For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભગવાન બ્રહ્માએ કરી હતી ડાયનોસોરની શોધ, વેદોમાં છે ઉલ્લેખઃ વૈજ્ઞાનિકનો દાવો

ભગવાન બ્રહ્માએ કરી હતી ડાયનોસોરની શોધ, વેદોમાં છે ઉલ્લેખ

|
Google Oneindia Gujarati News

કેટલાક ભારતીય વૈજ્ઞાનિકોના એકથી બઢકર એક અનોખા દાવા દુનિયા આખીને હેરાન કરી રહ્યા છે. સાયન્સ કોંગ્રેસમાં સામેલ થયેલ આવા જ એક વૈજ્ઞાનિકે હવે એવો જ એક દાવો કર્યો છે. હજારો વર્ષ પહેલાં ડાયનોસોરની ઉત્પત્તી થઈ, ધીરે-ધીરે હવામાન બદલાયું, પૃથ્વીનું અનાવરણ બદલાયું અને ડાયનોસોરનો અંત આવ્યો. આ તો બધા જાણે જ છે. પણ શું કોઈ જાણે છે કે સૌથી પહેલા ડાયનોસોરને કોણે જોયાં હશે? કદાચ આપણે કોઈએ વિચાર પણ નહિ કર્યો હોય, પરંતુ એક વૈજ્ઞાનિકે આવો એક દાવો કર્યો છે જે અતિ રસપ્રદ છે.

વૈજ્ઞાનિકે કર્યો દાવો

વૈજ્ઞાનિકે કર્યો દાવો

પંજાબ યૂનિવર્સિટી સાથે જોડાયેલ એક ભૂ-વૈજ્ઞાનિક પણ અનોખો દાવો કરી ચર્ચામાં આવી ગયા છે. આશુ ખોસલા નામના આ જિયોલોજિસ્ટે દાવો કર્યો છે કે ડાયનોસોરની શોધ સૌથી પહેલા ભગવાન બ્રહ્માએ કરી હતી અને તેમણે વેદોમાં પણ આનો ઉલ્લેખ કર્યો છે. આશુએ ફગવાડાની લવલી પ્રોફેશનલ યૂનિવર્સિટીમાં ચાલી રહેલ 106મા સાયન્સ કોંગ્રેસમાં પોતાનું એક રિસર્ચ પેપર રજૂ કર્યું છે.

25 વર્ષથી આ વિષય પર કરે છે રિસર્ચ

25 વર્ષથી આ વિષય પર કરે છે રિસર્ચ

આશુ ખોસલા ચંદીગઢની પંજાબ યૂનિવર્સિટીમાં જિયોલોજી વિભાગમાં એસોસિએટ પ્રોફેસર છે. તેઓ ભારતમાં ડાયનેસોરની ઉત્પત્તિ અને અસ્તિત્વ પર પાછલા 25 વર્ષથી પણ વધુ સમયથી રિસર્ચ કરી રહ્યા છે. તેમણે ઈન્ડિયન એક્સપ્રેસ અખબારને કહ્યું, 'ભગવાન બ્રહ્મા આ બ્રહ્માંડના સૌથી મહાન વૈજ્ઞાનિક હતા. તેઓ ડાયનોસોર વિશે જાણતા હતા અને વેદોમાં પણ તેનો સારી રીતે ઉલ્લેખ પણ કર્યો છે. એવું કંઈપણ નથી જેના વિશે આ પૃથ્વિના રચયિતા બ્રહ્મા ન જાણતા હોય, તેમને ડાયનોસોરના અસ્તિત્વ વિશે માહિતગાર હતા અને તેમણે આ વિશે વેદોમાં પણ ઉલ્લેખ કર્યો છે. રાજસોરસ નામના ડાયનોસોરની ઉત્પત્તી ભારતમાં જ થઈ હતી.'

બ્રહ્માએ આવી રીતે શોધ્યાં હતાં ડાયનોસોર

બ્રહ્માએ આવી રીતે શોધ્યાં હતાં ડાયનોસોર

આશુ ખોસલાએ દાવો કર્યો કે તેમણે પોતાની ટીમ સાથે ગુજરાતના ખેડા જિલ્લામાં ભારતીય ડાયનોસોરના અવશેષોની ખોજ પણ કરી હતી અને સત્તાવાર રીતે તેને 'રાજાસોરસ નર્મદા એનસિસ' નામ પણ આપવામાં આવ્યું હતું. તેમણે દાવો કર્યો, અમેરિકી અને બ્રિટિશર્સ આપણા વેદોમાંથી ડાયનોસોરનો કોન્સેપ્ટ લઈને ચાલ્યા ગયા અને આ વિશે તેમને જાણકારી મળી. ડાયનોસોરની પ્રજાતિ લગભગ 6.5 કરોડ વર્ષ પહેલા જ લપ્ત થઈ ગઈ હતી, પરંતુ વેદ લખતી વખતે ભગવાન બ્રહ્માને આ વિશે ખ્યાલ આવી ગયો કેમ કે આંખો બંધ કર્યા બાદ તેમને પોતાની અતુલનીય આધ્યાત્મિક તાકાતથી ડાયનોસોરની જાણકારી થઈ ગઈ હતી. દુનિયામાં લગભગ આ વાત કોઈને નહિ પચે, પરંતુ આ હકીકત છે કે તમામ વસ્તુ પછી ડાયનેસોર જ કેમ ન હોય તે બધાનો ઉલ્લેખ વેદોમાં છે. એટલું જ નહિ, ડાયનોસોર શબ્દની ઉત્પત્તી પણ સંસ્કૃત શબ્દ 'ડિનો'થી થઈ જેનો મતલબ ભયંકર થાય છે, જે બાદમાં ડાયન અને સોરમાં બદલી ગયો. સોર શબ્દ અસુરથી આવ્યો છે.

કૌરવો ટેસ્ટ ટ્યુબ બેબી હતા અને રાવણ પાસે ઘણા એરપોર્ટ હતા કૌરવો ટેસ્ટ ટ્યુબ બેબી હતા અને રાવણ પાસે ઘણા એરપોર્ટ હતા

English summary
lord brahma founded dinosaurs, he mentioned about it in vedas too.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X