For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીઠનો દુખાવો દૂર કરવા માટે, આ વ્યક્તિએ તેના વીર્યને શરીરમાં ઇન્જેક્ટ કર્યું

ઘણા સમયથી એક વ્યક્તિ તેના પીઠના દુખાવાથી પીડાતો હતો, ઘણા સ્થળોએ સારવાર કર્યા પછી, પણ તેને રાહત ન મળી ત્યારે તેને તેનાથી છુટકારો મેળવવા નવો ઈલાજ કાઢ્યો.

|
Google Oneindia Gujarati News

ઘણા સમયથી એક વ્યક્તિ તેના પીઠના દુખાવાથી પીડાતો હતો, ઘણા સ્થળોએ સારવાર કર્યા પછી, પણ તેને રાહત ન મળી ત્યારે તેને તેનાથી છુટકારો મેળવવા નવો ઈલાજ કાઢ્યો. વ્યક્તિએ પીઠનો દુખાવાનો ઈલાજ જાતે કરવાનું નક્કી કર્યું અને તેને એવી પદ્ધતિની શોધ કરી જે ભાગ્યે જ કોઈએ અપનાવી હોય. વ્યક્તિએ પીઠનો દુખાવો દૂર કરવા માટે તેના જ વીર્યને ઇન્જેક્શન દ્વારા શરીરમાં ઇન્જેક્ટ કરતો હતો. આ વ્યક્તિએ દર મહિને આ પદ્ધતિ અપનાવી.

આ પણ વાંચો: સુંદર દેખાવા યુવતીએ લગાવી હેર ડાય, 'વિજળીના બલ્બ' જેવો બની ગયો ચહેરો

આ પહેલો કેસ છે

આ પહેલો કેસ છે

ડબલિનમાં ટૈલેગ યુનિવર્સિટી હોસ્પિટલમાં ડોકટરો માટે આ પદ્ધતિ હજી પણ આશ્ચર્યજનક છે. ડૉક્ટરો કહે છે કે તેઓએ આ પ્રકારનો પ્રથમ કેસ સાંભળ્યો છે. અહીં એક વ્યક્તિ પીઠમાં દુખાવાનીની ફરિયાદ અને તેના હાથમાં સોજોની ફરિયાદ કરવા આવ્યો હતો. વ્યક્તિએ કોઈની સલાહ લીધા વિના આ પદ્ધતિ અપનાવી હતી. વ્યક્તિએ ઓનલાઇન હાયપોડર્મિક સોયને મંગાવી અને દોઢ વર્ષ સુધી દર મહિને ઇન્જેક્શન લગાવતો રહ્યો. પરંતુ આ પદ્ધતિ વ્યક્તિને કામ ન આવી.

હાથમાં તેના વીર્યનું ઈન્જેકશન લગાવતો હતો

હાથમાં તેના વીર્યનું ઈન્જેકશન લગાવતો હતો

જ્યારે વ્યક્તિએ વધુ ભારે સામાન ઉચક્યો તો તેને ખુબ જ વધુ દુખાવો થવા લાગ્યો જેના પછી તે ડૉક્ટર પાસે ગયો. જે હાથમાં તે તેના વીર્યના ઇન્જેક્શન લગાવતો હતો તે હાથ ખુબ સૂજી ગયો હતો અને લાલ થઈ ગયો. એક્સ-રે માં એ વાત સામે આવી કે હાથની અંદર હવા ભરાઈ ગઈ છે કારણ કે વીર્ય પેશીઓ દ્વારા બહાર આવવા લાગ્યું છે. ડોક્ટરોએ દર્દીને કેટલીક દવાઓ આપી હતી, જેના પછી દર્દીને હોસ્પિટલમાં ઘણી રાહત મળી હતી. જેના પછી ડોકટરોએ તેમને ચેતવણી આપી હતી કે તેઓ તેમની નસોમાં આ રીતનું કંઇપણ ઇન્જેક્ટ ન કરે.

ક્યાંથી આવ્યો સુઝાવ

ક્યાંથી આવ્યો સુઝાવ

આ સંપૂર્ણ કેસ આઇરિશ મેડિકલ જર્નલમાં છપાયેલો છે, જેમાં આ કેસ અંગેની માહિતી છપાયેલી છે. જો કે આ રિપોર્ટમાં એ નથી જણાવ્યું કે આ વ્યક્તિને આ પદ્ધતિ કઈ રીતે સૂઝી અને કોના કહેવા પર તેને આ પદ્ધતિ અપનાવી. અગાઉ પહેલા પણ ગયા વર્ષે આ પ્રકારનો એક કેસ સામે આવ્યો હતો જયારે એરોન ટ્રેવીકએ ફેસબુક લાઈવ દરમિયાન પોતાને જ ઈન્જેકશન લગાવ્યું હતું. જેના થોડા મહિના પછી વોશિંગ્ટનમાં સ્પા રૂમમાં વ્યક્તિનું અવસાન થયું હતું.

English summary
Man injected his own semen to cure his back pain shocks the doctors
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X