Video: રશિયાના આ અંકલે ચિલ્લર ભરેલું બાથટબ આપીને ખરીદ્યો iPhone XS
મૉસ્કોઃ જૂન 2007માં એપ્પલના કૉ-ફાઉન્ડ સ્ટીવ બૉબ્સે દુનિયા સામે પહેલો આઈફોન રજૂ કર્યો હતો. 11 વર્ષ વીતી ગયાં અને આ 11 વર્ષમાં જૉબ્સે આઈફોનમાં દરરોજ નવી ટેક્નોલોજી માટે લોકોમાં એક અજીબ ઝનૂન પેદા કરી દીધું છે. આ દિવાનગીના જ પરિણામસ્વરૂપે આજે લોકો આઈફોનના નવાં મોડેલ ખરીદવા માટે અજીબો-ગરીબ ટેક્નિક અપનાવી રહ્યા છે. વધુ એક કિસ્સો રશિયાથી આવ્યો છે જ્યાં એક વ્યક્તિ iPhone XS ખરીદવા માટે બાથટબ ભરીને સિક્કા આપ્યા. મંગળવારે બનેલી આ ઘટના બાદ જ્યાં કેટલાક લોકો દંગ રહી ગયા છે તો કેટલાક હસવા માટે મજબૂર છે. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

સ્ટોરમાં હાજર 38 અધિકારી દંગ રહી ગયા
રશિયાની રાજધાની મોસ્કોનો આ કિસ્સો છે, જ્યાં મંગળવારે બ્લૉગર સૈવ્યાટોસ્લાવ કોવાલેનકો નામનો શખ્સ સિક્કા ભરેલ બાથટબ લઈને પોતાનો ફેવરીટ ફોન ખરીદવા માટે સ્ટોર પર પહોંચ્યો હતો. સ્ટોરમાં એ સમયે 38 કર્મચારીઓ હાજર હતા જેઓ સિક્કાથી ભરેલ બાથટબ જોઈને દંગ રહી ગયા. ફેસબુક પર એક યૂઝરે સિક્કાથી ભરેલ બાથટબની ફોટો પોસ્ટ કરી. કોવાલેનકોની ચારે બાજુ લોકો ઉભા હતા અને તેઓ વીડિયો શૂટ કરી રહ્યા હતા. બુધવારે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો આવ્યો હતો જેમાં કેટલાક મિત્રોનું એક ગ્રુપ બાથટબમાં સિક્કા ભરીને સ્ટોરમાં આવ્યા હતા.

350 કિગ્રાનું બાથટબ
વીડિયોને એક બ્લૉગર સૈવ્યાટોસ્લાવ કોવાલેનકો તરફથી પોસ્ટ કરવામાં આવ્યો છે. બાથટબનું વજન 350 કિલોગ્રામ છે અને જેવા તેઓ બાથટબને લઈને સ્ટોરમાં દાખલ થવાની કોશિશ કરે છે કે ત્યાં ઉભેલા સિક્યોરિટી ગાર્ડ તેમને અટકાવે છે. ઓછામાં ઓછી 2 વાર આ ગ્રુપની સિક્ટોરિટી ગાર્ડ જોડે બબાલ થઈ. કોવાલેનકોએ પોતાના વીડિયોની સાથે કેપ્શનમાં લખ્યું છે, 'આને ઐતિહાસિક રીતે ચિલ્લરથી નહાવું કહેવા છે.' અત્યાર સુધીમાં 16000થી વધુ લોકોએ આ વીડિયો જોય છે. સ્ટોરના પ્રવક્તાએ લખ્યું કે આ ચિલ્લર અંદાજીત 1,00,000 રૂબલ્સ એટલે કે લગભગ 1500 અમેરિકન ડૉલરની બરાબર હતા.
કોવાલનેકોવ બન્યા રશિયાના અંકલ સ્ક્રૂઝ
જ્યારે મીડિયા રિપોર્ટ્સમાં કોવાલનેકોવને રશિયાના અંકલ સ્ક્રૂજ કહેવામાં આવી રહ્યા છે. અંકલ સ્ક્રૂઝ ડિઝ્નીના ડકટેલ્સ કાર્ટૂન સીરિઝનું તે કેરેક્ટર હતું જે પોતાની પાસે રહેલ સોનાના સિક્કાથી ભરેલ ગોડાઉન માટે મશહૂર હતા. સપ્ટેમ્બરમાં યૂ-ટ્યૂબ પર આવેલ એક વીડિયો મુજબ એક યૂઝરે લગભગ 100 કિલોગ્રામના વજનના સિક્કાને બદલે આઈફોન એક્સએસ ખરીદ્યો હતો. આ વીડિયોને બે મિલિયનથી વધુ લોકોએ જોયો હતો. જ્યારે એક મહિના બાદ બીજો એક વીડિયો આવ્યો હતો જેને એક બ્લોગરે પોસ્ટ કર્યો હતો.
વીડિયો: ટાર્ગેટ પૂરો નહીં થવા પર પેશાબ પીવડાવ્યો અને વંદા ખવડાવ્યા