For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મેકડોનાલ્ડમાં એવું શુ થયું કે ગ્રાહક મહિલા કર્મચારી સાથે મારામારી કરવા લાગ્યો?

નવા વર્ષની સાંજે ફ્લોરિડાના સેન્ટ પીટર્સબર્ગમાં મેકડોનાલ્ડ આઉટલેટમાં મહિલા કર્મચારી સાથે એક ગ્રાહક એક નાની બાબત પર ખરાબ રીતે મારપીટ કરવા લાગ્યો.

|
Google Oneindia Gujarati News

નવા વર્ષની સાંજે ફ્લોરિડાના સેન્ટ પીટર્સબર્ગમાં મેકડોનાલ્ડ આઉટલેટમાં મહિલા કર્મચારી સાથે એક ગ્રાહક એક નાની બાબત પર ખરાબ રીતે મારપીટ કરવા લાગ્યો. ખરેખર ડેનિયલ ટેલર નામનો એક વ્યક્તિ મેકડોનાલ્ડમાં પોતાનો ઓર્ડર લીધા પછી કાઉન્ટર પર સ્ટ્રો માંગવા પહોંચ્યો. ત્યાં હાજર મહિલા કર્મચારી યાસ્મિન જેમ્સએ કહ્યું કે પ્લાસ્ટિક પર બેન હોવાને કારણે લોબી પર સ્ટ્રો રાખવાની મનાઈ છે. પરંતુ તે વ્યક્તિ આ વાત પર ગુસ્સે થઇ ગયો અને તેને યાસ્મિન પર હુમલો કરી દીધો. યાસ્મીને પહેલા તેને પાછળ હટાવવાની કોશિશ કરી પરંતુ આખરે તેને પણ વળતો જવાબ આપ્યો.

mcdonald

બંને વચ્ચે મારપીટનો વીડિયો ત્યાં હાજર એક મહિલાએ બનાવી લીધો. મહિલાના બાળકોએ જયારે આ વીડિયો ફેસબૂક પર શેર કર્યો ત્યારે આરોપીની ઓળખ કરવામાં આવી. પોલીસે ટેલરની ધરપકડ કરી લીધી છે. જાંચમાં ખબર પડી કે તે વ્યક્તિ દારૂના નશામાં ચૂર હતો. તેના પર ગેરકાનૂની રીતે બળપ્રયોગ કરવાનો ચાર્જ લગાવવામાં આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે તે વ્યક્તિ કાઉન્ટર પર પુરી રીતે ઝૂકીને મહિલા પર પ્રહાર કરી રહ્યો છે. ત્યારપછી મહિલા તેને વળતો જવાબ આપે છે.

ટેલર કાઉન્ટરના બીજી બાજુ ઉભેલા એક વ્યક્તિને મેનેજર સમજીને તેને કહે છે કે હું ઇચ્છુ છું કે આ મહિલાને હમણાં જ નોકરીમાંથી કાઢી મુકવામાં આવશે. નાની બાબતો પર મારપીટ થવાનો આ કોઈ પહેલો વીડિયો નથી. આ પહેલા પણ આ પ્રકારના મામલા આવતા રહ્યા છે.

આ પણ વાંચો: સુંદર દેખાવા યુવતીએ લગાવી હેર ડાય, 'વિજળીના બલ્બ' જેવો બની ગયો ચહેરો

English summary
McDonald woman employee attacked badly by customer for not giving straw
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X