જો ઘરમાં ગરોળી જોવા મળે તો તમારી સાથે થઈ શકે આવું
હિંદુ માન્યતાઓમાં શકુન અને અપશકુનનું ઘણું મહત્વ છે. પ્રકૃતિ અને આપણી આસપાસ રહેતા જીવજંતુઓ પણ આપણને કેટલીય વાર શકુન અને અપશકુન વિશે સંકેત આપે છે. આવા સંકેતોને જાણીને આપણે કેટલાય પ્રકારની આફતોથી બચી શકીએ છીએ. શકુન શાસ્ત્રમાં એવા કેટલાય સંકેતો જણાવવામાં આવ્યા છે. જેમાંની એક છે ગરોળી. તો અહીં જાણો ગરોળી કઈ રીતે તમને ભવિષ્યમાં થનાર ઘટના વિશે સંકેત આપતી હોય.

શકુન શાસ્ત્રમાં છે ઉલ્લેખ
ઘરમાં અવારનવાર જોવા મળતી ગરોળી પણ ભવિષ્યમાં થનાર કેટલીય ઘટનાઓ વિશે સંકેતો આપતી હોય છે. જેનું વર્ણન શકુન શાસ્ત્રમાં મળી આવે છે. તો અહીં જાણીએ શકુન શાસ્ત્ર મુજબ ચિપકલી એટલે કે ગરોળી સાથે જોડાયેલા કેટલાક શકુન અને અપશકુન વિશે...

જમણા હાથમાં ગરોળી પડે તો?
ગરોળી કોઈપણ વ્યક્તિના માથા કે જમણા હાથ પર પડે તો તેના સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થવાના સંકેત છે પરંતુ જો ડાબા હાથ પર ગરોળી પડે તો સમજી લેવું કે તમને ધન હાની થશે.

ડાબા કાન પર ગરોળી પડે તો?
જો તમારા જમણા કાન પર ગરોળી પડે તો સમજી લેવું કે તમને ઘરેણાની પ્રાપ્તિના યોગ છે. પરંતુ જો ડાબા કાન પર ગરોળી પડે તો આયુષ્યમાં વધારો થાય છે.

ડાબી બાજુથી ઉતરે તો
જો ગરોળી કોઈ વ્યક્તિની જમણી બાજુથી ચઢીને ડાબુ બાજુએ ઉતરે તો તેના પદમાં વૃદ્ધિ એટલે કે પ્રમોશન અને ધન લાભના યોગ બને છે.

નવા ઘરમાં પ્રવેશ કરતા દેખાય તો
નવા ઘરમાં પ્રવેશ કરતી વખતે ગૃહસ્વામીને જો ગરોળી મરેલી કે ધૂળ લાગેલી જોવા મળે તો તે ઘરમાં નિવાસ કરનાર લોકો રોગી હોય શકે છે, આવું અપશકુન શાસ્ત્રોમાં લખ્યું છે. આ અપશકુનથી બચવા માટે વિધિ-વિધાનથી પૂજા કર્યા બાદ નવા ઘરમાં પ્રવેશ કરવો જોઈએ.

જમણી બાજુથી ગરોળી ઉતરે તો
જો ગરોળી કોઈ વ્યક્તિની ડાબી બાજુથી ચઢીને જમણી બાજુએથી ઉતરે છે તો એને પ્રમોશનની સાથે ધન લાભ પણ થાય છે.

ગરોળીનો અવાજ સંભળાય તો
શકુન શાસ્ત્ર મુજબ દિવસે ભોજન કરતી વખતે જો ગરોળીનો અવાજ સંભળાય તો તુરંત કોઈ શુભ સમાચાર મળી શકે છે. કોઈપમ શુભ ફળ પ્રાપ્ત થઈ શકે છે. જો કે આ ઘટના ભાગ્યે જ બને છે કેમ કે મોટાભાગે ગરોળી રાત્રે જ બોલતી હોય છે.

ગરોળી સંભોગ કરતી જોવા મળે તો
જો કોઈ વ્યક્તિ ગરોળીને સંભોગ કરતી જોઈ લે તો આ એ વાતનો સંકેત છે કે તેની મુલાકાત ટૂંક સમયમાં જ કોઈ જૂના મિત્ર સાથે થશે.

ગરોળી ઝઘડો કરતી જોવા મળે તો
જો બે ગરોલી ઝઘડો કરતી જોવા મળે તો સમજી લેવુ્ં કે આગામી સમયમાં તમારો કોઈ નજીકના વ્યક્તિ કે પ્રિયતમા સાથે ઝઘડો થવાની શક્યતા છે

સ્ત્રીના શરીરની જમણી બાજુએ પડે તો
‘પૂર્વ ભારતનો ગેટવે બનશે કાશી, ‘પર્યટનથી પરિવર્તન' અભિયાન ચાલુ છે': મોદી