1 લાખ રૂપિયા માટે મહિલા પોતાની વર્જિનિટી વેચવા તૈયાર, સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને આપી ઑફર
ક્વાલાલાંપુરઃ જો તમને અચાનક બહુ વધુ પૈસાની જરુર પડી જાય તો તમે શું કરશો. તમે પોતાના કોઈ સંબંધી, દોસ્તને સંપર્ક કરીને તેમની પાસે ઉધાર માંગશો. પોતાની ઑફિસમાંથી ઉધાર લેવાની કોશિશ કરશો અથવા પછી પોતાની બેંકનો સંપર્ક કરશો જેનાથી પૈસાની વ્યવસ્થા થઈ શકે. પરંતુ જો આ બધા વિકલ્પોમાંથી પણ સમાધાન ના મળે તો શું કરશો. સોશિયલ મીડિયા પર એક છોકરીએ વીડિયો અપલોડ કરીને પૈસાની જરુરિયાતના બદલામાં પોતાની વર્જિનિટી વેચવાની વાત કહી છે.

વાયરલ થઈ રહ્યો છે વીડિયો
સોશિયલ મીડિયા પર એક મહિલાનો વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં મહિલા 6000 મલેશિયલ રિંગિટના બદલે પોતાની વર્જિનિટી વેચવાની ઑફર આપી રહી છે. આ વીડિયોને સોશિયલ મીડિયાના ઘણા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહ્યો છે કે જે ઘણો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં મહિલા કેમેરા સામે કહે છે કે તે પોતાની વર્જિનિટીને 6000 મલેશિયન રિંગિટમાં વેચવા માટે તૈયાર છે.

સોશિયલ મીડિયા પર અલગ-અલગ મંતવ્ય
વીડિયોની શરુઆતમાં મહિલા પોતાને વર્જિન તરીકે ગણાવે છે. વીડિયો જોયા બાદ એવુ લાગે છે કે આને બહાર ક્યાંક ખુલ્લામાં શૂટ કરવામાં આવ્યુ છે. કદાચ કોઈ રેસ્ટોરાંની બહાર આ વીડિયો શૂટ કરવામાં આવ્યો છે. આ વીડિયો પર ઘણા લોકોએ કમેન્ટ કરી છે. વીડિયો પર એક જૂથનુ માનવુ છે કે મહિલાને ઘરમાં કંઈ મુશ્કેલી હોઈ શકે છે જેના કારણે તે આવુ કહી રહી છે જ્યારે બીજુ જૂથ કહે છે કે મહિલાએ પોતાની વર્જિનિટી ના વેચવી જોઈએ.

આ પગલુ લેવાની નથી જરુર
સોશિયલ મીડિયા પર એક યુઝરે લખ્યુ કે આ સાંભળીને ખરાબ લાગ્યુ, તમારે આ કરવાની જરુર નથી. આના બીજા પણ વિકલ્પ છે. તમે કામ કરી શકો છો અને પોતાના બૉસ પાસે એડવાન્સ સેલેરી માંગી શકો છો. પોતાને છેતરશો નહિ આના માટે તમારે એક દિવસ પસ્તાવુ પડશે. જ્યારે બીજા યુઝરે લખ્યુ કે જિંદગી ગમે એટલી મુશ્કેલ હોય આ પ્રકારનુ પગલુ લેવાની કોઈ જરુર નથી.

મજબૂરીનો આપ્યો હવાલો
એક અન્ય યુઝરે લખ્યુ કે તમે લોકોએ ક્યારેય ગરીબોને જોયા નથી. તમને એ વાતનો અંદાજો નથી કે ગરીબી કેટલી દુઃખદાયક હોય છે. હવે તમને બધાને ખબર છે કે ઘણી દીકરીઓ વિદેશ જાય છે કારણકે ત્યાં તે કામ કરી શકે પરંતુ ખરેખર તે આ કરી રહી હોય છે. પૈસા માટે, જીવવા માટે તેમની પાસે કોઈ વિકલ્પ નથી બચ્યો હોતો. માટે આપણે પોતાનો નિર્ણય ના સંભળાવવો જોઈએ, આવી સ્થિતમાં તમે પણ આવુ જ કરશો.