For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નોકરીના પહેલા દિવસે 14 માઇલ ચાલીને ઓફિસ પહોંચ્યો, બોસે ગિફ્ટમાં આપી પોતાની કાર

જો કારકિર્દીમાં ઉચ્ચ મુકામ મેળવવું હોય, તો તે માટે પોતાના કામ પ્રતિ લગન અને સમર્પણ હોવું તે ખૂબ મહત્વનું છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

જો કારકિર્દીમાં ઉચ્ચ મુકામ મેળવવું હોય, તો તે માટે પોતાના કામ પ્રતિ લગન અને સમર્પણ હોવું તે ખૂબ મહત્વનું છે. 20 વર્ષીય અલાબામાના નિવાસી વૉલ્ટર કાર્રએ કામ માટે ઉત્કટ જુસ્સાનું ઉદાહરણ રજૂ કર્યું છે. જે નોકરીના પહેલા દિવસે લેટ ન થઇ જવાઈ એટલા માટે વૉલ્ટર કાર્ર રાત્રે જ ઘરેથી ઓફિસ જવા માટે નીકળી ગયો હતો.

જો કે તેના ઘરથી લગભગ 14 માઈલ એટલે કે 32 કિલોમીટર દૂર હતી. પરંતુ રસ્તા પર જ તેની કાર બગડી હતી. આ વૉલ્ટર કાર્રની પ્રથમ નોકરી હતી, તેથી તે લેટ પહોંચવા માંગતા ન હતા. સમય પર ઓફિસ પહોંચવા માટે તેઓ ચાલતા નીકળી ગયા હતા,પણ વોલ્ટરને ખબર ન હતી કે આ પ્રવાસ તેના માટે એક યાદગાર પ્રવાસ બની જશે.

જ્યારે નોકરીના પ્રથમ દિવસે કંપનીના સીઇઓએ તેના સમર્પણ વિશે જાણ્યું ત્યારે તેમણે કામના પ્રથમ દિવસે કાર્રને કાર ગિફ્ટ આપી.

રાતભર ચાલ્યો 14 માઇલ

રાતભર ચાલ્યો 14 માઇલ

અમેરિકાના અલબામા ખાતે રહેતો 20 વર્ષનો છોકરો વૉલ્ટર કાર્ર પ્રથમવાર નોકરીમાં જોડાવાનો હતો. તે પહેલાં જ દિવસે ઓફિસમાં લેટ પહોંચવા માંગતા ન હતા. પરંતુ તેમની કાર ખરાબ હતી. આવામાં વૉલ્ટરએ રાત્રે ચાલતા જ નીકળવાનો નિર્ણય કર્યો. રસ્તામાં કાર્રએ ટેક્સી અને લિફ્ટની મદદ માંગી પરંતુ તેમને મદદ ના મળી, કાર્રએ ચાલતા જવાનું નક્કી કર્યું. તેમણે આખી રાતમાં લગભગ 14 માઈલ એટલે કે 32 કિલોમીટર ચાલવાનું નક્કી કર્યું.

પોલીસે કરી મદદ

પોલીસે કરી મદદ

લગભગ 23 કિલોમીટર ચાલ્યા બાદ જયારે વૉલ્ટર થાકી ગયા તો તેઓ એક ગ્રાઉન્ડ પર જઈને બેસી ગયા, એજ સમયે પેટ્રોલિંગ પર આવેલી પોલીસએ વૉલ્ટરને ત્યાં બેસવાનું કારણ પૂછ્યું, તો વૉલ્ટરે બધી જ વાત તેમને કહી દીધી, તેનું સમર્પણ જોઈ પોલીસ પણ તેનાથી પ્રભાવિત થઇ ગઈ. પછી એક પોલીસ કર્મચારીએ તેને તેની ઓફિસ મૂકી આવ્યા અને તેને નાસ્તો કરાવ્યો. તે વૉલ્ટરની સ્ટોરીથી ખૂબ જ પ્રભાવિત થયા હતા અને ફેસબુક પર તેની સ્ટોરી શેર કરી હતી.

સીઇઓએ ગિફ્ટ કરી દીધી કાર

સીઇઓએ ગિફ્ટ કરી દીધી કાર

આ સ્ટોરી જ્યારે વૉલ્ટરની કંપનીના સીઇઓ લૂક માર્કલીનએ વાંચી, તો તેમણે વૉલ્ટરથી પ્રભાવિત થયા અને જ્યારે ઘરે પાછા જવા માટે વૉલ્ટર પાસે કોઈ કાર ન હતી, તો તેમના સીઈઓએ પોતાની કાર વૉલ્ટરને ગિફ્ટ કરી દીધી. તેમણે જણાવ્યું હતું કે આવા કર્મચારીઓ ભાગ્યે જ જોવા મળે છે. પરંતુ જે હોય છે તેમનો આદર ચોક્કસપણે થવો જ જોઈએ. આવા કર્મચારીઓ દરેક માટે રોલ મોડલ્સ તરીકે કામ કરે છે.

તોફાનમાં નાશ પામ્યું હતું વૉલ્ટરનું ઘર

વૉલ્ટર કાર્ર કહે છે, "હું મારા કામ માટે ખૂબ જ સમર્પિત છું, હું સમય અને કામનો ખૂબ આદર કરું છું. મારી સ્ટોરી એટલી છે કે હું સમયસર કામ પર પહોંચવા માંગતો હતો અને હું મારા કામ માટે ખૂબ જ સમર્પિત છું. મને લાગતું ન હતું કે મારી આ સ્ટોરી વિશ્વ સુધી પહોંચશે. " વૉલ્ટરનું ઘર થોડા વર્ષો પહેલા તોફાન કેટરિનામાં નાશ પામ્યું હતું. એ પછી તેઓ લુઇસિયાના થી અલબામામાં પોતાની માતા સાથે સ્થાયી થયા હતા. તેઓ અમેરિકી નૌકાદળમાં જોડાવા માંગે છે.

English summary
Real Life Story Of A Man Who Walked 14 Miles To First Day At Work & Was Gifted A Car By The CEO
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X