For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાનપુરનો વિચિત્ર કિસ્સો, દર્દીના પેટમાંથી નીકળ્યો સ્ટીલનો ગ્લાસ

કાનપુરમાં બુધવારે એક ચોંકવી દેનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં રામા હોસ્પિટલમાં હાજર ડૉક્ટરો 26 જૂને ચોંકી ગયા જ્યારે તેમને ખબર પડી કે દર્દીના પેટમાં સ્ટીલનો ગ્લાસ છે.

|
Google Oneindia Gujarati News

કાનપુરમાં બુધવારે એક ચોંકવી દેનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં રામા હોસ્પિટલમાં હાજર ડૉક્ટરો 26 જૂને ચોંકી ગયા જ્યારે તેમને ખબર પડી કે દર્દીના પેટમાં સ્ટીલનો ગ્લાસ છે. એક્સ રે રિપોર્ટમાં પેટમાં ગ્લાસ હોવાનું માલુમ પડ્યા બાદ ડોક્ટરોએ બુધવારે ઓપરેશન કર્યુ. ડૉક્ટરએ પેટ ચીરીને ગ્લાસ બહાર કાઢ્યો. આ ઓપરેશન બે કલાક સુધી ચાલ્યુ. ઓપરેશન કરનાર ડૉક્ટરોએ આને રેરેસ્ટ ઓફ રેર કેસ ગણાવ્યો.

કાનપુરના રામા હોસ્પિટલમાં થયુ ઓપરેશન

કાનપુરના રામા હોસ્પિટલમાં થયુ ઓપરેશન

મામલો કાનપુરના રામા હોસ્પિટલનો છે જ્યાં દિબિયાપુર (ઔરૈયા) થી આવેલ રામદીન (62) નામના એક વ્યક્તિના પેટમાં ગ્લાસ હોવાની વાતે સૌને ચોંકાવી દીધા. દર્દીએ જણાવ્યુ કે 10 દિવસ પહેલા બદમાશોએ રામદીનને મારીને બેભાન કરી દીધો હતો ત્યારબાદ તેને લૂટ્યો અને તેના પાછળના ભાગમાંથી સ્ટીલનો ગ્લાસ તળિયા બાજુથી ઠૂંસી દીધો જે તેના પેટમા પહોંચી ગયો.

બદમાશોએ મારપીટ કર્યા બાદ નાખ્યો હતો ગ્લાસ

બદમાશોએ મારપીટ કર્યા બાદ નાખ્યો હતો ગ્લાસ

દર્દી પેટમાં પીડાની ફરિયાદ લઈને આવ્યો હતો. અલ્ટ્રાસાઉન્ડ કરાવતા પેટમાં ગ્લાસ ફસાયો હોવાનું જાણવા મળ્યુ. ગ્લાસ આંતરડામાં ફસાઈ ગયો હતો. 27 જૂને એનેસ્થેટિસ્ટ ડૉ. રાજીવ કુમાર, ડૉ. અમિત, ડૉ. રોહિત, ડૉ.આશિષ સાથે મળીને રામદીનનું ઓપરેશન કર્યુ. પેટમાં ચીરો મૂકીને ગ્લાસ કાઢવામાં આવ્યો.

રેર ઓફ ધ રેરેસ્ટ કેસ

રેર ઓફ ધ રેરેસ્ટ કેસ

ઓપરેશન કરનાર રામા હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરના સીનિયર સર્જન ડૉ. દિનેશ કુમારે આને રેર ઓફ ધ રેરેસ્ટ કેસ ગણાવ્યો છે અને આ ઓપરેશનને મોટી સફળતા ગણાવી છે. ઓપરેશન લગભગ 2 કલાક સુધી ચાલ્યુ હતુ જેમાં દર્દીના પેટને ચીરીને ગ્લાસ કાઢવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યુ કે તે આને મેડીકલ મેગેઝીનમાં પ્રકાશિત કરવા માટે મોકલશે.

English summary
kanpur rama hospital doctor operated patient who has glass in his stomach
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X