આ છે ભારતનું પહેલું ડાયનોસોર પાર્ક, મળી ચૂક્યા છે 10 હજાર ઈંડા
તમે અત્યાર સુધી જુરાસિક પાર્કને ફક્ત ફિલ્મો કે વાર્તાઓમં જ સાંભળ્યું હશે, પરંતુ ગુજરાતમાં તે હકીકતમાં છે. અહીં લગભગ 6.5 કરોડ વર્ષ જૂની એક જગ્યા દુનિયાનું સૌથી મોટું ડાયનોસોર ફોસિલ પાર્ક મનાય છે. આ જગ્યાનું નામ છે બાલાસિનોર ડાયનોસોર પાર્ક, જે ખેડા જિલ્લાના બાલાસિનોરના રાયોલી ગામમાં આવેલું છે. રાજ્યના પ્રવાસન પ્રધાન જવાહર ચાવડાનું કહેવું છે કે તેને ટૂંક સમયમાં પબ્લિક માટે ઓપન કરવામાં આવશે. પછી અહીં બધા લોકો ડાયનોસોરના અશ્મિ અને ઈંડા જોઈ શક્શે.

1983માં અહીં પહેલીવાર ખોદકામ દરમિયાન જમીનમાંથી અશ્મિ મળ્યા હતા
સ્થાનિક નિષ્ણાતોના કહેવા પ્રમાણે બાલાસિનોરમાં ડાયનોસોર ફોસિલ પાર્ક લગભગ 52 હેક્ટર જમીનમાં ફેલાયેલું છે. 1983માં પહેલીવાર અહીં ખોદકામ દરમિયાન મોટી સંખ્યામાં ડાયનોસોરના ઈંડા મળી આવ્યા હતા. આ ખોદકામ અમદાવાદથી કેટલાક કિલોમીટર દૂર રાયોલી ગામમાં પુરાતત્વ વિભાગે કર્યું હતું. આ જગ્યા બાલાસિનોરથી 11 કિલોમીટર દૂર છે. જ્યાં રાયોલી ગામ પેલિયોન્ટોલોજિસ્ટના આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. કેટલાક વૈજ્ઞાનિકોએ શોદમાં દાવો પણ કર્યો છે કે આ જગ્યા 6.5 કરોડ વર્ષ જૂની છે. હવે સરકાર અહીં સમારકામ કરાવી રહી છે, એટલે આ જગ્યા સામાન્ય લોકોને જોવા માટે તૈયાર થઈ ગઈ છે.

મળી ચૂક્યા છે 10 હજાર ઈંડા
કેટલીક શોધમાં મળી આવ્યું છે કે આ વિસ્તારમાં ક્યારેક ડાયનોસોરની ઓછામાં ઓછી 7 પ્રજાતિ રહેતી હતી. એવામાં અહીં ડાયનોસોરના ફાઈબરગ્લાસ મોડેલ પણ તૈયાર કરાયા છે, જેને લોકો બાલાસિનોર ડાયનોસોર ફોસિલ પાર્કમાં જોઈ શકે છે. એક અંદાજ પ્રમાણે અહીં ડાયનોસોરના 10 હજાર ઈંડા મળી ચૂકયા છે. જેને દુનિયાભરના સંગ્રહાલયમાં જગ્યા મળી છે. પ્રવાસન મંત્રી જવાહર ચાવડા તેને ભારતના પહેલા ઉત્ખનન પ્રદર્શનના ઈતિહાસને કવર કરનાર સંગ્રહાલય તરીકે જોવે છે.

દેશને આઝાદી મળતા પહેલા સુધી 'બાલાસિનોર રાજ્ય' હતું
પ્રવાસન પ્રધાન જવાહર ચાવડાનું કહેવું છે કે આ ડાયનોસોર પાર્ક હવે ખૂંખાર ડાયનોસોરની 65 મિલિયનમી વર્ષગંઠનો ઈતિહાસ દર્શાવે છે. જેને 36 વર્ષ પહેલા મધ્યગુજરાતના નવાબ નગર બાલાસિનોરમાંથી શોધવામાં આવ્યું હતું અને રાજ્ય પર્યટન નિગમ દ્વારા તેને સરખું કરાયું છે. દેશને આઝાદી મળી તે પહેલા બાલાસિનોર બાીબ વંશનું રાજ્ય હતું, જે બાલાસિનોર રાજ્ય તરીકે ઓળખાતું હતું. અહીં મરાઠા અને બ્રિટિશ શાસન રહી ચૂક્યુ છે.

ડાયનોસોરના આ અંગના અશ્મિ મળી ચૂક્યા છે
2003માં અહીં ડાયનોસોરની ટિરનોનસોરસ રેક્સ કબીલા પ્રજાતિના અવશેષ મલ્યા હતા. તેના ઈંડા એટલા વિશાળ હતા કે તેને રાજમૌહસ નર્મદા એટલે કે નર્મદાના રાજાનું નામ અપાયું હતું. તેના હડકાને નર્મદાના કિનારે પ્રસ્તુ કરાયા હતા. 2003માં મળેલા અવશેષમાં મસ્તિષ્કના હાડકા, કરોડરજ્જુના હાડકા, જાંઘના હાડકા અને પગના હાડકા સામેલ હતા.

આ બધું જોઈ શક્શો
બાલાસિનોર ફોસિલ પાર્કમાં ડાયનોસોરના અશ્મિ ઉપરાંત કેટલીક અન્ય ચીજો પણ જોવા જેવી છે. અહીં 5 ડી થિયેટર, 3ડી ફિલ્મ, મેસોજોઈક વાઈબ્રન્ટ એન્વાર્યનમેન્ટ, મ્યૂઝિયમ, અલપાઈરા હાઉસ, સોવેનિયર શૉપ, પીવાનું પાણી અને ટોયલેટની સુવિધા છે. ડાયનોસોરના ડિસપ્લેસ, મ્યુઝિયમના આકર્ષક મુખ્ય પ્રવેશ દ્વારની રચના, રાજાસૌરસ ડાયનોસોરનું સ્કૈલેચર, પૃથ્વીની ડિજટલ ડિસપ્લેનો વિકાસ વોલ આર્ટ વગેરે આ પાર્કમાંર ખાયું છે. ડાયનોસોર પાર્ક પરિસરમાં સ્થાપના માટે ફોસિલ પાર્ક ડેવલપમેન્ટ સોસાટી પણ બનાવાઈ છે.