India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ કૃષ્ણ ભૂમિમાં રાત રોકાવાની મનાઈ છે નહિતર....

|
Google Oneindia Gujarati News

વૃંદાવનનુ નિધિવન આજે પણ પોતાની રહસ્યમયી કહાનીઓ માટે ઓળખાય છે. આને આજના સમયમાં હૉન્ટેડ સ્થળ માનવામાં આવે છે. કહેવાય છે કે અહીં રાત રોકાનાર પાગલ બની જાય છે કાં તો કોઈ દૂર્ઘટનાનો શિકાર બની જાય છે. કહેવાય છે કે અહીં આજે પણ રાતે કૃષ્ણ ગોપીઓ સાથે રાસ રચાવે છે. આ જ કારણ છે કે સવારે ખુલતા નિધિવનને સંધ્યા આરતી બાદ બંધ કરી દેવામાં આવે છે. ત્યારબાદ ત્યાં કોઈ પણ રોકાઈ શકતુ નથી. કહેવાય છે કે નિધિવનમાં દિવસે રહેતા પશુ-પક્ષી પણ સંધ્યા થતા જ નિધિ વન છોડીને જતા રહે છે.

કૃષ્ણ અને રાધા બંને આવે છે

કૃષ્ણ અને રાધા બંને આવે છે

કૃષ્ણજી સાથે રાધા પણ અહીં આવે છે. દિવસમાં નિધિવનમાં દેખાતા વૃક્ષ, રાત થતાજ ગોપીઓમાં ફેરવાઈ જાય છે. રાતે તો આ વનને બંધ કરી દેવામાં આવે છે. કહેવાય છે કે અહીં રાતે માત્ર વાંસળી અને ઘૂંઘરુઓનો અવાજ જ સંભળાય છે.

જે પણ જુએ તે થઈ જાય છે પાગલ

જે પણ જુએ તે થઈ જાય છે પાગલ

આમ તો સાંજ થતાં જ નિધિ વનને બંધ કરી દેવામાં આવે છે અને બધા લોકો અહીંથી ચાલ્યા જાય છે. પરંતુ તેમછતાં જો કોઈ છૂપાઈને રાસલીલા જોવાની કોશિશ કરે તો તે પાગલ થઈ જાય છે. આવી જ એક ઘટના લગભગ 10 વર્ષ પહેલા બની હતી જ્યારે જયપુરથી આવેલો એક કૃષ્ણ ભકત રાસલીલા જોવા માટે નિધિવનમાં છૂપાઈને બેઠો હતો. જ્યારે સવારે નિધિ વનના ગેટ ખુલ્યા તો તે બેભાન અવસ્થામાં મળ્યો, તેનુ માનસિક સંતુલન બગડી ચૂક્યુ હતુ. આવા અનેક કિસ્સા અહીંના લોકો જણાવે છે. આ જ રીતે એક વ્યક્તિ હતો પાગલ બાબા જેમની સમાધિ પણ નિધિ વનમાં બનેલી છે. તેમના વિશે કહેવાય છે કે તેમણે પણ એક વાર નિધિ વનમાં છૂપાઈને રાસલીલા જોવાની કોશિશ કરી હતી. જેના કારણે તે પાગલ થઈ ગયા હતા. તે કૃષ્ણના અનન્ય ભક્ત હતા એટલા માટે તેમના મૃત્યુ બાદ મંદિર કમિટીએ નિધિ વનમાં જ તેમની સમાધિ બનાવી દીધી.

રંગમહેલમાં સજાય છે સેજ

રંગમહેલમાં સજાય છે સેજ

નિધિ વનની અંદર જ છે 'રંગ મહેલ' જેના વિશે માન્યતા છે કે રોજ રાતે અહીં રાધા અને કાન્હાજી આવે છે. રંગ મહેલમાં રાધા અને કન્હૈયા માટે રાખવામાં આવેલ ચંદનના પલંગને સાંજે સાત વાગ્યા પહેલા સજાવી દેવામાં આવે છે. પલંગની બાજુમાં એક લોટો પાણી, રાધાજીના શ્રૃંગારનો સામાન અને દાંતણ સાથે પાન રાખી દેવામાં આવ ેછે. સવારે જ્યારે રંગ મહેલના પટ ખુલે ત્યારે સેજ અસ્તવ્યસ્ત, લોટાની પાણી ખાલી, દાંતણ વપરાયેલુ અને પાન ખાધેલુ મળે છે. રંગમહેલમાં ભક્ત માત્ર શ્રૃંગારનો સામાન જ ચડાવે છે અને પ્રસાદ રૂપે પણ તેમને શ્રૃંગારનો સામાન જ મળે છે.

રંગમહેલમાં સજાય છે સેજ
નિધિ વનની અંદર જ છે 'રંગ મહેલ' જેના વિશે માન્યતા છે કે રોજ રાતે અહીં રાધા અને કાન્હાજી આવે છે. રંગ મહેલમાં રાધા અને કન્હૈયા માટે રાખવામાં આવેલ ચંદનના પલંગને સાંજે સાત વાગ્યા પહેલા સજાવી દેવામાં આવે છે. પલંગની બાજુમાં એક લોટો પાણી, રાધાજીના શ્રૃંગારનો સામાન અને દાંતણ સાથે પાન રાખી દેવામાં આવ ેછે. સવારે જ્યારે રંગ મહેલના પટ ખુલે ત્યારે સેજ અસ્તવ્યસ્ત, લોટાની પાણી ખાલી, દાંતણ વપરાયેલુ અને પાન ખાધેલુ મળે છે. રંગમહેલમાં ભક્ત માત્ર શ્રૃંગારનો સામાન જ ચડાવે છે અને પ્રસાદ રૂપે પણ તેમને શ્રૃંગારનો સામાન જ મળે છે.
_ // ]]>

વૃક્ષો જમીન તરફ વધે છે

વૃક્ષો જમીન તરફ વધે છે

નિધિ વનના વૃક્ષો પણ ઘણા વિચિત્ર છે જ્યાં દરેક વૃક્ષની શાખાઓ ઉપરની તરફ વધતી હોય ત્યાં નિધિ વનના વૃક્ષોની શાખાઓ નીચેની તરફ વધે છે. સ્થિતિ એ છે કે રસ્તો બનાવવા માટે આ વૃક્ષોને દંડાના સહારે રોકવામાં આવે છે.

અહીં કંઈ પણ સ્પર્શવાની છે મનાઈ

અહીં કંઈ પણ સ્પર્શવાની છે મનાઈ

નિધિ વનની એક અન્ય ખાસિયત અહીંના તુલસીના છોડ છે. નિધિ વમાં તુલસીના દરેક છોડ જોડીમાં છે. આની પાછળ માન્યતા છે કે જ્યારે રાધા સાથે કૃષ્ણ વનમાં રાસ રચાવે છે ત્યારે આ જ જોડીદાર વૃક્ષો ગોપીઓ બની જાય છે. જેવી સવાર પડે એટલે બધા પછી તુલસીમાં ફેરવાઈ જાય છે. સાથે જ એક અન્ય માન્યતા પણ છે કે આ વનમાં લાગેલા જોડાની વન તુલસીની કોઈ પણ ડાંડી લઈ જઈ શકે નહિ. લોકો જણાવે છે કે જે લોકો પણ લઈ ગયા તે કોઈને કોઈ દૂર્ઘટનાનો શિકાર બની ગયા. એટલા માટે કોઈ પણ તેને અડતુ નથી.

Janmasthami 2020: દેશ અને દુનિયામાં જન્માષ્ટમીની ધૂમ, જુઓ ફોટા અને વીડિયોJanmasthami 2020: દેશ અને દુનિયામાં જન્માષ્ટમીની ધૂમ, જુઓ ફોટા અને વીડિયો

English summary
Lord Krishna comes here every night and performs RasLila with Radha and all his gopis.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X