24 વર્ષનો આ છોકરો સાઈકલથી 1800 કિમીની સફર ખેડી પોતાના ઘરે પહોંચ્યો
કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે આખા ભારતમાં ગત 25 માર્ચે 21 દિવસનું લૉકડાઉન ઘોષિત કરી દેવામાં આવ્યું હતું. જો કે આ લૉકડાઉન દેશહિતમાં લગાવવામાં આવ્યું હતું. પરંતુ આ લૉકડાઉનને પગલે એવા લોકો પણ કેટલાય છે જે રોજીરોટીની તલાશમાં એક રાજ્યથી બીજા રાજ્ય ગયા હતા અને અચાનક લાગેલા લૉકડાઉનને પગલે પોતાના ઘરે જઈ ના શક્યા.

અગાઉ મહિલાએ આ કારનામું કરી બતાવ્યું હતું
હાલમાં જ તમે એક મહિલા વિશે વાંચ્યુ હશે જે આ લૉકડાઉનમાં પોતાના દીકરાને લેવા માટે 1400 કિમી સ્કૂટર ચલાવીને હૈદરાબાદ પહોંચી હતી.

21 દિવસનું લૉકડાઉન
પરંતુ અહીં એક નવો મામલો સામે આવ્યો છે. ઈન્ડિયા ટાઈમ્સના રિપોર્ટ મુજબ 24 વર્ષનો એક છોકરો 21 દિવસનું લૉકડાઉન ઘોષિત થયા બાદ સાઈકલથી પોતાના ઘર માટે નિકળી પડ્યો છે.

1800 કિલોમીટરની સફર ખેડી
જણાવી દઈએ કે આ છોકરાએ મુંબઈથી ઓરિસ્સાના જાજાપુર જિલ્લા સુધી 1800 કિલોમીટરની સફર ખેડી છે. રિપોર્ટ મુજબ મહેશ જેના નામનો આ યુવક જાજાપુર જિલ્લાના બદાસૌર ગામનો રહેવાસી છે.

કામની તલાશમાં નિકળ્યો હતો
આ યુવક પોતાના ગામથી મુંબઈ કામની તલાશમાં નિકળ્યો હતો અને તે મુંબઈમાં મકાન બનાવવાનું કામ કરી રહ્યા હતા. કામ દરમિયાન જ મુંબઈ શહેરમાં લૉકડાઉન ઘોષિત કરી દેવામાં આવ્યું હતું.

2 એપ્રિલે યાત્રા શરૂ કરી
24 વર્ષના આ યુવક પાસે વધુ પૈસા નથી બચતા, જેનાથી તે ત્યાં રહી પોતાના મકાનને ભાડે આપી શકે. પૈસાની તંગીને પગલે મહેશે 2 એપ્રિલે પોતાના ગામ જવા માટે યાત્રા શરૂ કરી હતી.

દરરોજ 230 કિમી સાઈકલ ચલાવતો
પૂરતા રૂપિયા ખિસ્સામાં ના હોવા છતાં મહેશે આ યાત્રા શરૂ કરી હતી. રેલગાડીઓ અને બસનું સંચાલન બંધ હોવાના પગલે મહેશે પોતાની આ યાત્રા સાઈકલથી શરૂ કરી દીધી.
પોતાના સફર દરમિયાન મહેશ દરરોજ 10-12 કલાક સાઈકલ ચલાવતો હતો અને દરરોજ 230 કિમી સુધીની દૂરી કાપતો હતો. તેણે એમ પણ જણાવ્યું કે રસ્તામાં પોલીસ અને લોકલ લોકોએ પણ તેની મદદ કરી. તે 9 એપ્રિલે પોતાના ઘરે પહોંચી ગયો હતો.
Lockdown-2 માટે સરકારે નવી ગાઈડલાઈન જાહેર કરી, જાણો શું ખુલશે- શું બંધ રહેશે