે છે પતંગ પર. તો જો આકાશમાં પવન તમારી પતંગનો સાથ ના આપતો હોય તો તમારી પતંગ વિષે વાંચી લો આ રસપ્રદ વાતો. જે છે તો ખૂબ જ અજીબો ગરીબ પણ તથ્ય છે.

તે વાત તો બધા જ જાણે છે કે પતંગની શોધ ચીનમાં થઇ. ત્યાંથી સંસ્કૃતિના વિકાસ સાથે ઉત્તર ભારતમાં અને ગુજરાતમાં આવી. પણ આજે હું તમને જે વાતો પતંગ વિષે જે વાતો કહેવાનું છું તે જાણીને તમને પણ થઇ જશે કે સીધી સાદી લાગતી આ પતંગે આવા આવા પણ કામ કર્યા છે. પતંગનો ઉપયોગ ક્યારેક પ્રેમ પત્ર તરીકે થયો છો તો ક્યારેક જાસૂસી માટે. તો જાણો પતંગનો ભવ્ય ઇતિહાસ અને તેના દ્વારા કેવા કેવા યુદ્ધને અંજામ આપવામાં આવ્યો તે....

ચોરસ નહીં પતંગ આકાર પહેલા હતો આવો!

ચોરસ નહીં પતંગ આકાર પહેલા હતો આવો!

જ્યારે ચીનમાં પહેલી પતંગ બનાવવામાં આવી ત્યારે તેનો આકાર ચતુષ્કોણ નહતો પણ બાજ પક્ષીના આકારનો હતો. અને આજે પણ તેવા આકારની પતંગો આપણને બજારમાં જોવા મળે છે.

લાકડાની પતંગ

લાકડાની પતંગ

એટલું જ નહીં મો જી નામના વ્યક્તિને એક લાકડાની પણ પતંગ બનાવી હતી. જેનો આકાર બાજ પક્ષી જેવો હતો. અને આ પતંગને બનાવવા અને તે ઉડે તે રીતે બનાવવા માટે મો જીએ ત્રણ વર્ષ વીતાવ્યા તેની પાછળ.

ટર્નલ ખોદવા પતંગની મદદ

ટર્નલ ખોદવા પતંગની મદદ

હાન ઝી નામના એક ચીની જનરલ 196 BCમાં કિલ્લામાં અંદર ધૂસવા તેની સેના માટે એક ટર્નલ બનાવવા માટે પતંગ ઉડાવીની અંતર માપ્યું હતું. એટલે કે પતંગનો આવો પણ ઉપયોગ થતો હતો ત્યારે.

પતંગ ઉડાવવા માટે ચીન થયો દિવસ ફિક્સ

પતંગ ઉડાવવા માટે ચીન થયો દિવસ ફિક્સ

ઇ.સ. 960માં ચીનમાં દરેક મહિનાના નવમાં દિવસે પતંગ ઉડાવવામાં આવતી હતી. જો કે ઇ.સ 1126 આ પ્રથાને રોકવામાં આવી.

પતંગ શબ્દનો પહેલો ઉલ્લેખ

પતંગ શબ્દનો પહેલો ઉલ્લેખ

ભારતમાં ઇ.સ 1542માં સૌથી પહેલા જાણીતા સાહિત્યકાર મનજીતના સાહિત્ય મધુમતીમાં પતંગ શબ્દોનો ઉલ્લેખ થયો હતો.

મહારાષ્ટ્રમાં પતંગને કહેવાય છે વાવડી

મહારાષ્ટ્રમાં પતંગને કહેવાય છે વાવડી

મહારાષ્ટ્રમાં પતંગને વાવડી પણ કહેવાય છે અને જાણીતા કવિ એકનાથ અને તુકારામની કવિતામાં પણ આ શબ્દ જોવા મળે છે.

એલેક્સઝાન્ડર ગ્રેહામ બેલ

એલેક્સઝાન્ડર ગ્રેહામ બેલ

જેણે ફોનની શોધ કરી તેવા એલેક્સઝાન્ડર ગ્રેહામ બેલે ટેટ્રાહેડ્રલ પતંગ ઉડાવીને જ ફોન બનાવવા માટેની પ્રેરણા લીધી હતી.

જાસૂસી માટે પતંગનો ઉપયોગ

જાસૂસી માટે પતંગનો ઉપયોગ

પ્રથમ વિશ્વ યુદ્ધમાં તેવા અનેક કિસ્સા છે જેમાં પતંગ પર કેમેરો લગાવીને દુશ્મનના વિસ્તાર અને તેમના સૈન્યની સ્થિતિ પર નજર રાખવામાં આવતી હતી. વધુમાં એક બીજાને સિગ્નલ મોકલવા અને ગુપ્ત સંદેશો મોકલવા પણ તેનો ઉપયોગ થતો હતો.

ઉત્તરાયણનું મહત્તવ

ઉત્તરાયણનું મહત્તવ

સામાન્ય રીતે સૂર્ય મકર રાશિમાં ઉત્તર તરફ પ્રયાણ કરતો હોવાથી અને તેને શુભ માનવામાં આવતો હોવાથી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવે છે.

ઉત્તરાયણ પાછળ વિજ્ઞાન

ઉત્તરાયણ પાછળ વિજ્ઞાન

આ દ્વારા લોકો સવારના કૂમળા તડકાની મઝા ઉઠાવી શકે અને તે દ્વારા તેમને વિટામીન ડી મળે તે માટે પણ ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવે છે.

સૌથી મોટી પંતગ

સૌથી મોટી પંતગ

જાપાને વર્ષ 1901માં દુનિયાની સૌથી મોટી વિશાયકાળ પતંગ બનાવી હતી. 1050 કિલોની અને 18 મીટર સ્કેવર વાળી આ કાઇટને 200 જેટલા લોકોએ મળીને ઉડાવી હતી.

English summary
Interesting facts about kits
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X