આવી રીતે લાગે છે સેક્સ અને પોર્નની લત, મહિલાએ જણાવ્યો અનુભવ
35 વર્ષની મહિલા એરિકા ગાર્જાએ 12 વર્ષની ઉંમરમાં પહેલી વખત બાથટબમાં હસ્તમૈથુન કર્યું હતું. એ સમયે તો તેને આ માટે શરમ આવી હતી, પરંતુ એ પછી જ્યારે તેણે સમાગમ કર્યો, તો એ સમજી ગઈ કે સેક્સ તેના માટે અન્ય લોકો કરતા કંઈક અલગ હતું. જો કે આ મામલે બીજા કોઈ સાથે પોતાની લાગણી નહીં જતાવી શકવાનો અફસોસ જરૂર એરિકાને હતો. આ પછી એરિકાએ જે કર્યું તેના લીધે એરિકાને સેક્સ અને પોર્નની આદત પડી ગઈ. એરિકા ફક્ત સેક્સ એનકાઉન્ટ (વાઈલ્ડ સેક્સ વીડિયો એટલે કે ખૂબ ક્રૂરતા પૂર્વક કરાતું સેક્સ) શોધવા લાગી. પોતાની આ આદત છોડવા માટે એરિકાએ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. ગાર્જાએ પોતાના આ ભૂતકાળ પર એક પુસ્તક પણ લખ્યું છે. પુસ્તકમાં તેની વાતની કોઈ શરૂઆત કે અંત નથી, કારણ કે એરિકા હજી પણ આ લાગણી અનુભવી જ રહી છે. પરંતુ એરિકાને આશા છે કે તેમની વાતને પગલે સેક્સ અને પોર્નના આદી લોકો (ખાસ કરીને મહિલાઓ) પોતાના સંબંધ વિશે વાત કરી શક્શે. તો તમે પણ જાણો એરિકા ગાર્જાની કહાની.

સેક્સ એક અજબ અહેસાસ હતો
એરિકાના કહેવા મુજબ સેક્સ તેને માટે એક અલગ અહેસાસ હતો. જાણે એરિકા એના માટે અટકી જ ગઈ હતી. એરિકાના લખ્યા મુજબ જ્યારે તેની ઉંમર 20 વર્ષની આસપાસ હતી ત્યારે તેણે પોતાના સંબંધો સાથે એક પેટર્ન અનુભવવાની શરૂ કરી. પુસ્તકમાં એરિકા લખે છે કે મેં જ્યારે જ્યારે સંબંધોને જરૂરિયાત કરતા વધુ સંભાળવાનો પ્રયત્ન કર્યો, ત્યારે હંમેશા સંબંધો તૂટી જતા હતા. મને સંબંધોમાં સ્પેસ રાખવી પસંદ હતી. કદાચ એટલે જ ધીમે ધીમે હું એકલી પડી, અને પોર્ન જોવાનું શરૂ કર્યું. મને નહોતી ખબર કે કેવી રીતે અટકવું જોઈએ.

12 વર્ષની ઉંમરમાં પડી સેક્સની આદત
એરિકા જણાવે છે કે લોકો માટે સેક્સની આદત જુદી જુદી રીતની હોય છે, પરંતુ હું સેક્સને લઈ ખૂબ જ શરમ અનુભવતી હતી. પુસ્તકમાં એરિકાએ લખ્યુ છે કે જ્યારે હું 12 વર્ષની હતી ત્યારે જ મને સ્કાલિયોસિસ નામની બીમારી હોવાની જાણ થઈ. લાગણીની અછત અને આત્મસન્માન માટે મેં હસ્તમૈથુન કરવાનું અને પોર્ન જોવાનું શરૂ કર્યું. પણ સ્થિતિ એવી થઈ કે આખી સ્કૂલમાં બધાને મારી આદત વિશે જાણ થઈ ગઈ. સ્કૂલ તરફથી પણ એરિકાને પોતાની આદત કાબુમાં રાખવા અથવા તો સ્કૂલમાંથી કાઢી મૂકવાની ધમકી આપવામાં આવી.

ક્લાઈમેક્સમાં હું તમામ ટેન્શન ભૂલી જતી
એરિકાના કહેવા મુજબ જ્યારે તે સેક્સમાં ક્લાઈમેક્સ પર પહોંચતી હતી, તો તમામ ચિંતાઓ અને તણાવ દૂર થઈ જતા હતા. એના પછી એરિકાએ ફક્ત સેક્સ પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું. એરિકાએ જ્યારે પોર્ન જોવાની શરૂઆત કરી, તો તેને શરમની સાથે સાથે એક અલગ પ્રકારની ખુશી પણ અનુભવાઈ. ધીરે ધીરે તેને વાઈલ્ડ પોર્ન વીડિયોની આદત પડી ગઈ.

છૂટકારો મેળવવા કંઈક આવું કર્યું
30મા જન્મ દિવસે એરિકાએ બાલી (ઈન્ડોનેશિયા)ની મુલાકાત લીધી. ત્યાં પહોંચીને જાતની સંભાળ લેવાની શરૂ કરી. યોગમાં ધ્યાન કેન્દ્રિત કર્યું, સાથે પોર્ન જોવાનું ઓછું કર્યું. એરિકા કહે છે કે શરૂઆતમાં તેણે પોતાના પતિને આ આદત વિશે નહોતી વાત કરી.

કેવી રીતે પોર્નથી મેળવશો છૂટકારો
સૌથી પહેલા તમારે પોતાની જાતને મનાવવું પડશે કે તમે પોર્નની આદત છોડી શકો છો. એ વાત અલગ છે કે તેના માટે તમારે અન્ય લોકોની મદદ લેવી પડશે. તમે ક્યારેય કોઈ પણ આદત અચાનક નથી છોડી શક્તા. કોઈ પણ આદત ધીમે ધીમે જ છૂટે છે. જો તમે મહિનામાં 10 વખત એડલ્ટ ફિલ્મ જુઓ છો, તો તેને ઘટાડીને મહિનામાં 2થી 3 વખત જ કરવાનો પ્રયત્ન કરો. આ પ્રકારના કંટેન્ટથી દૂર રહેવાનો પ્રયત્ન કરો. જો તમારા લગ્ન થઈ ચૂક્યા હોય, તો એડલ્ટ કંટેટ જોવા કરતા તમે પોતાના લાઈફ પાર્ટનર સાથે રોમાન્ટિક સમય વીતાવો તે વધુ યોગ્ય છે. આ સમયનો ઉપયોગ તમે એકબીજાને સમજવામાં અને પોતાની લાગણીઓ પૂરી કરવામાં કરો. લાઈફ પાર્ટનર સાથે રેગ્યુલર સંબંધ રાખવાથી આ ખોટી આદત પર અંકુશ મેળવી શકાય છે. આવું કરવાથી તમારા અંદર દબાયેલી લાગણી બહાર નીકળશે, અને તમે પોતાના લાઈફ પાર્ટનર સાથે મજબૂત રોમાન્ટિક સંબંધ પણ બાંધી શક્શો.