For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો અઘોરી સાધુઓ વિષે આ અજાણ વાતો

|
Google Oneindia Gujarati News

અઘોરી સાધુ આ નામ વિચારતા જ ભસ્મધારી, જટાધારી, રહસ્યમયી અને ડરામણા દેખાતા સાધુ બાબાનું ચિત્ર આપણી સામે ઊભું થઇ જાય છે. ભારતમાં અનેક પંથના સાધુઓ છે પણ અગોરી સાધુઓ અને તેમના રહસ્યમયી સંસાર વિષે જાણવાની આપણને હંમેશા ઇચ્છા થતી જ રહેતી હોય છે.

અધોરી સાધુઓ શંકર ભગવાનના ભૈરવ સ્વરૂપની સાધના કરે છે. વધુમાં તેમની સાધનાઓ વિચિત્ર અને ખૂબ જ કઠોર હોય છે. સ્મશાનમાં રહેતા આ અઘોરી બાબાઓ હંમેશા પોતાની સાધનામાં તલ્લીન હોય છે.

ત્યારે આ અઘોરી સાધુઓ વિષે કેટલીક રસપ્રદ અને રોચક માહિતીઓ આજે અમે તમને જણાવાના છીએ. તો વાંચો આ આર્ટીકલ અને જાણો અઘોરી બાબાના આ રહસ્યમયી સંસાર વિષે...

મનમાં મેલ નહીં

મનમાં મેલ નહીં

આ અઘોરી સાધુઓ કોઇના પણ પ્રત્યે અણગમો નથી રાખતા, તે લોકો સામે પણ નહીં જે તેમનાથી નફરત કરતા હોય. વધુમાં તે કૂતરા અને ગાય સાથે પણ પોતાનું ભોજન શેયર કરતા હોય છે. તથા તે જે થાળીમાં કે ગ્લાસ ખાય છે તેમાંથી પશુને પણ ખવડાવે છે.

મૃત્યુથી પર છે

મૃત્યુથી પર છે

તેમને મૃત્યુ અને સ્મશાનથી ભય નથી લાગતું. તેમનું તો જીવન જ અહીં વ્યતિત થાય છે. રાખ તેમનું વસ્ત્ર છે. અને શિવનામ તેમની પૂજા. વધુમાં પાંચ તત્વોથી બનેલી ભષ્મ તેમને બિમારી અને મચ્છરથી દૂર રાખે છે.

માનવ કંકાલ, ખોપડી

માનવ કંકાલ, ખોપડી

તે ગંગા, યમુના નદીમાં તરતી લાશોને નીકાળે છે. અને તેના મૃત અવશેષો ખાય છે. વધુમાં તે તેમના ગુરથી પ્રાપ્ત થયેલા જાદુઇ મંત્રને હાસિલ કર્યા બાદ જ અઘોરી રીતે જીવન વ્યતિત કરે છે.

સ્મશાનમાં ધ્યાન

સ્મશાનમાં ધ્યાન

તે રાતમાં ધ્યાન અને સાધના કરે છે. વધુમાં તે દૂષિત-સાફ, પવિત્ર-અપવિત્રનું અંતર મિટાવીને જાદુઇ શક્તિથી પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે.

ભોજન

ભોજન

તે મળ, મુત્ર, સડેલું માનવ શબ જેવી અનેક વસ્તુઓ ભોજન સ્વરૂપે ગ્રહણ કરે છે. તે પાછળ તેમનું તર્ક છે કે આવી વસ્તુઓ ખાવાથી અહંકારનો નાશ થાય છે. સુંદરતાનો જે માનવીય દ્રષ્ટિકોણ હોય છે તે તેમના મનથી દૂર થાય છે.

નરભક્ષી

નરભક્ષી

તે નરભક્ષી હોય છે પણ તે પોતાની ભૂખ માટે કોઇને મારતા નથી. તે મૃત શરીરનું ભોજન અને કાચું માસને જ ખાય છે. વધુમાં તે માંસની નિશ્ચિત માત્રા ખાધા પછી તે શબ પર બેસીને સાધના કરે છે.

ડરામણા

ડરામણા

મોટા ભાગે તે કપડા ધારણ નથી કરતા અને અમુક વખતે તે ખાલી એક નાનકડી લંગોટમાં ફરે છે. તેમનું માનવું છે કે કપડા પહેરવા એક સાંસરિક વસ્તુ છે અને સાધુને તેનાથી ઉપર આવવા નગ્ન જ રહેવું જોઇએ.

દવાઓ

દવાઓ

તેમની પાસે અનેક રહસ્યમળી દવાઓ હોય છે જેનો ઉપયોગ તે પોતે જ્યારે બિમાર હોય છે ત્યારે કરતા હોય છે. તે માનવ હાડકામાંથી નીકળેલી તેલ પણ વાપરે છે.

કાળો જાદુ

કાળો જાદુ

તેવું માનવામાં આવે છે કે અનેક અઘોરી સાઘુઓ કાળા જાદુ અને તાંત્રિક શક્તિઓની પૂજા કરે છે. તે કાળી માતા અને ભૈરવની સવિશેષ પૂજા કરે છે.

અલગ તરીકો

અલગ તરીકો

તેમની ઇશ્વરપ્રાપ્તિની સાધનો બિલકુલ અલગ હોય છે. તે ગંદકીમાં જ પવિત્રતા શોધે છે. તેમનું માનવું હોય છે કે શુદ્ધ અશુદ્ઘ માનવીય અભિગમ છે અને મનુષ્યને તેની ઉપર જઇને ઇશ્વરની પ્રાપ્તિ કરવી જોઇએ.

મંત્ર અને ગંજો

મંત્ર અને ગંજો

અનેક અધોરી ભાંગ અને ગંજાનું સેવન કરે છે. તે તેમની દૈનિક ક્રિયા છે જેનાથી તેમને તેમની સાધનામાં મદદ મળે છે તેવું તેમનું માનવું છે.

English summary
Here is the list of odd and amazing facts about the lives of these Aghori Sadhus, a sect of people who revere and relish what we usually dread – Death
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X